એકલી રેહતી દેખાવડી યુવતીના ઘરમાં અજાણ્યા લોકોએ ઘુસીને કર્યો એવો કાંડ કે આખી સોસાયટી મોઢું ફાડીને જોતી રહી ગઈ..!

રોજબરોજની જિંદગીમાં હવે આપણે ડગલેને પગલે પણ આપણી સાથે કોઈ છેતરપિંડી કે કોઈ પણ અણઈચ્છનીય બનાવ ન બને તેનું ધ્યાન રાખવું પડે છે, કારણ કે અત્યારે જુદા-જુદા વિસ્તારોમાંથી રોજબરોજ એવી ઘણી બધી ઘટનાઓ સામે આવે છે. જેમાં સહેજ અમથી પણ બેદરકારીને કારણે કોઈ વ્યક્તિ સાથે ખૂબ જ બનાવો બની જતા હોય છે..

અત્યારે એકલવાયુ જીવન ગુજારતી એક દેખાવડી યુવતીના ઘરે એવડો મોટો કાંડ થઈ ગયો હતો કે, આખી સોસાયટી મોઢું ફાડીને જોતી જ રહી ગઈ હતી, આ ઘટના શહેરના બહારના ભાગે આવેલી પ્રણય પાર્ક સોસાયટીની છે. આ સોસાયટીમાં છુટા છવાયા કેટલાક મકાનો આવેલા છે. આ સોસાયટીમાં વૈશાલી નામની એક દેખાવડી યુવતી એકલવાયું જીવન જીવતી હતી..

વૈશાલીના લગ્ન થતાની સાથે જ માત્ર દોઢ વર્ષમાં તેના પતિનું એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું હતું, ત્યારબાદથી વૈશાલી અહીં એકલવાયું જીવન જીવતી અને અડોશ પડોશના લોકોને જ પોતાનો પરિવાર સમજતી હતી, તે મોટાભાગનો સમય તેમના આડોશી પડોશીઓ સાથે વિતાવતી અને પોતાને ઘરે ટ્યુશન ચલાવીને તે પૈસા પણ કમાતી હતી..

આ એકલવાયુ જીવન જીવતી વૈશાલીને જ્યારે પણ કોઈ મદદની જરૂર પડે ત્યારે સોસાયટીમાં રહેતા કેટલાક રહીશો તેની મદદએ આવી પહોંચતા હતા, એક દિવસ સવારના સમયે સોસાયટીના લોકો મોઢું ફાડીને જોતા રહી જાય તેવો બનાવ બની ગયો હતો. સાંજના સમયે ભોજન લીધા બાદ વૈશાલી પોતાની રૂમમાં સુઈ ગઈ હતી..

જ્યારે વહેલી સવારે તે પાણી પીવા માટે જાગી ત્યારે તેને જોયું તો તેના ઘરની અંદર કેટલા અજાણ્યા લોકો ઘૂસી ગયા હતા, અને ઘરની અંદર કોઈ કીમતી ચીજ વસ્તુઓ શોધી રહ્યા હતા. તેને શંકા ગઈ કે નક્કી તેના ઘરે ચોરી કરવા માટે આવ્યા છે. બસ એટલું સમજાતાની સાથે જ તે જોરજોરથી બૂમાબૂમ કરવા લાગી હતી..

આ ચીખો સાંભળીને આસપાસના પડેશીઓ પણ ત્યાં આવી પહોંચ્યા અને વિચારવા લાગ્યા કે, અંતે વૈશાલીના ઘરે એવું તો શું થયું છે કે, વૈશાલી જોરજોરથી બૂમાબુમ કરી રહી છે. જ્યારે તેઓ વૈશાલીના ઘરની નજીક પહોંચ્યા ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા હતા. કારણકે તેઓએ જોયું કે, વૈશાલીના ઘરેથી કુલ ત્રણ થી ચાર જેટલા ચોર લૂંટારા મોઢે રૂમાલ બાંધીને બહાર નીકળી રહ્યા છે..

અને તેમની પાસે કિંમતી સામાન પણ હતો, આ ઉપરાંત વૈશાલીને તેઓએ માથાના ભાગે ઊંડો ઘા મારીને નીચે ઢાળી દીધી હતી. આ દ્રશ્ય જોતા સૌ કોઈ લોકો મોઢું ફાડી ગયા હતા, તાત્કાલિક ધોરણે તેઓ વૈશાલીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવા લઈ ગયા હતા. તો બીજી બાજુ કેટલાક યુવકો આ ચોર લૂંટારાનો પીછો કરવા લાગ્યા..

પરંતુ આ લૂંટારાઓ તેમને હાથે ચડી શક્યા નહીં, તેઓ તાબડતોબ નજીકના પોલીસ સ્ટેશનના પણ આ ચોર લુટારાઓ વિશે જાણકારી પહોંચાડી દેવામાં આવી હતી અને પોલીસની પેટ્રોલિંગની ટીમોએ આ ત્રણથી ચાર ચોરોમાંથી એક વ્યક્તિની ધરપકડ પણ કરી લીધી છે, જ્યારે બાકીના વ્યક્તિઓ હાલ ફરાર છે..

આ ઘટનાને લઈને ચારેકોર ચકચાર મચી જવા પામ્યો હતો, તો બીજી બાજુ સોસાયટીના તમામ રહીશોમાં દોડધામ મચી ગઈ હતી. આ અગાઉ પણ ચોરી લૂંટફાટને એવા ઘણા બધા ચોકાવનારા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. જેણે ભલભલા લોકોને ચોંકાવી દીધા છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment