સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં વિશ્વના મોટા મોટા રોકાણકારો ખૂબ મોટું રોકાણ કરે છે. સોના અને ચાંદીના ભાવ સમગ્ર વૈશ્વિક બજારોને ધ્યાનમાં રાખીને વધઘટ થતા હોય છે. દુનિયાના કોઈપણ ખૂણે સહેજ અમથી હલચલ મચે એટલે તરત જ સોના-ચાંદીના ભાવમાં ખૂબ મોટા કડાકા બોલતા હોય છે..
તેમજ ક્યારેક ક્યારેક ખૂબ મોટા વધારો પણ થઇ જતા હોય છે. હાલ વૈશ્વિક માહોલ ખૂબ ખરાબ હોવાના કારણે સોના-ચાંદીના માર્કેટ ઉપર ખૂબ મોટી અસર દેખાઈ રહી છે. સોનાના ભાવમાં ચેતક ગતિએ વધારો થતાંની સાથે ગુજરાતના સોની બજારમાં અત્યાર સુધીની સૌથી મોટી મંદિના પડઘા પડી રહ્યા છે..
કારણકે સોનાનો ભાવ ત્રણ અઠવાડિયામાં છ થી સાત હજાર રૂપિયા જેટલો વધી ગયો છે. 24 કેરેટ એક તોલા સોનાની વાત કરીએ તો બે દિવસ પહેલા 52,500 રૂપિયા નોંધાયો હતો. પરંતુ માત્ર 3 અઠવાડિયા પહેલા ભાવ 55,000 હજારની સપાટીને પાર પહોંચી ગયો હતો. અને ત્યારબાદ ધીમેધીમે ઘટીને 52,000 એ સ્થિર થયો છે.
માત્ર બે જ દિવસમાં 3000 રૂપિયાના ભાવ વધારાની સાથે સોની માર્કેટમાં મંદીની લહેર છવાઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. કારણ કે આટલા મોટા ભાવ વધારાના કારણે કોઈપણ લોકો સોનું ખરીદી કરવા માટે સોની બજારમાં પગ મૂકતા નથી. સૌ કોઈ લોકો સોનાના નીચા ભાવની રાહ જોઈને બેઠા છે..
પરંતુ હવે સોનાનો નીચો ભાવ જોવા મળશે કે નહીં એ તો આવનારો સમય જ નક્કી કરશે. સોનાનું માર્કેટ રાત્રિના સમય દરમિયાન પણ ચાલુ હોય છે. છેલ્લા દોઢ મહિનાની મહત્તમ સપાટીએ એટલેકે ૫૭ હજાર રૂપિયાની સપાટી સુધી સોનાનો ભાવ રાત્રિના સમય દરમિયાન નોંધાયો હતો..
તો એક કિલો ચાંદીએ 3600 રૂપિયા જેટલો જંગી ઘટાડો થયો છે. એકસાથે એટલા બધા ભાવ વધવાને કારણે સોનુ ચાંદી ખરીદનાર લોકો ખરીદી ન કરવામાં મન બનાવી રહ્યા છે. સોના-ચાંદીના માર્કેટમા થોડા જ દિવસોમાં ખૂબ મોટા ભાવ વધારાને કારણે મંદિર દેખાઈ રહી છે. આ મંદિ દરમિયાન દરેક શહેરના સોની માર્કેટોમાં વેપાર ધંધો ખૂબ જ નબળો દેખાઈ આવે છે..
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]