Breaking News

સિંચાઈનું પાણી ન મળતા ગુજરાતના ખેડૂતોએ ટ્રેક્ટર રેલી યોજી શરુ કર્યું મોટું આંદોલન, સરકાર સામે રજુ કર્યા આ પ્રશ્નો.. જાણો..!

ગયા વર્ષે ચોમાસુ ખૂબ જ અનિયમિત રહ્યું હતું. ગયા વર્ષના ચોમાસાની સિઝન દરમિયાન જે વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. તે વિસ્તારોમાં ગાભા કાઢી નાખ્યા છે. અને જે વિસ્તારોમાં વરસાદ ઓછો થયો છે તે વિસ્તારના લોકોને આજે ભારે હાલકી નો સામનો કરવો પડી રહ્યો છે. કારણ કે જે વિસ્તારમાં વધારે પડતો વરસાદ પડ્યો છે..

ત્યાં સર્વ સત્યાનાશ બોલી ગયો હતો. અને જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાંના લોકોને ઉનાળો નજીક આવતાની સાથે જ સિંચાઇના પાણી માટે ખૂબ ભારે માથાકૂટ ભોગવવી પડે તેમ દેખાઈ રહ્યું છે. વાત કરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનીતો ગયા વર્ષે વરસાદની સિઝનમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા તેમજ સાબરકાંઠા જિલ્લામાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું રહ્યું હતું..

સમગ્ર રાજ્યમાં વરસાદ ભરપૂર વરસ્યો હતો. પરંતુ આ બંને જિલ્લાઓમાં વરસાદ ખેંચાઇ ગયો હતો. જેના પગલે આ જિલ્લાઓમાં મોડે મોડે થી છુટો છવાયો વરસાદ વરસવાના કારણે માત્ર ૩૦ ટકા જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના પગલે આ જિલ્લાના આવેલા તમામ ડેમોમાં જોઈએ તેટલો પાણીનો સંગ્રહ થયો ન હતો..

એટલા માટે ઉનાળો નજીક આવતા ખેડૂતોની ચિંતા વધવા લાગી છે. બનાસકાંઠા જિલ્લામાં ત્રણ ડેમ આવેલા છે. આજે આ ત્રણેય ડેમો ના તળિયા ચોખા દેખાઈ રહ્યા છે. તો બીજી બાજુ કૂવાને બોરવેલમાં પણ પાણી ૮૦૦ થી ૯૦૦ ફૂટ જેટલું નીચે ચાલી ગયું છે. એટલા માટે ખેડૂતોને સિંચાઈના પાણીની ભારે અગવડતા પડી રહી છે.

એટલા માટે આ બંને જિલ્લાના ખેડૂતોએ સરકાર પાસે નર્મદાના પાણીની માંગ કરી છે. એમ જણાવ્યું છે કે કોઈપણ કારણસર નર્મદાનું પાણી બનાસકાંઠા જિલ્લાના ડેમોમાં ભરવામાં આવે તેમ જ અન્ય ગામોના તળાવમાં પણ ભરી દેવામાં આવે છે. જેના પગલે ભૂગર્ભ જળ ની સપાટી ઉપર આવે તેમજ દરેક ક્ષેત્રમાં સિંચાઇની સગવડ મળી રહે.

સિંચાઈના પાણીની આ માથાકૂટ સાથે આ જિલ્લાના તમામ ખેડૂતોએ અનેકવાર સરકારી ધક્કા ખાધા છે. છતાં પણ તેઓને કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો. એટલા માટે હાલ તેઓ એકઠા થઇને સરકાર સામે આંદોલન છેડી દીધું છે. તેઓ પાલનપુર તાલુકાના મડાણા ગામ માં એકત્ર થયા છે..

અને હવે ત્યાંથી રેલી સ્વરૂપે પાલનપુર પહોંચવાના છે. સિંચાઈના પાણીની સમસ્યાને ઉકેલવા માટે તેઓએ આંદોલન છેડી દીધું છે. જો કે ખેડૂતોની દરેક માંગ સત્ય છે. કારણકે જગતના તાતને પાકના ઉછેર માટે સિંચાઈના પાણીની ભારે જરૂરિયાત હોય છે. પરંતુ આવા સમયમાં જો તેઓને સિંચાઇનું પાણી નહીં મળે..

તો તેઓ કોઈપણ પાકનું ઉત્પાદન લઇ શકશે નહીં એટલા માટે તેઓ સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ કરી રહ્યા છે. હાલ મડાણા ગામ માં હજારોની સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા. અને ત્યારબાદ તેઓ સરકારને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છે. આશા રાખીએ કે ખેડૂતોના દરેક પ્રશ્નોને હલ સરળતાથી અને જલ્દી માં જલ્દી થઇ જાય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *