Breaking News

સિવિલ હોસ્પિટલના ડોક્ટરને જોકું આવી જતા જીવન-મોત વચ્ચે લડાઈ લડતા 7 વર્ષના બાળકનું મોત, ઘોર બેદરકારીએ વ્હાલસોયો દીકરો છીનવી લેતા માં-બાપ દુઃખી..!

જુદી જુદી હોસ્પિટલોમાંથી ડોક્ટરોની ઘોર બેદરકારીના બનાવો પણ સામે આવે છે. હકીકતમાં ડોક્ટર કોરોનાના સમયમાં લોકો માટે ભગવાન સ્વરૂપ બની ગયા હતા. પરંતુ અમુક ડોક્ટર કે જેઓને કારણે તમામ સારા ડોક્ટરની પદવીઓ પણ ડોલવા લાગે છે. આવા ડોક્ટરોને બેદરકારીને કારણે કેટલાય લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે..

છેલ્લા બે મહિનાની અંદર ગુજરાત પોલીસ એવા ઘણા બધા બોગસ, નકલી અને ડિગ્રી વગરના ડોક્ટરોની પણ ધરપકડ કરી હતી. પરંતુ હવે સિવિલ હોસ્પિટલના ડોક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે. જેના કારણે એક સાત વર્ષના બાળકનો જીવ ગયો છે. સુરતના ઉધના વિસ્તારમાં આવેલા ભીમ નગર સોસાયટીની અંદર જીતેન્દ્ર ભાલેરાવએ પોતાના પરિવારજનો સાથે રહે છે..

તેમના સાત વર્ષનો દીકરો ઐયાન એક દિવસ મકાનની સીડી ઉપરથી નીચે પડી ગયો હતો. જેના કારણે તેને પેટ અને છાતીના ભાગમાં ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેના પરિવારજનો તાત્કાલિક તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા. આ બાળકની હાલત એટલી બધી ગંભીર હતી કે, તેને જોઈને ડોક્ટર પણ હચમચી ગયા હતા.

અને તેને તાત્કાલિક સર્જીકલ આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ વોર્ડની અંદર તેની 24 દિવસ સુધી સારવાર ચાલી હતી. પરંતુ એક દિવસ આજે તેને વધારે સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો. આ વોર્ડમાં દાખલ કરવા માટે અયાનની ઓક્સિજનની પાઇપ અચાનક જ નીકળી ગઈ હતી. જ્યારે ઐયાનની માતા કલ્પનાએ ડોક્ટરને ફોન કરીને જણાવ્યુ કે..

ઓક્સિજનની પાઇપ નીકળી ગઈ છે. અને તેનો દીકરો તડપડીયા મારવા લાગ્યો છે. ત્યારે ડોક્ટરે કહ્યું કે, મારે 10 થી 15 મિનિટ થશે તે તાત્કાલિક ડોક્ટર અને નર્સના કેબિનમાં પહોંચી હતી અને પોતાના દીકરાની મદદથી આવવા માટે જણાવ્યું હતું પરંતુ ડોક્ટરને ઊંઘનું જોકુ આવી જતા તેણે આવવામાં ૧૦ થી ૧૫ મિનિટની વાર લગાડી હતી..

તે બાળકને તપાસ કરવા માટે પહોંચે પહોંચે એ પહેલા જ આ બાળક મૃત્યુ પામી ચૂક્યો હતો. આ બાળકના માતા પિતાએ જણાવ્યું છે કે, ડોક્ટરની બેદરકારી કરીને કારણે તેમના વ્હાલસોયા દીકરાનું મૃત્યુ થયું છે. ડોક્ટરે તેમની આ ભૂલને લઈને માફી પણ માંગી છે. પરંતુ આ માફીથી તેમનો બાળક ફરી વખત જીવીત થશે નહીં..

એટલા માટે ડોક્ટર સામે કાર્યવાહી થવી જોઈએ અને ફરી ક્યારે પણ અન્ય કોઈ હોસ્પિટલોમાં ડોક્ટરની બેદરકારી સામે ન આવે એ માટે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. આ બનાવ બન્યા બાદ તપાસ માટે કમિટી બનાવવામાં આવી છે. જેમાં સિવિલના અધ્યક્ષ ડોક્ટર ગણેશ એ જણાવ્યું છે કે, ડોક્ટર સંગીતા, ડોક્ટર નિમેશ અને મેટ્રોન કાંતાબેન સહિત ત્રણ લોકોની એક કમિટી બનાવવામાં આવી છે..

કમિટી તપાસ કર્યા બાદ પાંચ દિવસની અંદર રિપોર્ટ મોકલશે અને ત્યારબાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઓક્સિજનની પાઇપ નીકળી ગઈ હતી ડોક્ટરને જાણ પણ કરવામાં આવી છતાં પણ ડોક્ટર 15 મિનિટ સુધી ત્યાં પહોંચ્યો હતો નહીં. જેના કારણે એક માતાની આંખો સામે તેનું બાળક મૃત્યુ પામ્યું હતું. આ દુઃખને સહન કરવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *