અત્યારે ભાવનગરના ટોપ થ્રી સર્કલ વિસ્તારમાં રહેતા ભદ્રાબેન મકવાણાને ખૂબ ગંભીર અકસ્માત નડ્યો છે. જેમાં તેમનું મૃત્યુ થયું છે. અવારનવાર અકસ્માતના બનાવો બનતા હોય છે. અકસ્માતના બનાવ બનતા જ રસ્તા પર લોકોના ટોળેટોળા એકઠા થઇ જતા હોય છે. ઘણા ખરા લોકો મદદે દોડી આવતા હોય છે..
અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં મદદરૂપ બને છે. ભદ્રાબેનના પતિ હરદીપભાઈ મકવાણા ભાવનગર પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર પરિવાર એક દિવસ સોમનાથ દર્શન કરવા જઈ રહ્યો હતો. દર્શન કરીને જ્યારે તેઓ પરત ફરતા હતા. ત્યારે રાત્રે મોડું થઈ ગયું હતું. તેવો હાજીપરના પાટીયા પાસે પહોંચ્યા…
ત્યારે સામેથી એક ટેન્કર આવી રહ્યું હતું. આ ટેન્કર મોતનું આમંત્રણ લઈને આવતું હોય એટલી ઝડપે આવતું હતું. આ જોતાની સાથે જ તેઓ ડોળા ફાટી ગયા હતા કે આ ટેન્કર કાબૂમાં આવી જાય તો સારું.. નહીં તો તેમની કારને ટક્કર મારી દેશે. અને જોતજોતામાં તો ટેન્કરે કાબૂ ન રાખી શકતા હરદીપભાઈ મકવાણા પરિવારજનોની કારને ટક્કર મારી દીધી હતી..
અને અકસ્માત સર્જાઈ ગયો હતો. ટેન્કરની અદેફેટને કારણે કારમાં બેસેલા હાર્દિકભાઈના પત્ની સુભદ્રા બેનનું મૃત્યુ થયું છે. ત્યારે ભદ્રાબેનના બંને બાળકો તેમજ હરદીપ ભાઇને ખૂબ ગંભીર ઈજાઓ પહોંચી છે. એટલા માટે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
હરદીપભાઈને બે બાળકો હતા. બંને બાળકોને નાની મોટી ઈજા થઈ છે. જ્યારે હરદીપભાઈની સ્થિતિ પણ ગંભીર છે. તેમજ ભદ્રાબેન અકસ્માતમાં મૃત્યુ થયું છે. પરિવારના સભ્યનું મૃત્યુ થતાં પરિવારજનો દુઃખની લાગણીમાં વહી ગયા હતા. કારણકે બે નાના બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે..
આ મામલાને લઈને મીઠાભાઇ ભાલીયાએ તળાજા પોલીસ સ્ટેશનમાં આ ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે. હરદીપભાઈએ તેમજ તેમના પરિવારજનોએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેઓ સોમનાથ દાદાના દર્શન કરીને ઘરે પરત ફરતા હશે..
ત્યારે તેમાંથી કોઈ એક સભ્ય નો જીવ જતો રહેશે. અચાનક જ અકસ્માત સર્જાઈ ગયો હતો. અને જોતજોતામાં તો નજર સામે ભદ્રા બેન નું મૃત્યુ થયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિને ભૂલાવો મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે. કારણ કે અકસ્માતમાં એવું દર્દનાક મોત મળે છે જે પરિવારજનોને હંમેશા હંમેશા માટે યાદ રહે છે..
આ અકસ્માત નજરે જોનારા લોકો પણ કહે છે કે, ખરેખર આ અકસ્માત જ્યારે બન્યો ત્યારે સૌ કોઈ લોકોના રુવાડા બેઠા થઇ ગયા હતા અને અનેક લોકો ચીસ નાખી ગયા હતા. ખરેખર અકસ્માતના બનાવમાં રોજ રોજ ઘણા લોકો મોતને ભેટે છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]