Breaking News

સુરતમાં ગેમ રમવાની બાબતે છોકરાએ તેના સગા બાપને મારી નાખ્યો.. ગેમ રમતા બાળકોના માતા-પિતા ખાસ વાંચે !

ઓનલાઈનના આ ઘોર કાળા જમાનામાં ડીજીટલ ગુનાઓ વધી ગયા છે. લોકો બદલો લેવા માટે નત નવીન કીમિયાઓ ગોતી પાડે છે અને ત્યાર બાદ તેને અંજામ આપે છે. મોબાઈલની સંકુચિત દુનિયાએ બાળકોના મનને જકડી રાખ્યા છે અને વિચિત્ર વિચારો સુજ્વાડીને ખોટા માર્ગે દોરે છે.

સુરતમાં આજે એક એવી ઘટના સામે આવી છે કે તે વાંચીને તમે પણ તમારા બાળકને મોબાઈલની લત છોડાવવા કામ ચાલુ કરી દેશો.. જી હા, સુરતના હજીરા રોડ પર આવેલ કવાસ ગામમાં રહેતા એક પરિવાર પર એવી આફત આવી પડી છે કે જેને વર્ણવતા પણ દુઃખ થાય છે. પરિવાર એકદમ સુખી રીતે પોતાનું જીવન પસાર કરતુ હતું. પરતું એક દિવસ સગીરએ એવી હરકતો કરી નાખી કે તેણે તેના સગા બાપનો જીવ અંચકાયા વગર લઈ લીધો.

17 વર્ષના બાળકને મોબાઈલમાં ગેમ રમવાની લત લાગી ગઈ હતી. અભ્યાસમાં પુરતુ ધ્યાન દેતો ન હોવાથી પિતાએ બાળકનો મોબાઈલ લઈ લીધો હતો. બસ આ જ વાત પર બાળકના મનમાં એવા વિચારો આવવા લાગ્યા કે તેણે તેના બાપ પર સપાટો બોલાવીને ગળુ દાબી દીધુ હતું. અને પિતાનો મોત થયું હતું. ત્યાના રહેવાસીઓને તો અકસ્માત થયો છે એવું કહીને મામલો દાબી દીધો હતો.

આ ઘટના બન્યા બાદ પુત્રએ પોતાના પિતાને નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને દાખલ કરતી વખતે એવું બહાનું બતાવ્યું હતું કે તમે જાણીને અચંભિત થઈ જશો. બાળકે હોસ્પિટલમાં જણાવ્યું હતું કે પોતાના પિતા 6 દિવસ પહેલા બાથરૂમમાં પડી ગયા હતા તેથી તેઓને અંદરના ભાગે ઉજા થઈ હતી.

તેથી તેઓનું મોત થયું છે. પરતું સિવિલ હોસ્પિટલની તપાસ દરમિયાન જણાયું કે પિતાને ગળુ દાબીને મારવામાં આવ્યા છે તો તેઓએ તરત જ ઇચ્છાપોર પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણ થતા જ પોલીસે ગુનો નોંધ્યો હતો. આરોપી સગીર હોવાથી તેને ડીટેઈન કરવામાં આવ્યો હતો.

સગીરને ગેમ રમવામા, હિંસક મુવી અને સીરીઝ જોવામાં તેમજ મોબાઈલની અન્ય પ્રવુતિઓમાં પોતાના પિતા નડતા હોવાથી આ પગલું ભર્યું હતું તેવું સામે આવ્યું છે. મોબાઇલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ ફોન લઇ લીધો હતો. આ ઘટનાએ વધુ એક વખત સગીરોમાં બાળકોમાં વધી રહેલાં મોબાઇલ ફોનના એડિક્શન ને રોકવા માટે ઈશારો કર્યો છે. જો વસ્તુ કન્ટ્રોલમાં નહી રહે તો આવનારી પેઢીમાં હજુ પણ વધારે આવા કિસ્સાઓ જોવા મળી શકે છે.

વાલીઓએ પણ પોતાના બાળકો પર ધ્યાન આપવું જોઈએ કે પોતાનું સંતાન શુ કરે છે. મોબાઈલનો ઉપયોગ ક્યાં અને કેમ કરે છે. આજે આ ઘટનાએ તમામ વાલીઓને ચોંકાવી દીધા છે. આરોપીએ માતાને પણ ગેરમાર્ગે દોરી હતી. મંગળવારે સાંજે પિતા સાથે મોબાઇલ ફોન ગેમ રમવાની બાબતે ઝઘડો થતા પુત્રએ પિતાનું ગળું દબાવી દીધું હતું. માતાને પણ સાચી હકીકત જણાવી ન હતી. જોકે પતિની હત્યા પુત્રએ કરી હોવાનું બહાર આવતાં માતા પોતે ફરિયાદી બની હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *