છેલ્લા ઘણા સમયથી પોલીસો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા કૂટણખાનાઓને દરોડા પાડીને બંધ કરાવી દીધા છે. આ કુટણખાના દરેક શહેરના હાઈપ્રોફાઈલ એરિયામાં ચાલતા હોવાની અવારનવાર બાતમી મળતી હોય છે. હાલ સુરતના વેસુ વિસ્તારમાં સ્પા સેન્ટર ની આડ માં કુટણખાનાઓ ચાલી રહ્યા હતા..
આ બાબતની માહિતી યુમન ટ્રાફિકિંગને મળી હતી. એટલા માટે પોલીસે આ જગ્યા પર દરોડા પાડયા હતા અને સ્પા સેન્ટર માંથી કુલ આઠ વિદેશી યુવતીઓની ધરપકડ કરી હતી. મસાજ પાર્લરની આડમાં કુટણખાના અને ચલાવવા નો સિલસિલો સુરતમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે..
મસાજ સેન્ટરમાંથી કુલ સાત વિદેશી યુવતીઓને પકડી પાડવામાં આવી છે. જે તમામ ગેરકાયદેસર રીતે ભારતમાં આવીને દેહવ્યાપાર કરતી હતી. આ બાબતને લઈને સુરત પોલીસે થાઈલેન્ડની એમ્બેસીના પણ જાણકારી આપી છે. આ તમામ યુવતીઓ બિઝનેસ વિઝા પર નહીં પરંતુ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવીને ગેરકાયદેસર વેપાર કરતી હતી…
સુરતના હુમન ટ્રાફિકિંગ સેલને એક બાતમી મળી હતી કે, સુરતના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં સ્વસ્તિક માઈલસ્ટોનની પાછળના ભાગે રીચમોન્ડ પ્લાઝા આવેલું છે. જેમાં બીજા માળે કોરલ સ્પા નામની દુકાન છે. જેમાં વિદેશી યુવતીઓ મસાજના નામે કુટણખાનાઓ ચલાવી રહી છે..
આ બાતમી મળતાની સાથે જ પોલીસે આ જગ્યા પર દરોડા પાડવાનું નક્કી કરી નાખ્યું હતું. થાઈલેન્ડથી આવેલી આ યુવતીઓએ દેહવ્યાપાર કરીને સુરતને મીની થાઈલેન્ડ બનાવી દીધું છે. પોલીસે આ બાબતને લઈને કડક કાર્યવાહી શરૂ કરી છે. આ સ્પા સેન્ટર પર દરોડા પડતાની સાથે જ કુલ ૧૦ લોકો પકડાઇ ચૂક્યા છે..
જેમાં કુલ 10000 રૂપિયા રોકડા અને 7 મોબાઈલ ફોનની સાથે સાથે કુલ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સ્પા દિપક નામનો યુવક ચલાવી રહ્યો હતો. જેમાં વિદેશી યુપી સ્માઈલી પણ તેની સાથે જોડાયેલી હતી. આ મહિલા સ્માઈલીને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે. આ સ્પામાંથી એક ગ્રાહક પણ પકડાયો છે..
જેનું નામ અભિષેક લક્ષ્મણભાઈ છે. જે મૂળ શિવ શંકર પાર્વતી સોસાયટી વરાછામાં રહે છે .આ સ્પામાં મેનેજર તરીકે ગીતા નામની મહિલા કામ કરે છે. જે મૂળ સિક્કિમની છે. જ્યારે તેનું સંચાલન ઉમેશ નામનો યુવક કરે છે. જે ડિંડોલી વિસ્તારમાં રહે છે. આ તમામ લોકોને પકડીને ઉમરા પોલીસને સોંપી દેવામાં આવ્યા છે.. મસાજ સેન્ટર ની આડમાં ચાલતા કૂટણખાના અને પકડાવીને પોલીસ શહેરમાં રહેલી ગંદકીને સાફ કરી રહી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]