શું હવામાં સાયકલ ચલાવી રહ્યો છે આ ‘માણસ’? વિડીયો જોઈને આંખો ફાટેલી રહી જશે.. ગેરંટી..!

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલા વિડીયો વાયરલ થતા હોય છે. જેમાંથી કેટલાક વડિયો આપણને આશ્ચર્યમાં મુકી દેતા હોય છે કે આ વસ્તુ કેવી રીતે શક્ય બનશે???  પરંતુ તેના પાછળની હકીકત કંઇક જુદી જ હોય છે. અત્યારે સોશિયલ મીડિયા પર એક એવો અદભુત વીડિયો વાયરલ થઇ રહ્યો છે…

જેમાં એક પુરુષ હવા મા સાયકલ ચલાવતો જોવા મળે છે. આ વીડિયો જોઈને તમે પણ માથું પકડી લેશો કે તે કોઈપણ કાળે આ વસ્તુ શક્ય છે જ નહીં. આ દ્રશ્ય જોઈને ઘડીક તો ત્યાં ઉભેલા લોકો ના મોતીયા મરી ગયા હશે. કારણ કે આ પ્રકારની વસ્તુ વારંવાર જોવા મળતી નથી.

જ્યારે આ વિડીયો ની ચકાસણી કરવામાં આવી ત્યારે એવી વાત સામે આવી છે કે જે સૌ કોઈના હોશ ઉડાવી દેશે. આ વિડીયો હકીકતમાં તાઇવાન નો છે. તાઇવાનમાં રહેતા  ફેંગ ત્સાન હુઆંગ નામના વ્યક્તિએ પોતાની કરામતોથી આ વિડીયો બનાવ્યો છે. હકીકત આ યુવક પતંગ બનાવવાનું કામ કરે છે…

તેણે સખત મહેનત બાદ આશરે 2016માં એક એવો પતંગ તૈયાર કર્યો હતો કે જેને તમે જ્યારે ચડાવો ત્યારે જોનાર વ્યક્તિઓ ને એવું લાગે કે કોઈ વ્યક્તિ હવામાન સાઇકલ ચલાવી રહ્યો છે. જેથી તેણે આ પતંગ નું નામ બાઈક kite રાખવામાં આવ્યું હતું.

આ પતંગ તેણે બનાવ્યો ત્યારથી તે વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. તેમજ તેની બોલ બાલા સમગ્ર વિશ્વના આર્ટિસ્ટના નજરમાં આવી હતી. તેણે આ પતંગ ની માહિતી આપતા જણાવ્યું હતું કે આ પતંગની ઊંચાઈ ૨૦૦ સેન્ટીમિટર છે, જ્યારે તેની લંબાઈ 180 છે, તેમજ તેની પહોળાઈ 75 સેન્ટીમીટર છે. અને તેનું વજન 800 ગ્રામ છે.

આ પતંગને ખાસ પ્રકારના પેનલ પોલિસ્ટર તેમજ કાર્બનના બીમાંથી સર્જન કરવામાં આવી હતી. જેને સાઇકલ ચલાવનાર આકાર માં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું. આ ઘટના વિડિયો ઘણા વર્ષો બાદ આજે વાયરલ થઇ રહ્યો છે. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયો જોઈને દંગ પામી રહ્યા છે.

આ સિવાય તે પતંગ બનાવનાર અંગે અન્ય કેટલાક વિચિત્ર પતંગ બનાવ્યા છે. જેના વિડીયો જોઈને સૌ કોઈ લોકો લાઈક કોમેન્ટ અને શહેરની પડાપડી બોલાવી રહ્યા છે. એક યુવકે તો કોમેન્ટમાં જણાવ્યું હતું કે આ વિડીયો જોઈને મને એવું લાગી રહ્યું છે કે હું જે સાઇકલ ચલાવી ને મારા ગામ જઈ રહ્યો હોય તો ઘણા યૂઝર્સને આ વીડિયોને ખૂબ આશ્ચર્ય જનક બતાવી રહ્યા છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment