તબાહી મચાવતો વરસાદ અને વીજળીને કારણે ગુજરાતમાં 63 લોકો સાથે 272 પશુઓના મોત, 10 હજાર કરતા વધારેનું રેસ્ક્યુ કરાયું..!

હાલમાં ખૂબ જ સારું ચોમાસુ ચાલી રહ્યું છે. રાજયના દરેક જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વર્ષે ચોમાસું ખૂબ જ સારું રહ્યું છે. ગયા વર્ષ કરતા 25% વધુ વરસાદ આ વર્ષે વરસ્યો છે. આ વર્ષે સીઝન 43 ટકા વરસાદ વરસી ગયો છે અને છેલ્લા 10 દિવસમાં 17 જિલ્લાઓમાં વરસાદ પડવાની કારણે 33% વરસાદ વરસી ગયો હતો.

આગામી દિવસોમાં પણ હજુ ભારે વરસાદના એંધાણ દેખાઈ રહ્યા છે. હજુ ભારે વરસાદની સંભાવનાઓ છે. ગયા આઠ વર્ષમાં આ વર્ષે સૌથી વધારે વરસાદ પડ્યો છે. ગુજરાતમાં ખૂબ જ સારું ચોમાસું રહ્યું છે. રાજ્યના 144 તાલુકાઓમાં વરસાદ ખૂબ જ સારો રહ્યો છે અને ભારે વરસાદને કારણે રાજ્યમાં ચોમાસું ખૂબ જ સારું જામ્યું છે.

જૂન મહિના કરતા જુલાઈ મહિનામાં 12 દિવસમાં જ 12% જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં 12 દિવસમાં 43 ટકા વરસાદ વરસી ગયો હતો. દરેક જિલ્લામાં ખૂબ જ સારા વરસાદને કારણે ઉત્તર ગુજરાતમાં 23.43 ટકા વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં 35.86%, દક્ષિણ ગુજરાતમાં 52.38%, કચ્છ જિલ્લામાં 75.2% અને સૌરાષ્ટ્ર જિલ્લામાં 43.75% વરસાદ વરસી ગયો હતો.

આમ દરેક જિલ્લાઓમાં જુદો જુદો વરસાદ વરસવાને કારણે દરેક જળાશયો અને નદી તળાવ છલકાઈ ગયા હતા. 15 તાલુકામાં 40 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. હજુ આગામી દિવસના ખુબ જ સારા વરસાદના દેખાઈ રહ્યા છે. હજુ આગામી 5 દિવસમાં કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં આગાહી ભારે વરસાદની જાહેર કરી દેવામાં આવી છે.

આ દરેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ જિલ્લામાં અતિ ભારે વરસાદને કારણે રાજ્ય સરકારે NDRFની ટીમોને લોકોના બચાવ માટે અગાઉથી જ મોકલી દીધી છે અને ઘણા બધા જિલ્લાઓના રસ્તાઓને પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

કારણ કે લોકો નદી, જળાશયો છલકાયા હોવાથી આ વિસ્તારમાં પસાર થતાં ગંભીર પરિસ્થિતિ ન સર્જાય તે માટે અવરજવર માટેના રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે અને દરેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે દરેક તાલુકાઓમાં પાણી પાણી થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસની આગાહીને કારણે દરેક જિલ્લામાં પુર જેવી પરિસ્થિતિ સર્જાવવાના એંધાણ દેખાઈ રહ્યા છે.

ભારે વરસાદી માહોલને કારણે રાજ્યમાં 63 લોકોના મૃત્યુ પણ થઈ ગયા છે. જેમાં અત્યાર સુધીમાં 272 પશુના પણ મૃત્યુ થઈ ગયા છે. મૂંગા જીવો પણ નિર્દોષ રીતે પોતાના જેવો ગુમાવી રહ્યા છે. રાજ્યમાં વ્યક્તિઓના મોત વીજળી પડવાથી 33 લોકો મૃત્યુ પામ્યા હતા. દિવાલ પડવાથી 8 લોકો પાણીમાં ડૂબવાથી.

16 લોકોના ઝાડ પડવાથી, 5 લોકોના વીજળીના થાંભલા પડવાને કારણે પણ ઘણા બધા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા હતા. આજકાલ ભારે વરસાદને કારણે ઘણા બધા જિલ્લાઓમાં લોકો મૃત્યુ પામવા લાગ્યા છે. ભારે આફતને કારણે 10,674 લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાં એકંદરે ચોમાસું ખૂબ જ સારું એવું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment