જે લોકોને પરિવારનો મહિમા ખબર હોતી નથી તેવા લોકો પોતાના જ પરિવારના સભ્યો સાથે એવી હરકતો કરી બેસતા હોય છે કે, જેના કારણે સમગ્ર પરિવારજનો ચિંતામાં મુકાઈ જતા હોય છે. તો ઘણી બધી વાર પરિવારના સભ્યો ક્યારેય મોઢું ઊંચું કરીને ચાલવા લાયક પણ રહેતા નથી. એટલે કે પરિવારની ઈજ્જત કચરામાં ભળી જતી હોય છે..
આ પ્રકારનો જ હચમચાવી દે એવો એક બનાવ મધ્યપ્રદેશના રૂપનગઢમાંથી સામે આવ્યો છે. આ વિસ્તારમાં લાલારામ તેમજ તેનો મોટો ભાઈ નંદરામ બંને સાથે રહેતા હતા. બંનેના લગ્ન થઈ ચૂક્યા હતા. બંને મજૂરી કામ કરીને પોતાના પરિવારજનોનું જીવન ગુજારતા હતા લાલારામ અને નંદારામ બંનેમાં ખૂબ એકતા હતી. આ બંનેની એકતા જોઈને ગામના અન્ય લોકો પણ તેમના વખાણ કરતા હતા..
પરંતુ નાનો ભાઈ લાલા રામ ક્યારેક ક્યારેક પોતાની ખરાબ હરકતોને કારણે સમગ્ર પરિવારની ઈજ્જત ને સાવ ધૂળમાં મિલાવી દેતો હતો. એક દિવસ લાલા રામ તેની પત્ની સાથે બહાર ગયો હતો. રાત્રિના સમયે ઘરે પરત આવ્યા બાદ તેઓએ જોયું કે તેમના મોટા ભાઈ નંદરામ તેમજ તેમની પત્ની ગોરા દેવી સૂઈ રહ્યા હતા.. આ જોતાની સાથે જ લાલા રામ ને મનમાં કંઈક ઉલ્ટા વિચાર આવવા લાગ્યા હતા.
તે પોતાની પત્નીની સાથે જઈને સૂઈ ગયો હતો. જ્યારે ઘરના તમામ સભ્યો સુઈ ગયા ત્યારે લાલા રામ પોતાની પથારીમાંથી બેઠો થયો હતો. અને પોતાના મોટા ભાઈના રૂમમાં દાખલ થયો હતો. ત્યાં સુતેલી તેની ભાભી ગોરા દેવી સાથે ગંદુ કામ કરવા લાગ્યો હતો. ભાભીની ઊંઘનો લાભ લઈને લાલા રામ તેની સાથે શરીર સંબંધ બાંધવા લાગ્યો હતો. જ્યારે ગોરાદેવીને ભનક લાગી ગઈ કે તેની સાથે તેનો દિયર ગંદુ કામ કરી રહ્યો છે..
ત્યારે તેને ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો. અને જોર જોર થી તેણે બૂમાબૂમ કરવા લાગી હતી. આ જોતાની સાથે જ નંદારામ પણ જાગી ગયો હતો અને આ દ્રશ્ય જોતાની સાથે નંદરામ પણ ગુસ્સે ભરાઈ ગયો હતો. અને પોતાના જ નાના ભાઈ લાલારામને પતાવી દેવાનો મનસૂબો તૈયાર કરી નાખ્યો હતો. તેને પોતાની પાસે રહેલા ગમછા વડે પોતાના નાના ભાઈ લાલારામના ગળે ભરાવી દીધો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું..
જોતજોતામાં તો લાલારામનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. આ ઘટના બનતાની સાથે જ નંદારામ અને તેની પત્ની ગોરા દેવી બંનેએ નંદારામને ઘસડીને ઘરની બહારની પાછળ આવેલા વાડામાં લઈ ગયા હતા. ત્યારબાદ તેને કુહાડીના ઊંડા ઘા માર્યા હતા. જેથી કરીને લોકોને ગુમરાહ કરી શકાય કે તેને કુહાડીના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. ત્યારબાદ લાલારામની લાશને ત્યાંને ત્યાં જ મૂકીને તેઓ ઘરે આવીને પછી સુઈ ગયા હતા..
બીજા દિવસે સવારે જ્યારે લાલારામની પત્નીએ તેના પતિની લાશ વાડામાં જોઈ ત્યારે તે ખૂબ જ ભાંગી પડી હતી. અને એકાએક તેણે નાખીને ત્યાં જમીન પર ઢળી ગઇ હતી. ત્યારબાદ તેણે પોલીસને પણ બોલાવી લીધી હતી. પોલીસે આ ઘટનાની નોંધ લઇને આગળની તપાસ શરૂ કરી છે..
તેમાં તેણે પૂછપરછ કરવાની શરૂ કરી હતી. ઘરની આસપાસ રહેતા તમામ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. અને અંતે ઘરના તમામ સભ્યોની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ પોલીસને અંધારામાં અને તેની પત્નીનું વર્તન ખૂબ જ વિચિત્ર પ્રકારનું લાગ્યું હતું. એટલા માટે પોલીસે તેની કડક પુછતાછ શરૂ કરી હતી..
જેમાં નંદરામ ભાંગી પડયો હતો અને અંતે તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. અને પોલીસને તમામ બાબતોની જાણ કરી દીધી હતી. હકીકતમાં ક્યારેક નાની-નાની હરકતો એકબીજાના મનમાં દુશ્મનાવટ ઊભી કરે છે. પરંતુ મોટી મોટી હરકતો એકબીજાના જીવ લેવા સુધી પણ પહોંચી જતી હોય છે. આ પ્રકારના બનાવો અવારનવાર સામે આવવા લાગ્યા છે. એટલે કે પરિવારમાં એકતા ક્યાંકને ક્યાંક ખોટી રહી હોય તેવું લાગી રહ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]