આજકાલના ડિજિટલ જમાનામાં સૌ લોકો મોબાઈલ સાથે ખૂબ જ સંકળાયેલા રહે છે. જો વ્યક્તિની પાસે તેનો મોબાઈલ ન હોય તો તેને શ્વાસ લેવામાં તકલીફ પડે એવી ગૂંગળામણ થવા લાગતી હોય છે. મોબાઈલ વગર એક મિનિટ પણ કોઈને ચાલતું નથી. હાલ સોશિયલ મીડિયાના યુગમાં લોકો એકબીજા સાથે મિત્રતા કરે છે.
સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતાને કારણે સરકારી ચોપડે ઘણા બધા ગુનાઓ પણ નોંધાઈ છે. સોશિયલ મીડિયામાં થયેલી મિત્રતાને ઘણાખરા લોકો દગા મા પરિવર્તન કરી નાખતા હોય છે. તેમજ ત્યારબાદ બ્લેકમેલ પણ કરે છે. જેના કારણે આપઘાત અને બદનામી જેવા કિસ્સાઓ સામે આવતા હોય છે..
હાલ સુરતના વરાછા વિસ્તારમાં વધુ એક હની ટ્રેપનો મામલો સામે આવ્યો છે. મોટાભાગે રૂપાળી અને સુંદર મહિલાઓને જોતાની સાથે જ યુવકોમાં તેની સાથે વાતચીત કરવાની તાલાવેલી જાગી ઊઠે છે. વરાછા વિસ્તારની રીના હિરપરા નામની એક મહિલા સોસીયલ મીડિયા મારફતે એક યુવકના સંપર્કમાં આવી હતી..
રીના નામની આ મહિલાએ યુવકનો મોબાઈલ નંબર લઈને તેની સાથે વાતચીત શરૂ કરી હતી અને મીઠી મીઠી વાતો કરીને યુવકને પોતાની વાતમાં ફોસલાવી લીધો હતો. ત્યારબાદ ધીમેધીમે વાત ખૂબ જ આગળ પહોંચી ગઈ હતી અને શરીર સંબંધ બાંધવા માટે મહિલાએ યુવકને વરાછાના ભગીરથ સોસાયટી ખાતે બોલાવ્યો હતો..
આ યુવક એટલો બધો મોહી ગયો હતો કે તેરી રીનાની વાતમાં આવી ગયો હતો અને ભગીરથ સોસાયટીમાં પહોંચી ગયો હતો. જેના રીના પોતાના સાગરિતો પહેલાથી જ હાજર હતા. તેઓએ યુવક નો ફોટો પાડી લીધો હતો અને યુવકો તે યુવતી ઉપર .બ.ળા.ત્કા.ર. ગુજારવા માટે આવ્યો છે..
એવી જાણ ધમકીઓ આપી હતી અને .બ.ળા.ત્કા.ર.ના ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે તેવી પણ ધમકી આપી હતી. એટલા માટે યુવક ખૂબ જ ગભરાઈ ગયો હતો અને તે સાગરીતોની સામે પોપટ બની ગયો હતો અને તેઓ જે કે તે કરવા માટે રેડી થઈ ગયો હતો. રીના હિરપરાના સાગરીતોએ યુવક પાસેથી દસ લાખ રૂપિયાની માગણી કરી હતી..
પરંતુ યુવકની વાત આ ઘટનામાં અઢી લાખ રૂપિયામાં પતાવટ કરવાનું નક્કી કર્યું હતું. જેમાંથી યુવકે દોઢ લાખ રૂપિયા તાત્કાલિક મંગાવી ને યુવતીને આપી પણ દીધા હતા. બાકીના રૂપિયા લેવા માટે યુવતીના સાગરીતો આ યુવકને વારંવાર હેરાન પરેશાન કરતા હતા. એટલા માટે યુવકે કંટાળી જઈને વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી છે..
યુવકને બદનામી થવાના ડરને કારણે દોઢ લાખ રૂપિયા નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. હકીકતમાં સોશિયલ મીડિયામાં આપણે જે કોઇ વ્યક્તિને ઓળખતો હોય તેવા લોકોની સાથે વાતચીત કરવી ખૂબ જ ગંભીર પરિણામો સાબિત કરી શકે છે. કારણ કે હાલ કયા વ્યક્તિ કેવા પ્રકારની માનસિકતા ધરાવતા હોય અને વિચારધારા ધરાવતા હોય તે નક્કી હોતું નથી. આજકાલના સમયમાં ડિજિટલ માધ્યમથી કોઈપણ વ્યક્તિનો વિશ્વાસ કરી શકાય નહીં.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]