હાલ વધતી જતી મોંઘવારીએ મધ્યમવર્ગના લોકોનું જીવવું મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન સમાન બનાવી દીધું છે. કારણ કે રોજ તથા ભાવ વધારાને કારણે મધ્યમ વર્ગીય લોકોની કમર ભાંગી ગઇ છે. એક બાજુ રોજગારીની તકો તેમજ મંદિની લહેરો પરિવારને પરેશાનીમાં મૂકી રહી છે..
તો બીજી બાજુ ભાવ વધારો પણ ટેન્શનમાં વધારો કરી રહ્યો છે. છેલ્લા થોડા દિવસથી સીંગતેલ કપાસિયા તેલની સાથે સાથે પામોલીન તેલમાં પણ ખૂબ વધારે પ્રમાણમાં ઉછાળો જોવા મળ્યો હતો. સીંગતેલનો ડબ્બો આજથી ત્રણ મહિના પહેલા 2200 રૂપિયા વિચારતો હતો જ્યારે હાલ જુદા જુદા ભાવ વધારાને પગલે સીંગતેલના ડબ્બાનો ભાવ 2800 રૂપિયાને પાર થઈ ગયો છે..
અને આવનારા એક મહિનાની અંદર અંદર આ સીંગતેલના ડબ્બા નો ભાવ 3000 રૂપિયા અને બહાર પણ થઈ જશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. પામોલીન તેલમાં તેજી હોવાને કારણે સીંગતેલ તેમજ કપાસિયાતેલમાં પણ ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો હતો. જેમાં સીંગતેલના ડબ્બા માં 20 રૂપિયાનો વધારો તેમજ કપાસિયા તેલ ના ડબ્બા માં 40 રૂપિયાનો વધારો નોંધાયો હતો..
સીંગતેલના ડબ્બા 2800 રૂપિયાની સપાટી કૂદાવી દીધી છે. હાલ ભારતે ઇન્ડોનેશિયામાંથી કુલ પાંચ લાખ ટન જેટલું પામોલીન તેલ આયાત કર્યું છે. આ સાથે સાથે મલેશિયા, થાઈલેન્ડમાંથી પણ પામોલીન તેલની આયાત કરવામાં આવી રહી છે. પામોલીન તેલમાં આયાતને કારણે 40 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો..
જેના કારણે હાલ પામોલીન તેલનો ભાવ 2550 રૂપિયા થયો છે. જ્યારે કપાસિયા તેલનો ભાવ 2750 રૂપિયાએ પહોંચી ગયો છે. આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ જ ઓછી માત્રામાં થયું છે. તેમજ બજારમાં સીંગતેલની માંગ ખુબ મોટા પ્રમાણમાં છે. અને સિંગનું ઉત્પાદન ખૂબ જ ઓછું છે..
એટલા માટે આ માંગને સંતોષી શકાય તેમ નથી. તેમજ મોટા મોટા વેપારીઓએ સીંગતેલની સંગ્રહખોરી પણ કરીને રાખેલી છે. એટલા માટે સિંગતેલના ભાવ ભડકે બળી રહયા છે. આ ભાવ ત્રણ હજાર રૂપિયાની અપાર થઈ જશે. ત્યારબાદ તેમાં થોડો ઘણો ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે..
પરંતુ હાલ સિંગતેલના ભાવ અત્યાર સુધીની તમામ સપાટી અને ખુદ આવી ગયા છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ વધવાને કારણે મધ્યમ વર્ગીય લોકો સનફ્લાવર અને પામોલિન તેલ ખાવા માટે મજબૂર બન્યા હતા. પરંતુ હાલ તમામ પ્રકારના ખાદ્ય તેલોમાં ભાવ વધારો નોંધાઈ રહ્યો છે.
તો બીજી બાજુ પેટ્રોલ-ડીઝલ ના ભાવમાં પણ વધારો નોંધાતા પરિવારનું જીવન ગુંજાર મુશ્કેલ બનતું જાય છે. આ ભાવ વધારાને પગલે સૌ કોઈ લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પરંતુ ભાવ વધારો નિયંત્રણ માનવતા સૌ કોઈ લોકો વિચારવા પર મજબૂર બન્યા છે. કે આખરે ત્યારે એવો દિવસ આવશે જેમાં મધ્યમ વર્ગીય લોકો માટે જીવન જીવવું મુશ્કેલ નહીં પરંતુ એકદમ સરળ બની જશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]