Breaking News

તાવ આવતા 8 વર્ષની દીકરીને હોસ્પિટલ લઈ ગયા, ડોકટરે એક ઈન્જેકશન આપતા જ થયું મોત, મામલો જાણીને મગજ તમ્મર ખાઈ જશે..!

ડોકટરો આપડા સૌ કોઈ લોકો માટે ભગવાન સમાન છે. કારણ કે શરીરમાં કોઇપણ તકલીફ પડે કે ડોક્ટરનો સહારો લેવો પડે છે. ગંભીર બીમારીઓમાં જીવ બચાવનાર પણ ડોક્ટર જ છે અને કોરોનાના અઘરા સમયમાં દેશ માટે અડગ ઉભા રેહનાર પણ ડોકટરો જ છે. પરતું ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોમાંથી ડોક્ટરની બેદરકારી પણ સામે આવે છે..

છતીસગઢના દુર્ગ વિસ્તારની એક હોસ્પિટલમાં ખુબ જ બેદરકારીનો મામલો સામે આવ્યો છે જ્યાં એક માસુમ દીકરીનો જીવ પણ ચાલ્યો ગયો છે.. શિવ બાલી જયસ્વાલ નામની વ્યક્તિ બેમેટારાના બાલસમુંડ વિસ્તારમાં રહે છે. તેમની દીકરીની ઉંમર 8 વર્ષની છે જેનું નામ રાશી છે. તેને એક દિવસ અચાનક જ ખુબ જ વધારે પડતો તાવ આવી ગયો હતો..

માંડ માંડ એક દિવસ કાઢ્યો અને પછી પણ તબિયત સારી ન થતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાનું નક્કી કર્યું હતું. રાશીના પિતાએ કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે દુર્ગની હોસ્પિટલમાં શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. 3 દિવસમાં જ્યારે તેના સબંધીની બાળકી સ્વસ્થ થઈ ગઈ હતી એટલા માટે તેઓ રાશીની સારવાર માટે ત્યાં પહોચ્યા હતા..

પરંતુ હવે તેનો વિશ્વાસ તૂટી ગયો છે. અને તેઓ હોસ્પિટલ મેનેજમેન્ટ સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. કારણ કે રાશી જયસ્વાલ નામની 8 વર્ષની બાળકીને ડોકટરે વિટામીન-કેનું ઈન્જેક્શન આપયુ હતું. જેવું ઇન્જેક્શન આ બાળકીના શરીરમાં ગયું કે તેને ખુબ જ ખરાબ અનુભવ થવા લાગ્યો હતો..

ધીમે ધીમેં તેનું શરીર સફેદ પડવા લાગ્યું હતું. અને જોતજોતામાં જ તેનું મોત પણ થયું હતું. આ દ્રશ્ય તેના પિતા પોતાની નજર સામે જોઈ રહ્યા હતા અને તેની લાડકી દીકરીનું મોત થયું છે.  હોસ્પિટલના મુખ્ય ડૉક્ટર પુલક જૈને જણાવ્યું કે, પ્રથમ વખત વિટામિન-કેના ઈન્જેક્શનને કારણે તેમને ગંભીર પ્રતિક્રિયા થઈ હતી.

છોકરીનો જીવ બચાવવા માટે કંઈ કરવાનો સમય ન મળ્યો. બાળરોગ નિષ્ણાત અને સઘન નિષ્ણાત ડૉ. સંદીપ થુટે કહે છે કે માત્ર વિટામિન-કેના ઇન્જેક્શનથી મૃત્યુ શક્ય નથી. મૃત્યુનું કારણ બાળકના અગાઉના રોગો પણ હોઈ શકે છે. વધુ તપાસમાં કારણ જાણવા મળશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *