સોના-ચાંદીના ભાવમાં ખુબ મોટો ઉછાળો નોંધાયો, સોનું ખરીદતા પહેલા આજે જ જાણી લો તાજા બજાર ભાવ..!

સોના ચાંદીના ભાવો રોજ બરોજ વધઘટ થતા રહે છે, ક્યારેક વધે છે તો ક્યારેક ઘટે છે, જે લોકો પાસે ખુબ જ નીચી કિંમતનું સોનું રહેલું છે તેઓ ભાવ વધવાને કારણે ખુશ થાય છે કે અમારી પાસે રહેલા સોનાના ભાવ વધી રહ્યા છે અને અમે નફો મેળવી રહ્યા છીએ, પરતું જે લોકોને સોનું ખરીદવું છે તેમજ જેમના ઘરે કોઈ શુભ પ્રસંગ આવી પડ્યો હોઈ અને સોનું ખરીદવું હોઈ તેવા લોકોને માટે આ ભાવ ખુબ જ વધારે લાગી રહ્યા છે..

કારણ કે કોરોનાના સમય બાદ પણ સોનાના ભાવમાં ખુબ જ વધારો જોવા મળી રહ્યો છે. સોનું લાંબા ગાળા માટે હમેશા નવી નવી ઊંચાઈને અડકવા લાગ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે સોનું ખરીદવાની વિચારધારા રાખનાર લોકોને કઈપણ વિચાર કર્યા વગર જ સોનું ખરીદી લેવું જોઈએ કારણ કે દિનપ્રતિદિન સોનાના ભાવ વધવાના જ છે..

જો આજે નહી ખરીદી શકો તો ક્યારેય નહી ખરીદી શકો તેના જેવી સ્થિતિ પણ સર્જાતી હોઈ છે. પરતું વેશ્વિક બજારોનું એનાલીસીસ અને સોનીની સલાહ લીધા બાદ સોના ખરીદવા જવું જોઈએ. હાલ સોના ચાંદીના ભાવમાં ખુબ મોટો ઉછાળો નોંધાયો છે. છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવે ખરીદી કરનાર લોકોને હતાશામાં ડુબાડી દીધા છે.

હાલના તાજા ભાવની વાત કરીએ તો અત્યારે સોનાનો ભાવ 52,630 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે જયારે ચાંદીનો ભાવ 59,500 નોંધાયો છે. આ ભાવ માત્ર એક અઠવાડીયા પહેલા 500 થી 1000 રૂપિયા જેટલો સસ્તો હતો. કહેવાઈ રહ્યું છે કે,  વૈશ્વિક સ્તરે રિકવરીનો મોડ જોવા મળી રહ્યો છે.

કેટલાક દેશોમાં મોંઘવારી પણ ઘટવા લાગી છે. જેના કારણે આગળ જતા વ્યાજદરમાં વધારો ધીમો પડશે, અને  ફોરેક્સ માર્કેટમાં ડોલર ઇન્ડેક્સ નબળો પડતા જ છેલ્લા એકાદ સપ્તાહથી સોના-ચાંદીમાં મજબૂત સ્થિતી રહી છે. આ ઉપરાંત સોનાના મોટા વેપારીઓ જણાવ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં ચાંદી રૂ.67000 અને સોનું વધી 56500ની સપાટી સુધી પહોંચે તેવું અનુમાન છે.

સોનાના ભાવ વિશ્વના બજારને ધ્યાનમાં રાખીને વધે છે. તેમજ વૈશ્વિક બજારમાં ચાલતી હલચલોના કારણે ઘટે છે. સોનાના ભાવમાં આધાર સંપૂર્ણ રીતે પેટ્રોલ-ડીઝલના ભાવના આધાર તેમજ વૈશ્વિક દુનિયામાં મચતી હલચલો ઉપર આધાર રાખે છે. વિશ્વમાં ચાલતા દેશો વચ્ચેના તણાવના કારણે પણ સોના ચાંદીના ભાવોમાં ખેંચતાણ જોવા મળે છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment