મોટાભાગના શહેરમાં નગરપાલિકા અને મહાનગરપાલિકા નાગરિકોના ઘર સુધી કચરો લેવા માટે જાણે છે. જ્યારે આ ટેમ્પો નાગરિકોની સોસાયટી સુધી પહોંચે છે. ત્યારે સોસાયટીની સૌ કોઈ મહિલા કચરાની ડોલ લઈને ટેમ્પો ઠાલવવા માટે પહોંચી જાય છે. આ એક સુવ્યવસ્થિત યોજના છે કે, જેના થકી શહેરના દરેક નાગરિકો ના ઘરે ઘરે જઈને કચરો એકઠો કરવામાં આવે છે..
ત્યારબાદ ટેમ્પા ની અંદર બે થી ત્રણ વ્યક્તિઓ પણ હાજર હોય છે. જે નાગરિકોએ એકઠું કરીને આપેલા કચરામાંથી સૂકો કચરો અને ભીનો કચરો જુદો કરે છે. આ ઉપરાંત જે વસ્તુ રિસાયકલ થતી હોય તે વસ્તુને પણ જુદી કરવામાં આવે છે અને જે વસ્તુ માંથી કોમ્ફર્ટ ખાતર બનાવવામાં આવે તે વસ્તુને પણ જુદી પાડવામાં આવે છે..
જ્યારે કોઈ સોસાયટીમાં કચરાનો ટેમ્પા આવી પહોંચે છે. ત્યારે ત્યાં ખૂબ જ ભીડ સર્જાઈ જતી હોય છે. પરંતુ અત્યારે આ કચરાના ટેમ્પા અંદરથી એક એવી ચીજ વસ્તુ મળી છે કે, તેને જોતાની સાથે જ ત્યાં કચરો નાખવા માટે આવેલી મહિલાઓ ડોલ લઈને ભાગવા લાગી હતી. આ ઘટના શહેરની જીયાન્સ નગર ફાટક પાસે આવેલી પ્રેસિડેન્સી સોસાયટીની છે..
આ સોસાયટીમાં બપોરના સમય જ્યારે કચરો લેવા માટે ટેમ્પો આવ્યો ત્યારે સોસાયટીની મહિલાઓ કચરો ફેકવા માટે પહોંચી હતી. વારાફરતી દરેક વ્યક્તિની ડોલમાંથી કચરો ફેંકવામાં આવતો હતો. આ સમય દરમિયાન ટેમ્પાની અંદર રહેલા બે વ્યક્તિ જે કચરો છૂટું પાડતા હતા તેઓને એક ડોલમાંથી કચરો છૂટો કરતી વખતે એક સાથે ચાર કપાયેલી આંગળીઓ મળી આવી હતી..
આ કપાયેલી આંગળીઓને જોઈને તેઓના હોશ ઉડી ગયા હતા. આ આંગળીઓ કઈ મહિલાની કચરાની ડોલમાંથી નીકળી આવી છે. તે જાણવા માટે તેઓએ હોબાળો કરી દીધો હતો. ત્યાં ઘણી બધી મહિલાઓ હાજર હતી એટલા માટે કઈ વ્યક્તિની ડોલમાંથી આ કચરો બહાર નીકળ્યો છે. તેની જાણકારી મેળવી શકાય નહીં..
આ ઉપરાંત જ્યારે અન્ય વ્યક્તિઓને જાણકારી મળી કે, કચરાની ડોલમાંથી કપાયેલી ચાર આંગળીઓ મળે છે. ત્યારે સૌ કોઈ મહિલા ડોલ લઈને ત્યાંથી ભાગવા લાગી હતી. આમાંથી કઈ મહિલાની ડોલમાંથી આંગળીઓ મળી છે. તેની હજુ સુધી પણ જાણકારી મળી નથી. પરંતુ ટેમ્પોની અંદર રહેલા વ્યક્તિઓએ આ કપાયેલી આંગળીઓને ટેમ્પાની બહાર ફેંકી દીધી હતી..
ત્યારબાદ ત્યાંના રહીશ હોય તેને એક કોથળામાં પૂરીને પોલીસ તંત્રની મદદ લઈ તેમને સોંપી દીધી છે. જ્યારે સોસાયટીમાં ઘટના સામે આવી ત્યારે સોસાયટીના પ્રમુખશ્રીની સાથે સાથે સૌ કોઈ લોકો હચમચી ગયા છે. પોલીસની ટીમ ત્યાં પહોંચી આવી છે. અને જરૂરી તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાની મદદ પણ લેવાશે.
કેટલાક લોકોનું કહેવું છે કે, આ બાબતને લઈને ચોક્કસ તપાસ ચલાવવામાં આવે કારણ કે આમાં લોકો જ ગંભીર મામલો સાબિત થઈ શકે છે. જો કપાયેલી ચાર આંગળીઓ મળી શકતી હોય તો શું ખબર કોઈ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય એટલા માટે દરેક થી દરેક નાની નાની ચીજ વસ્તુઓની પણ તપાસ થવી ખૂબ જ જરૂરી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]