પેટ્રોલ ડિઝલના ભાવની સાથે સોનાના ભાવ પણ કેવી રીતે વધઘટ થતા હોય છે કે જેનો આધાર દેશના અર્થતંત્ર અને દેશના વેપાર ઉપર રહેલો છે. રોજ રોજ સોનાના ભાવમાં વધારો અને ઘટાડો નોંધાતો હોય છે. છેલ્લા બે મહિનાની વાત કરીએ તો સોનાના ભાવમાં દિનપ્રતિદિન ઘટાડો જોવા મળ્યો છે..
હાલ સોનાના ભાવમાં આટલો બધો ઘટાડો થયો છે કે સોનું ખરીદવા માટે સોની બજારમાં લાંબી લાઈનો પણ લાગવા લાગી છે. સોનાનો ભાવ હાલ 50000 રૂપિયા બોલી રહ્યો છે. તો બીજી બાજુ ચાંદીના ભાવમાં પણ ઘટાડો થતાની સાથે ચાંદી 60000 પર કિલોગ્રામ એ આવી પહોંચી છે.
સોનાના ભાવ બે મહિના પહેલાં 55 થી 58 હજાર સુધી ચાલ્યો ગયો હતો. પરંતુ દિનપ્રતિદિન સતત ઘટાડાને કારણે સોનાનો ભાવ પચાસ હજાર રૂપિયાએ પહોંચ્યો છે. અને આવનારા બે અઠવાડીયાની અંદર હજુ પણ આ ભાવ 48 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી જશે તેવી મોટા મોટા વેપારીઓ આશંકા વ્યક્ત કરી છે.
24 કેરેટ સોનાનો ભાવ બજારમાં 52 હજાર રૂપિયા બોલી રહ્યો છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 50 હજાર રૂપિયા બોલાવી રહ્યો છે. આ ઉપરાંત મોટી મોટી કંપનીઓએ પણ જણાવ્યું છે કે, આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં સતત વધઘટ થતી દેખાય છે. તેમ જ ખૂબ મોટા ઉછાળા અને ખૂબ મોટાં ધરખમ ઘટાડા પણ જોવા મળશે..
હાલ રોકાણકારો અને સોના ચાંદીની રોજબરોજની ખરીદી કરવા વાળા લોકો માટે ખૂબ જ સારા સમાચાર આવ્યા છે. કારણ કે હાલ ભાવ ઘટવાની સાથે જ રોકાણકારો સોનું ખરીદવા માટે પણ પડાપડી બોલાવી રહ્યા છે. પરંતુ ચાંદી ખરીદતા સમયે ખૂબ જ સાવચેતી રાખવી પડશે કારણ કે ચાંદીના ભાવ આવનારા સમયમાં ખૂબ વધારે માત્રામાં ઘટશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
છેલ્લા બે મહિનાની અંદર 24 કેરેટ સોનામાં આશરે પાંચ હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો ચાંદીમાં પણ સાત હજાર રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જેમ જેમ સાતમ-આઠમના તહેવારો નજીક આવતા જશે. તેમજ સોના ચાંદીના ભાવ ઘટાડો કે વધારો વધારે શક્યતા રહેલી છે. કારણ કે આ તહેવાર ઉપર લોકો સોના-ચાંદીની ભરપૂર પ્રમાણમાં ખરીદી કરે છે..
આ ઉપરાંત દિવાળીના સમયે ધનતેરસ અને લગ્નની ખરીદી ચાલુ થતા જ સોનાના ભાવમાં વધુ એક ઉછાળો આવે તેવું લાગી રહ્યું છે, એવા સમયે સોના ચાંદી ના બજાર ભાવ કઈ સપાટીએ પહોંચેલા હશે તે જાણવા સૌ કોઈ લોકો રાહ જોઈને બેઠા છે. મોટા મોટા વેપારીઓ હાલ સોનું ખરીદવાની સલાહ આપી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]