Breaking News

સિંગતેલના ભાવમાં એક સાથે ઝીંકાયો મોટો ભાવ વધારો, ભાવ જાણીને ગૃહિણીઓની આંખો થઈ લાલ..!

દિવસેને દિવસે મોંઘવારી ખૂબ જ વધી રહી છે. ધીમે ધીમે કમાવાના સાધનો ઘટી રહ્યા છે. જ્યારે મોંઘવારીએ માઝા મૂકી દેતા સામાન્ય લોકો માટે જીવન જીવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે. મધ્યમ વર્ગીય લોકો માટે તો આફતોનું આપ ફાટ્યું છે, કારણ કે મોંઘવારી વધવાથી ઘર ચલાવું પણ ખૂબ જ મુશ્કેલ બને છે..

એક બાજુ દુધના ભાવ વધે છે, તો એક બાજુ સિંગવેલના ડબ્બાના ભાવ વધે છે. પેટ્રોલના ભાવ તો રોજે રોજ વધવાથી માધ્યમ વર્ગીય લોકો રાડો ફાડી ગયા છે. હકીકતમાં ઓછા પૈસાની અંદર ઘર ચલાવવું દિન પ્રતિદિન મુશ્કેલ બનતું જાય છે. અને એવામાં પણ દિન પ્રતિદિન ભાવો વધવા જ લાગ્યા છે..

જેના કારણે લોકોને ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. અત્યારે તહેવારોની સિઝન ચાલી રહી છે. જ્યારે જ્યારે તહેવારો નજીક આવે ત્યારે ત્યારે સીંગતેલ પામોલીન તેલ તેમજ કપાસિયા તેલના ભાવોમાં અતિશય ભાવ વધારો થતો હોય છે. આ વખતે પણ દરેક તેલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જેમાં પામોલીન તેલમાં ઘટાડો થયો છે..

જ્યારે સીંગતેલ અને સનફ્લાવર તેમજ કપાસિયા તેલમાં વધારો થયો છે. પામોલીન તેલનો ભાવ 2050 રૂપિયા હતો. પરંતુ તેમાં 60 થી 70 રૂપિયાનો ઘટાડો થતાં હવે નવા ભાવ ₹2,000 ની અંદર આવી ગયા છે. એક ડબ્બામાં આશરે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો સોયાબીન તેલમાં પણ આશરે 50 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે..

જ્યારે કપાસિયા તેલમાં 15 રૂપિયાનો વધારો તેમજ સીંગતેલમાં 30 થી 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. એક સાથે આવડો મોટો વધારો નોંધાતા સીંગતેલ ખાનારા લોકો આંખો ફાડી ગયા છે તો ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. આ વર્ષે ગુજરાતમાં વરસાદની સિઝન ખૂબ જ સારી છે. એટલા માટે મગફળીનું વાવેતર પણ ખૂબ મોટા પ્રમાણમાં થયું છે..

એટલે સીંગતેલના ભાવો એકંદરે નરમ રહેશે તેવું જણાતું હતું. પરંતુ અત્યારે સીંગતેલના ભાવમાં ખૂબ મોટો વધારો નોંધાઈ જતા હવે સૌ કોઈ લોકોએ ભાવ ઘટાડાની આશા મૂકી દીધી છે. અને ભાવ વધારાની સાથે સાથે જીવન જીવવા લાગ્યા છે. મોટા મોટા સિંગતેલના વેપારીઓનું જણાવું છે કે, એક મહિના પછી સિંગતેલની આવક દરેક માર્કેટીંગ યાર્ડમાં શરૂ થઈ જશે..

ત્યારબાદ સીંગતેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે તેવા અનુમાનો વ્યક્ત કરવામાં આવ્યા છે. હાલ મોટા ભાગની સીંગતેલની મિલો બંધ હોવાનું પણ જણાવ્યું છે. આ ઉપરાંત રજાના માહોલની વચ્ચે સંગ્રહખોરીઓ પણ ખૂબ જ વધી ગઈ છે. જેના કારણે સિંગતેલના ભાવમાં આ વધારો જોવા મળ્યો છે.

હાલ સિંગતેલના નવા ભાવ 2800 રૂપિયા થી હવે 2850 ની સપાટી કૂદાવી ગયું છે. આ ભાવ વધારો જોતા લાગી રહ્યું છે કે, ધીમે ધીમે સીંગતેલનો ડબ્બો 3000 રૂપિયાની બહાર થઈ જાય તો પણ કાંઈ નવાઈ નહીં.. કારણકે થોડા થોડા સમયના અંતરે 30 થી 50 રૂપિયાનો વધારો કરવામાં આવે છે. જ્યારે ઘટાડાના ભાગરૂપે માત્ર ૧૦ થી ૧૫ રૂપિયા જેવો નજીવો ઘટાડો કરવામાં આવે છે. એટલે કે એકંદરે ભાવ વધારો નોંધાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘરડા પિતાના મોત બાદ સગાભાઈઓ સંપતિના ભાગ પાડવાની બાબતે છુટા હાથની મારામારી ઉપર ઉતરી આવતા જ થયું એવું કે પરિવારની જિંદગી બગડી ગઈ..!

સંપત્તિ માટે પરિવારના સભ્યો અંદર જ આટલો મોટો ઝઘડો કરી બેસે છે કે, જ્યારે આ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *