જે રીતે છેલ્લા કેટલાક સમય માં વધતો ડિજિટલ જમાના ની સાથે સાથે વાત કરવામાં આવે તો જ્યારથી કોરોના મહામારી આવી અને પછી થી જે રીતે નાના બાળકો ને પણ ઓનલાઇન અભ્યાસ માટે મોબાઈલ અને વિવિધ ઈન્ટરનેટ ના સાધનો સાથે જેમ જેમ વધુ જોડાણ થતું ગયું એ જ રીતે તેના સફળ પરિણામો ની સાથે કેટકેટલાય ગંભીર પરિણામો પણ આપણી સામે આવતા જોવાય રહ્યા છે.
વિધાર્થીઓ વધુ ને વધુ મોબાઈલ પ્રેમી બન્યા ત્યારે તેઓ નો રસ ઓફલાઈન શિક્ષણ પરથી સતત હટતો રહ્યો છે જેના કારણે હવે તો વાલીઓમાં પણ અનેક રીતે ચિંતાનો વિષય દેખાય રહ્યો છે આ ઉપરાંત આ પ્રકારની તમામ પ્રવુતિઓ બાળકના ઉજ્જવળ ભવિષ્યમાં ખુબ જ મોટા પ્રમાણ માં બાધા રૂપ સાબિત થઈ શકે છે અને તેના કારણે જ સાવચેતી ખુબ જ જરૂરી બનતી જાય છે.
હાલમાં જે રીતે નાના બાળકો મોબાઈલ નો ઉપયોગ કરી રહ્યા જે તેમાં કયારેક એવા પગલાં ભરી લે કે જેનાથી પરિવારને પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે હાલ એવી જ એક તમામ વાલીઓ ની આંખો ખોલતી ઘટના સામે આવી છે જેની વિસ્તારમાં જો વાત કરવામાં આવે તો આ બનેલ ઘટનામાં નોયડામાં રહેતા પર્થલા ગામ ના એક પરિવાર સાથે બની છે.
આ ઘટનામાં પર્થલા ગામમાં એક પરિવાર રાજીખુશીથી ખુબ આનંદ પૂર્વક પોતાનું રોજીંદુ જીવન જીવતું રહેતું હતું.પરિવારમાં રહેતા સભ્યો ની વાત કરવામાં આવે તો પતિ-પત્ની, તેનો દીકરો અને તેમની પાંચ દીકરીઓ સાથે રહેતા હતા. આ ગામમાં રહેતા એવા બ્રિજેશ ભાઈ તેમના પરિવાર સાથે નોયડાના પર્થલા ગામમાં ફરુખાબાદથી સ્થળાંતરિત થઈ રહેવા આવ્યા હતા.
અને આ જ બૃજેશભાઈ નોયડા શહેરની એક ફેક્ટરીમાં કર્મચારી તરીકે પોતાની નોકરી કરતા હતા. અને આ બૃજેશભાઈને ચાર દીકરીઓમાં એકનો એક જ 13 વર્ષનો દીકરો હતો. જેનું નામ સુજીત હતું. સુજીત એક દિવસ સોશિયલ મીડિયાના વિડીયો જોતા-જોતા તેને સુપરમેનની જેમ જ ઉડીને વિડીયો બનાવવો હતો. તેના કારણે એક દિવસ તેની પાંચ બહેનો બહાર બેઠી હતી. અને આ સુજીત રૂમમાં અંદર જઈને તેની બહેનનો દુપટ્ટો માંગ્યો.
અને દુપટ્ટા લઈને દુપટ્ટાનો એક છેડો તેના ગળે બાંધી દીધો. અને એક છેડો રૂમની છત ઉપર બાંધી દીધો. પછી તે પ્લાસ્ટિકનો ડબ્બો નીચે મૂકીને તેની ઉપર ઉભો રહેવાનો પ્રયાસ કરતો હતો અને ઉભા-ઉભા તે આ સુપરમેનની જેમ ઉડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સુજીતે નીચે કુદકો માર્યો. અચાનક જ આ પ્લાસ્ટિકનો ડબ્બો નીચેથી આડો પડી જતા. તે લડકી પડયો. અને ગંભીર અકસ્માત સર્જાયો.
સૂચિતની બહેનો આ જોઈને રૂમમાં આવીને અચાનક બુમાબુમ કરવા લાગી. અને સુજીતની હાલત ગંભીર બની ગઇ હતી. અને ઘરના લોકો તરત જ રૂમમાં આવી ગયા હતા. અને સુજીત બેભાન થઇ ગયો હતો કેમકે એનો શ્વાસ ખુબ રૂંધાયો હતો. પછી સુજીતને બેભાન હાલતમાં નાયોડાની હોસ્પીટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં સારવાર દરમ્યાન સુજીતનું કરુણ મોત થયું હતું.
આ ઘટના અંગે નાયોડાના પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી. અને સુજીતના મૃત્યુની ખબર સાંભળીને તેની માતાને હોશ રહ્યો નહોતો. કારણ કે પોતાના એકના એક દીકરાનું આવી રીતે એકાએક મોત જોઇને તેને ધ્રાસકો લાગ્યો હતો. પોલીસ ને સુજીતનો આ વીડિયો મળ્યો હતો. અને પોલીસ તેની ખુબ જીણવટ પૂર્વક તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]