સોમનાથ દર્શન કરવા જતા પરિવારની કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાતા સાસુ-વહુના કરુણ મોત, જીવ થથરાવતો અકસ્માત..!

વાહન ચાલકોની સહેજ પણ ચૂક થઈ જાય કે, તેનું પરિણામ વાહનમાં બેઠેલા અન્ય લોકોને પણ ભોગવવું પડતું હોય છે અને ગમખ્વાર અકસ્માતનો સામનો કરવો પડે છે. આણંદ જિલ્લામાંથી પસાર થતા તારાપુર વાસદ હાઇવે ઉપર અવારનવાર અકસ્માતના બનાવો સામે આવતા હોય છે..

કારણ કે આ હાઇવે અંદાજે પાંચ વર્ષ બાદ બન્યો છે. તેમજ આ હાઈવે એટલો બધો સરસ તેમજ વાહનોને વધારે ગતિ આપે તે પ્રકારનો હોવાથી લોકો મન મૂકીને આ હાઇવે ઉપર ગાડીઓ ચલાવે છે. પરંતુ કારમાં બેઠેલા પરિવારજનોનું ધ્યાન રાખીને ગાડી હંમેશા ધીમી ચલાવી જોઈએ તેમજ ડ્રાઇવિંગના દરેક નિયમોને યાદ રાખવા જોઈએ..

ગઈકાલે તારાપુર વાસદ ધોરી માર્ગ ઉપર નાર ગામ પાસે એક કાર ડિવાઇડર સાથે અથડાઈને ગમખ્વાર અકસ્માત સર્જાઈ ગયો છે. મૂળ વડોદરા ના મોરનાકશેખર પ્રેમશેખર પ્રસાદના સંબંધીજનો સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જતા હતા. તેઓ સવારે તારાપુર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે નાર પાટીયા પાસે બ્રિજના ડિવાઈડર સાથે આ કાર ધડાકાભેર અથડાઈ ગઈ હતી..

આ કારમાં અભિજીત મંડલ પોતાના પરિવાર જનોની સાથે માતા કારની અંદર અભિજીતના પિતા અજીતભાઈ તેમનો પુત્ર વીર તેમજ તેમની માતા પૂર્વી બહેન અને તેમની પત્ની નિશાબેનનો સમાવેશ થતો હતો. આ તમામ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. આ અકસ્માત થયો ત્યારે તાત્કાલિક તેમને તારાપુરની હોસ્પિટલમાં અને ત્યારબાદ કરમસદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા..

પરંતુ આ અકસ્માતની અંદર અભિજીતની પત્ની નિશાબહેન કે જેમની ઉંમર 32 વર્ષની છે. તેમજ તેમની માતા પૂર્વી બહેન કે, જેમની ઉંમર 59 વર્ષની છે. તેમનું મૃત્યુ થઈ ચૂક્યું છે. ત્યારે અભિજીત તેમજ તેમના પિતા અજીત કુમાર અને તેમના દીકરા વીરને સારવાર માટે કૃષ્ણ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં સાસુ વહુનું મૃત્યુ થયું છે. જ્યારે પરિવારના અન્ય સભ્યો ખૂબ જ ઈજાગ્રસ્ત છે. આ અકસ્માત સર્જાયા બાદ કારનો બુકડો વળી ગયો હતો. ત્યાંના સ્થાનિક લોકોએ આ કારને સીધી કરી હતી અને ત્યારબાદ હાઇવેને ખુલ્લો મુક્યો હતો. આ અકસ્માત આટલો બધો ભયંકર હતો કે, જોનાર વ્યક્તિ પણ આંખો મીચી ગયા છે..

જોનાર વ્યક્તિનું કહેવું છે કે, આ અકસ્માતો બધો ગંભીર હતો કે, આ કારની અંદર રહેલા તમામ લોકોનું બચવું મુશ્કેલ હતું. પરંતુ સદનસીબે માત્ર બે જ વ્યક્તિના મૃત્યુ થયા છે. એના માટે ભગવાનનો ઉપકાર માનવો જોઈએ કારની હાલત જોઈને સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે, આ કારની અંદર બેઠેલા તમામ લોકોનું કદાચ મૃત્યુ થયું હશે..

પરંતુ આ કારમાં બેઠેલા માત્ર બે જ વ્યક્તિનું મૃત્યુ થયું છે. તેમના પરિવારજનો માટે હાલ ખૂબ જ દુઃખની સ્થિતિ આવી પડી છે. ભગવાન તેમના પરિવારજનોને આ દુઃખને સહન કરવાની શક્તિ આપે. આ અકસ્માતને લઈને ખુબ જ અરેરાટી મચી ગઈ છે. તેઓ હસતા ખેલતા મોજ માણતા સોમનાથ દર્શન કરવા માટે જતા હતા પરતું પરિવારના 2 સભ્યોના જીવ અકસ્માતમાં ચાલ્યા જવાથી ભારે મુશ્કેલીઓ સર્જાઈ ગઈ છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment