Breaking News

સોમનાથ મંદિરનો સુવર્ણ યુગ ચાલુ : મોદી કરશે અનેક કાર્યોના ઉધઘાટન !

જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમનાથને ચાર મોટી ભેટ આપવાના છે.  સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજે 4 પ્રોજેકટનું વર્ચ્યુલ લોકાર્પણ કરશે. સોમનાથ મહાદેવ મંદિર અને અરબી સમુદ્રની વચ્ચે બનાવેલા વોક વેને નરેન્દ્ર મોદી ખુલ્લો મુકશે. અહીંથી સોમનાથ મહાદેવ મંદિર અને સમુદ્રના ચાલતા ચાલતા દર્શન શ્રદ્ધાળુઓ કરી શકશે. એટલે કે સોમનાથ અને સમુદ્ર બંનેના અહીંથી જ દર્શન થશે.

વોક વે પરથી સોમનાથ અને સાગરનો નજારો એટલો ખૂબ સૂરત છે કે શ્રદ્ધાળુઓ અહીં જ થંભી જાય છે. મોટી સંખ્યામાં ભાવિકો વૉક વે પરથી સમુદ્ર અને સોમનાથ મહાદેવ મંદિરના દર્શન કરવાનું પસંદ કરી રહ્યા છે, તો બાળકો આ વૉક વે પર સાઈકલિંગ કરી શકે તેવી પણ વયસ્થા છે. આ વૉક વે સોમનાથ મંદિર પાછળથી ત્રિવેણી ઘાટ સુધી એટલે કે દોઢ કિંમી લમ્બો દરિયા કિનારે નિર્માણ પામ્યો છે, જે લગભગ 47 કરોડ ના ખર્ચે નિર્માણ પામ્યો છે.

જૂનું સોમનાથ મંદિર એટલે કે અહલ્યા બાઈ મંદિર, જે લગભગ 400 વર્ષ થી વધુ જૂનું મંદિર જેનું નવીની કરણ કરવામાં આવ્યું છે. અહલ્યા બાઇ મંદિરના નવીનીકરણને લઇ સ્થાનિક પુરોહિતોમાં ખુશી છવાય છે. જેટલુ જ સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ છે તેટલું જ અહીં અહલ્યા બાઈ મદિર નું મહત્વ છે.

સોમનાથનું ભવ્ય મ્યુઝિયમ, જે પૌરાણિક સોમનાથ મહાદેવ મંદિરની ભવ્યતાની યાદ અપાવે છે. આ મ્યુઝિયમ પણ આજે પ્રધાનમંત્રી વર્ચ્યુલ લોકાર્પણ દ્વારા ખુલ્લું મુકશે. લગભગ 1955ની આસપાસ સોમનાથ મહાદેવ મંદિર પરિસર આસપાસ  થેયેલા ખોદકામ માં સદીઓ પહેલા ધ્વંશ થયેલા સોમનાથ મંદિરના અવશેષ મળ્યા હતા, જે અવશેષો ને અહીં સાચવણી થઈ રહી છે.

સોમનાથ મહાદેવ મંદિરના અવશેષોની સાચવણી થઈ શકે સાથે જ લોકો તેને જોઈ શકે તેના વિશે જાણી શકે તે હેતુથી ભવ્ય મ્યુઝીયમ બનાવવામાં આવ્યું છે, જે પણ આજે પ્રધાન મંત્રી ભાવિકો માટે ખુલ્લું મુકશે. મ્યુઝીયમની અંદર તમામ અવસેસોની માહિતી પણ લખાયેલી છે, જેથી એ અવસેસ વિશે લોકોને સાચી અને સચોટ જાણકારી પણ મળે.

સોમનાથ મહાદેવ મંદિર પાસે જ આવેલા પાર્વતી મંદિરનું નિર્માણ કાર્ય માટે આજે પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ ખાતમુહુર્ત પણ કરવાના છે. લગભગ 30 કરોડ રૂપિયાના ખર્ચે પાર્વતી મંદિર નિર્માંણ પામશે. સદીયો પહેલા સોમનાથ અને પાર્વતીજી બન્ને મંદીરોને લૂંટી તોડી પડાયા હતા.જો કે, સોમનાથ મંદિર ઉભું કરી દેવાયું પરંતુ પાર્વતી મંદિર હજુ સુધી ઉભું ન થઈ શક્યું, આખરે હવે તે શક્ય બની રહ્યું છે અને તેનું હવે ખાતમુહુર્ત થશે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *