કામકાજની વાતોને લઈને અવાર નવાર પુરુષો સ્ત્રીઓને માળતા હોય છે. તેમજ સ્ત્રીઓ પણ પુરુષોને મળતી હોય છે. સુરતના મહિલા વકીલની ઓફિસ વેડરોડ વિસ્તારમાં ચાલી રહી છે. 2019માં એક કેસ માટે નાનપુરા આનંદ હોસ્પિટલની બાજુમાં નીરવ દૂધવાળા નામના વકીલની ઓફિસ છે. તેમનો સંપર્ક મહિલા વકીલે કર્યો હતો.
આ બંને વકીલે ભેગા મળીને એક કેસમાં કામ કર્યું હતું. ત્યારબાદ નીરવ મહિલા વકીલને મેસેજ કરતો હતો અને અવારનવાર ચા અને કોફી પીવા માટે જુદી જુદી જગ્યાઓ ઓફર કરતો હતો. તેઓ બંને એકબીજાને મળવા લાગ્યા હતા. છેલ્લા દિવસની અંદર અંદર તેઓ વેસુ વિસ્તારના એક કેફેમાં કોફી પીવા માટે પણ ગયા હતા..
આ ઉપરાંત નિરવ અને મહિલા વકીલ બને ઉદયપુર ત્રણ દિવસ સુધી સાથે પણ ફર્યા હતા. તેઓ જ્યારે ઉદેપુરથી પરત આવ્યા ત્યારે નીરવ મહિલા વકીલે કહેતો હતો કે હું તને મારી પત્નીની જેમ સાચવીશ, તને મારી પત્નીનો દરજ્જો આપી દઈશ, હું મારી પત્નીને સમજાવીશ અને છૂટાછેડા લઇ લઈશ..
જો ન માને તો તેને હું મૂકી દઈશ. આ ઉપરાંત નીરવ દૂધવાલા એ જણાવ્યું હતું કે તેના માતા-પિતા પણ નીરવ જેમ કહે તેમ જ કરે છે. એટલા માટે આપણા સંબંધને સ્વીકારી લેશે. આવી બધી વાતો કહીને નીરવે મહિલા વકીલને ઓફિસમાં સાંજના સમયે આ મહિલાને બોલાવી હતી અને વારંવાર શરીરસુખ માણ્યું હતું..
સમય જતાંની સાથે જ મહિલા વકીલે લગ્નની જીદ શરૂ કરી દીધી હતી. એટલા માટે નિરવે સેલવાસના એક મંદિરમાં મિત્રોની મદદથી ત્રણ જણા ની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેમજ તેની સામે આવેલા એક રીસોર્ટ માં તેઓ રોકાયા હતા. આ ઉપરાંત નીરવ તેની ઓફિસની સાથે સાથે બારડોલીના ફાર્મ હાઉસમાં ૨૫ વખત તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો.
છેલ્લા 15 દિવસ પહેલા નીરવ મહિલા વકીલની ઓફિસમાં ઘુસી ગયો હતો અને તેને કહેવા લાગ્યો હતો કે આપણે સાયણ નજીકના એક વોટર પાર્કમાં ફરવા જવાનું છે. પરંતુ મહિલા વકીલે ના પાડી હતી. એટલા માટે તે મહિલા વકીલે હાથે બટકું ભરી ને ત્યાંથી ભાગી ગયો હતો તેમજ ત્યારબાદ તેને પત્ની તરીકે નહીં સાચવી શકે તેમ કહી દીધું હતું.
ત્યારબાદ તે ઝઘડો કરવા લાગ્યો હતો. અને બીજા દિવસે તેણે ફોન બંધ કરી દીધો હતો. એવામાં મહિલા વકીલે નિરવની પત્ની હેતલને ફોન કર્યો હતો. અને તેને બધી જ વાત જણાવી હતી કે, નીરવ સાથે તેના લગ્ન સેલવાસના એક મંદિરમાં થઈ ચૂક્યા છે. અને તે મને ખૂબ જ પ્રેમ કરે છે. પરંતુ આ સાંભળતાની સાથે જ નિરવની પત્ની હેતલ મહિલા વકીલ સાથે ઝઘડો કરવા લાગી હતી..
આ વાતની જાણ જ્યારે નીરવને થઇ ત્યારે તેને પણ મહિલા વકીલે કહી દીધું હતું કે, મારે હવે તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનો નથી. એમ કહીને તમામ સંબંધ તોડી નાખ્યા હતા. મહિલાએ નીરવ દૂધવાલા નામના વકીલ સામે અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા જણાવ્યું છે કે, આ વ્યક્તિએ તેની સાથે 25 થી વધુ વખત શારીરિક સંબંધ બાંધ્યો છે. અને તેના પર .દુ.ષ્ક.ર્મ. ગુજાર્યું છે. પોલીસે આ મામલો દાખલ કર્યો છે. અને આગળની તપાસ શરૂ કરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]