સોસાયટીના બંધ મકાનમાં 5 મહિલાઓ અને 4 પુરુષો કરતા હતા કાળા કામ, પોલીસને જોઈ થર થર ધ્રુજવા લાગ્યા..

અમુક લોકો પોતાની ખરાબ આદતો અને ખરાબ લક્ષણોના કારણે બદનામ થતા હોય છે. એક વખત સમાજમાં કોઈપણ વ્યક્તિનું માન સન્માન જતું રહે ત્યાર બાદ એ માન સન્માનને પાછું મેળવવું ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે પરિવાર કે સમાજના વ્યક્તિઓએ જે વ્યક્તિ ઉપર વિશ્વાસ મૂક્યો હોય તે જ વ્યક્તિ કાળા કાળામાં સાથે જોડાયેલો હોય અને પોતાની ખરાબ બાબતોને કારણે બદનામ થતો હોય..

તેવા વ્યક્તિને બીજી વખત કોઈ પણ બોલાવતું નથી. જીવનમાં ડગલેને પગલે બદનામીનું ધ્યાન રાખીને જીવન જીવવું જોઈએ અને પોતાની દરેક પ્રવૃત્તિઓને કંટ્રોલમાં રાખી અન્ય વ્યક્તિઓને અગવડતા ન પડે એવું વર્તન આચરવું જોઈએ. હાલ પાંચ મહિલાઓ અને ચાર પુરુષો સહિત કુલ નવ વ્યક્તિઓનું જીવન બરબાદ થઈ જવા ઉપર આવી ગયો છે..

કારણ કે તેઓ ખૂબ જ ખોટા કારનામા સાથે જોડાયેલા હતા અને ખૂબ જ ખોટી પ્રવૃત્તિ કરતા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. જામનગર શહેરના ગોકુલ નગર વિસ્તારમાં શિવનગર સોસાયટી આવેલી છે. જ્યાં એક બંધ મકાનની અંદર પાંચ મહિલાઓની સાથે સાથે ચાર પુરુષો ખૂબ જ ખોટા કામ કરતા હતા.

શહેરની સી ડિવિઝન પોલીસને માહિતી મળી હતી એ મુજબ તેઓએ શિવ નગર સોસાયટીના શેરી નંબર એકની અંદર બંધ મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યારે આ મકાનની અંદર ઘૂસીને તપાસ ચલાવવામાં આવી ત્યારે અંદર રહેલા પુરુષો તેમજ મહિલાઓ ભયભીત થઈ ગયા હતા અને તેઓ હડીયાપાટી કરવા લાગ્યા હતા..

આ મકાનની અંદર ભોજાભાઇ રમણભાઈ, જેઠાભાઈ સાજણભાઈ, મુકેશભાઈ જીવાભાઈ, જયંતીભાઈ કરશનભાઈ નામના ચાર પુરુષો તેમજ તેમની સાથે સાથે સવધીબેન ભીખાભાઈ, સવધીબેન ભોજાભાઇ, ભીની ભીખાભાઇ, ઉષાબેન રણછોડભાઈ તેમજ રસીલાબેન બાબુભાઈ નામની પાંચ મહિલાઓ પણ સામેલ હતી..

તેઓ આ બંધ મકાનની અંદર જુગારનો ખેલ રમતા હોય તેવી માહિતી પોલીસને મળી હતી. આ માહિતીના આધારે પોલીસે તપાસ ચલાવી હતી અને આ મકાન પર દરોડો પાડીને તપાસ ચલાવવામાં આવી અને જોયું તો આ તમામ વ્યક્તિ બંધ મકાનની અંદર જુગારનો ખેલ રમી રહ્યા હતા.

તેઓને તાત્કાલિક પકડી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત મકાનની અંદર રહેલા ચીજ વસ્તુઓને પણ કબજે કરવામાં આવી હતી. તેઓની પાસેથી કુલ 12000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત આ નવ વ્યક્તિ સામે જુગાર ધારાની કલમો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

છેલ્લા એક મહિનાની અંદર અંદર શહેરમાં જુગારીઓ સક્રિય થયા હતા. સમગ્ર ગુજરાત રાજ્યમાં પોલીસે તપાસ ચલાવીને અઢળક સંખ્યામાં જુગારીઓને પકડી પાડ્યા છે. કેટલાક જુગારીઓ તો ખૂબ જ ભેજાબાજ બનીને જુદા જુદા કીમીયાવો અપનાવી પોલીસની નજરથી બચવાનો પ્રયત્ન કરતા હોય છે..

જેમાં વડોદરા શહેરની અંદર પાંચ કરતાં વધારે જુગારીઓ બંધ ટેમ્પાના શટર પાડી તેની અંદર જુગારનો ખેલ રમતા હતા. પરંતુ પોલીસને શટર ઊંચું કરી આ તમામ લોકોનો પરદાફાશ કર્યો હતો. અને તેમની કાળી પ્રવૃત્તિઓને સૌ કોઈ લોકોની સમક્ષ રજૂ કરી તેમને કડકમાં કડક સજા કરવાની કવાયત હાથ ધરી હતી..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment