Breaking News

સિધ્ધનાથ મહાદેવના દર્શન કરવા જતા વ્યક્તિને પાછળથી કારે ટક્કર મારતા સર્જાયો ગમખ્વાર અકસ્માત, હોસ્પિટલ પહોચતા જ થયું કરુણ મોત.. વાંચો..!

રસ્તા પર પણ જાળવીને ચાલવું પડે છે, કારણ કે રસ્તા પર બેકાબુ ગતિથી ચલાવનાર કારચાલકો ક્યારે કઈ વ્યક્તિને અડફેટે લઈલે તેનું નક્કી હોતું નથી. ઝડપની મજા માણવા માટે વાહન ચાલકો જે તે લોકોને મોતને સજામાં પણ ઉતારી દેતા હોય છે. રાહદારીઓ સાથે અકસ્માતની ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે.

અને વધુ એક આવી ઘટના નડિયાદના કઠલાલ માંથી સામે આવી છે. જ્યાં ગોગજીપુરા વિસ્તારમાં ચંદ્રસિંહ ઝાલા રામના વ્યક્તિના ભાઈ ભરતભાઈ કે જેમની ઉંમર 50 વર્ષની છે. તેઓ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા માટે નીકળ્યા હતા. તેઓ પોતાના ઘરેથી મહાદેવના દર્શન કરવા માટે ચાલીને નીકળ્યા હતા.

તેઓ રોડની સાઈડમાં ચાલીને જતા હતા. એવા માટેને પાછળથી કાર ચાલકે જોરદાર ટક્કર મારી દેતા તેઓ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. તેઓ કશું સમજે પહેલા જ કાર ચાલકે ફૂલ સ્પીડે તેમના પ્રકાર ચડાવી દીધી હતી. પાછળથી લેતા તેમના શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચી હતી જ્યારે આ બનાવની જાણ ભરતભાઈના અન્ય પરિવારજનોને થઈ ત્યારે તેઓ તાબડતોબ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા..

જ્યાં ભરતભાઈ બેભાન અવસ્થામાં પડેલા નજરે ચડ્યા હતા, તેઓને તાત્કાલિક કઠલાલની એક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા પરંતુ ત્યાં ફરજપરના ડોક્ટરઓએ તેમને તપાસ કર્યા બાદ મૃત જાહેર કરી દીધા હતા. ભગવાનના દર્શન કરવા જતા ભરતભાઈ ને બેકાબૂકારની ટક્કરના કારણે મોતનો સામનો કરવાનો વારો આવ્યો છે..

જ્યારે તેમના પરિવારજનો ભરતભાઈના મૃત્યુના સમાચાર સાંભળતા જ ખૂબ જ ભાંગી પડ્યા હતા. ભરતભાઈના ભાઈ ચંદ્રસિંહ સનાભાઇ ઝાલા કઠલાલ પોલીસ મથકે પહોંચ્યા જ્યાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે અને જરૂરી કાર્યવાહી કરવા માટે જણાવ્યું છે. આજકાલ અકસ્માતના બનાવો એ માજા મૂકી છે..

ઠેર ઠેર અકસ્માતના બનાવો સામે આવે છે. છેલ્લા છ મહિનાની અંદર અંદર અકસ્માતના બનાવો બનવાના કિસ્સા ખૂબ જ વધી ગયા છે. જેમાં પરિવારના માળા વીખાઈ ગયા છે. જ્યારે સમગ્ર પરિવાર પણ ખલાસ થતાં આપણે નજર સામે જોયા છે. હાલ આ બનાવને લઈને રાહદારીઓ પણ મુંજવણમાં મુકાઈ ગયા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *