Breaking News

અડધી રાત્રે યુવકને તાવ ચડતા ગામના મિત્રો બાઈક લઈને હોસ્પિટલ જવા નીકળ્યા, હોસ્પિટલ પહોચે એ પહેલા જ કાળમુખો અકસ્માત ત્રણેયને ભરખી ગયો..!

વધુ એક કાળજું કંપાવનારો અકસ્માત સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ પાસેથી સામે આવ્યો છે. કડુ ગામમાં રહેતા એક યુવાનને સખત તાવ આવ્યો હતો. ધીમે ધીમે તેની તબિયત ખૂબ જ નાજુક થવા લાગી. આ ઉપરાંત રાત્રિના સમયે તેની તબિયત વધારે લતડી જતા તેના જ ગામના અન્ય બે યુવાનો તેને રાતના 4:00 વાગ્યા આસપાસ આ યુવકની હોસ્પિટલ લઈ જવા માટે પોતાની બાઈક લઈને નીકળી ગયા હતા.

જેમાં વચ્ચે બીમારી યુવકને બેસાડયો હતો. એક યુવક બાઇક ચલાવી રહ્યો હતો. જ્યારે એક યુવક તેની પાછળની બાજુએ બેઠો હતો. તેઓ સુરેન્દ્રનગર વિરમગામ હાઇવે પરથી પસાર થતા હતા. તેઓએ વિચાર્યું કે, તેઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને તાવની સારવાર કરાવી લેશે. અને જલ્દી તેમના મિત્રને સારું થઈ જશે..

પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આગળ તેમનું મોત પોકારી રહ્યું છે, તેઓ હાઇવે પરથી પસાર થતા હતા. એવામાં તેમના ગામથી થોડાક આગળ હાઇવેની સાઇડની બાજુએ એક બંધ ટ્રક ઉભેલો હતો. આ બંધ ટ્રક બાઈક ચાલકને દેખાયો નહીં અને તેમની બાઈક પુર ઝડપે આ બંધ ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અને ઘટના સ્થળે જ ત્રણે-ત્રણ યુવાન આ ટ્રકની પાછળ ઘૂસી ગયા હતા.

આ અથડામણ એટલી બધી ધડાકાભેર થઈ હતી કે, હાઈવે પરથી પસાર થતાં અન્ય વાહનોને પણ પોતાના વાહનો થોભાવીને શું થયું છે, તેની જાણ મેળવવા માટે ઉમટી પડ્યા હતા. ઘટના ત્રણે ત્રણ યુવકો મૃત્યુ પામ્યા હતા. એક યુવકની સારવાર કરવા જઈ રહેલા અન્ય બે યુવકો સહિત બીમાર યુવક પણ મૃત્યુ પામ્યો છે..

હાઈવે પરના સ્થાનિકોએ આ બાબતની જાણ 108ને કરી અને ત્યારબાદ પોલીસને પણ કરવામાં આવી હતી. પોલીસે એમ્બ્યુલન્સની અંદર આ ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લખતરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત આ ખૂબ જ મોટા અણ બનાવવાની જાણ કડવું ગામમાં પણ કરતા સમગ્ર ગામમાં શોખની લાગણી છવાઈ ગઈ હતી..

તો પરિવારજનો ખૂબ જ ઊંડા આકાતમાં ચાલ્યા ગયા છે. હાઇવે ઉપર ગાડી ચલાવતી વખતે સહેજ અમથી ચૂક થઈ જાય કે તે કેટલાય લોકોના જીવ લઈ લે તેવો મોટો અકસ્માત સર્જાઈ જતો હોય છે. હાઇવે પર ગાડી ચલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. હાઇવે પર ઉભેલા ટ્રક ચાલકે પાર્કિંગ લાઈટ શરૂ કરી હતી કે નહીં..?

આ ઉપરાંત શા કારણે હાઇવે ઉપર ઉભો હતો..? આ તમામ બાબતોની તપાસ ચાલી રહી છે. એક જ ગામના ત્રણ જુવાન યુવકોના મૃત્યુ થતાં સમગ્ર ગામનો હિબકે ચડ્યા છે. આ અકસ્માત મધરાતે બન્યો છે. આ ઉપરાંત તેમના પરિવારજનોને સવારે જાણ કરવામાં આવી હતી. હાઈવે પર આ અકસ્માતને લઈને ચારે કોર અરેરાટી મચી ગઈ હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રીસામણે પિયરમાં આવેલી કોન્સ્ટેબલની પત્નીને દિયર તેડી ગયો, અધવચ્ચે આવતી ટ્રેન નીચે ધક્કો મારી દેતા મહિલાનો છૂંદો બોલી ગયો..! અને પછી તો..

પતિ અને પત્ની વચ્ચે નાની નાની બાબતોમાં થતી મગજમારીઓ કોઈ વખત એવું મોટું સ્વરૂપ ધારણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *