Breaking News

સીટી બસે કાળ બનીને રસ્તો ક્રોસ કરતા યુવકને ઉડાડી દીધો, યુવકના મોતથી 9 માસ ગર્ભવતી પત્નીએ હોશ ગુમાવ્યો..!

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસેને દિવસે અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. અને મોટા વાહનચાલકો પોતાનું વાહન બેફામ રીતે ચલાવીને રસ્તા પર પસાર થતાં આ લોકોને સાથે અકસ્માતો સર્જી રહ્યા છે.

આજકાલ આવા અકસ્માતો સર્જાતા ઘણા નિર્દોષ લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. આવી જ એક ગંભીર અકસ્માતની દુર્ઘટના હાલમાં સામે આવી હતી. આ દુર્ઘટના સુરત શહેરમાં બની હતી. આ અકસ્માત જીવલેણ અકસ્માત બન્યો હતો. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં એક સીટી બસે અકસ્માત સર્જી દીધો હતો. આ યુવક રીંગરોડ પર રહેતો હતો.

રીંગરોડ પર આવેલી કિન્નરી સિનેમાની સામે આવેલી હીરામણીની ચાલીમાં રહેતો હતો. આ યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. યુવકનું નામ કિશન પટેલ હતું. તે પોતાના પરિવારમાં પોતાની પત્ની સાથે ખૂબ જ ખુશીથી રહેતો હતો. તેમના લગ્ન 10 મહિના પહેલા થયા હતા. કિશન પટેલની ઉંમર 25 વર્ષની હતી. તેની પત્નીને 9 માસનો ગર્ભ હતો.

કિશન પટેલ પરિવારમાં ચાર ભાઈ-બહેનોમાંથી એક હતા. કિશન પટેલ ડાયમંડમાં નોકરી કરીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતા હતા. તેઓ ડાયમંડમાં રોજગારી મેળવીને પોતાના પરિવારને ગુજરાત ચલાવી રહ્યા હતા. એક દિવસ તેઓ દરરોજની જેમ સવારના સમયે ડાયમંડમાં નોકરી કરવા માટે ટિફિન લઈને જઈ રહ્યા હતા.

તેઓ રીંગરોડ પર આવેલા ટેક્સટાઇલ માર્કેટ પાસેથી તેના હાથમાં ટિફિન લઈને રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે સામેની બાજુથી ખૂબ જ ઝડપી સ્પીડમાં સીટી બસ આવી રહી હતી. કિશનભાઇ હજુ આ બસને જુએ તે પહેલા બસ ચાલકે કિશનભાઇ પર ટક્કર મારીને બસ ચડાવી દીધી હતી. ટ્રાફિક વિસ્તાર હોવા છતાં ખૂબ જ બેદરકારીથી પોતાની બસ ચલાવી રહ્યો હતો.

પોતાની બસ ઝડપી સ્પીડમાં ચલાવીને કિશનભાઇ સાથે ટક્કર મારી દીધી હતી. કિશનભાઇ બસના આગળના ટાયરમાં કચડાઈ ગયા હતા. તેને કારણે તેમનો જીવ ગયો હતો. બસ સાથે ટક્કર લાગતા કિશનભાઇ પડી ગયા હતા. બસ તેના પરથી પસાર થઈ ગઈ હતી. કિશનભાઇનું ટિફિન પણ ઉછળીને એક બાજુ પડ્યું હતું. છતાં પણ બસ ચાલકે પોતાની બસને કાબુમાં લીધી ન હતી.

આસપાસના પસાર થતા સ્થાનિક લોકોએ બસ ચાલકને ઉભો રાખાવ્યો હતો. તે સમયે બસ ચાલકે લોકોના હાથમાંથી છૂટી ગયો હતો. બસ ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ આસપાસના ભેગા થયેલા લોકોએ પોલીસના આ ઘટનાની જાણ કરી હતી. રીંગરોડના ટેક્સટાઇલ રોડ પર ખૂબ જ ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળે પહોંચીને આ સીટી બસના ચાલકની તપાસ કરી રહી હતી.

કિશોરભાઈ ના પરિવારજનોને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. પરિવારમાં તેમની પત્નીને ખૂબ જ મોટો આઘાત લાગી ગયો હતો. તેને કારણે તે ઢળી પડી હતી. પરિવારમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. કિશોરભાઈ હજુ તેમના સંતાનનું મોઢું જોવે તે પહેલા તેઓએ પોતાનો જીવ ગુમાવી દીધો હતો. તે માટે પરિવારજનો ખૂબ જ દુઃખી હતા અને તેને કારણે પરિવારના લોકો આ આઘાત સહન કરી શક્યા ન હતા. પોલીસ હજુ આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *