શ્રાવણમાં બહારનું ફરાળ ખરીદતા પહેલા ચેતજો, આ જગ્યાની ફરાળી વસ્તુઓ ખાતા જ થઈ શકે છે ગંભીર બીમારીઓ.. વાંચો..!

હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ માસમાં હિન્દુ સમાજના લોકો ઉપવાસ કરે છે. શ્રાવણ માસને ખૂબ જ પવિત્ર માની રહ્યા છે. જેને કારણે લોકો શ્રાવણ માસમાં ઉપવાસ કરીને આ માસનું મૂલ્ય વધારી રહ્યા છે. તેને કારણે લોકો અવારનવાર બજારમાં ફરાળી ચીજ વસ્તુઓ ખરીદવા માટે પડાપડી કરી રહ્યા હોય છે. દુકાનદારો તેનો લાભ ઉઠાવી રહ્યા હોય છે.

તેને કારણે અવારનવાર બજારમાં દુકાનદારો ભેળસેળ કરીને ગ્રાહકોને ચીજ વસ્તુઓમાં છેતરી રહ્યા છે. આવી ઘટનાઓ આજકાલ ખૂબ જ બની રહી છે. જેમાં લોકોના સ્વાસ્થયને ધ્યાનમાં ન લઈને લોકો પોતાની કમાણી કરી રહ્યા છે. અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓમાં ભેળસેળ કરીને અથવા તો હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરીને ફરસાણ બનાવવામાં આવી રહ્યું છે.

જેને કારણે લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચી રહ્યું છે. બજારમાં વેચાતી ફરાળી ચીજ વસ્તુઓ તેમજ અન્ય વસ્તુઓ હલકા ગુણવત્તાવાળા તેલમાં બનાવવામાં આવી રહ્યું છે. તેને કારણે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગના કર્મચારીઓએ ઘણી બધી બજારમાં આવેલી ફરસાણની દુકાનોમાં દરોડા પાડ્યા હતા અને આ દરોડા પાડતા સમયે ખૂબ જ મોટી ઘટનાઓ સામે આવી હતી.

આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં AMC હેલ્થના કર્મચારીઓએ દરોડા પાડીને હલકી ગુણવત્તાની ચીઝ વસ્તુઓને જપ્ત કરી લીધી છે. કર્મચારીઓએ બજારમાં દાસ ખમણની દુકાન અને બોકડદેવ તેમજ દાણાપીઠની બ્રાન્ચમાં દરોડા પાડ્યા હતા. દરોડા પાડતા સમયે જાણવા મળ્યું હતું કે આ બંને દુકાનોમાં એક જ તેલમાં વારંવાર ફરસાણ તળાતું હતું.

જેને કારણે આ તળાયેલું ફરસાણ ખાઈને લોકો અનેક બીમારીઓ નો ભોગ બની રહ્યા હતા. અવારનવાર બનતી આવી ઘટનાઓ ઘણી બધી સામે આવી રહી છે. બજારમાં લોકો એકના એક જ તેલમાં ઘણી બધી વસ્તુઓ બનાવી રહ્યા છે અને વારંવાર વપરાતું આ તેલ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે છતાં પણ લોકો પોતાના ફાયદા માટે આવું કરી રહ્યા હોય છે.

હલકી ગુણવત્તાના તેલમાં વસ્તુઓ બનાવીને બીજા લોકોને સાથે સાથે છેતરપિંડી કરી રહ્યા હોય છે. જો કે ઘણા બધા ફરસાણની દુકાન ચલાવતા લોકો ખૂબ જ ધ્યાનપૂર્વ ગ્રાહકોનું ધ્યાન રાખી રહ્યા હોય છે. તેઓ સારી ગુણવત્તાનું તેલ વાપરી રહ્યા હોય છે પરંતુ અમુક લોકો જ આવી મોટી છેતરપિંડીઓ કરીને બીજા લોકોને છેતરી રહ્યા છે.

તે માટે કર્મચારીઓએ તેલના સેમ્પલ લીધા હતા. તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા હતા. કર્મચારીઓએ મીઠાઈના 20 નમૂના લીધા હતા, મોરૈયો અને તલના 15 નમૂના, બેકરી પ્રોડક્ટસના 3 નમૂના, દૂધની બનાવટના 10 નમૂના, ખાદ્યતેલના 9 નમૂના, મસાલાના 5 નમુના અને અન્ય વસ્તુઓના 29 નમૂના લીધા હતા.

આ નમૂનાઓને ચેકિંગ માટે મોકલી દેવામાં આવ્યા હતા. આ બંને દુકાનોની ગ્રાહકો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં સીલ કરી દેવામાં આવી હતી. આજકાલ લોકોને બજારમાં ફરસાણ ખરીદતા પહેલા જાણકારી મેળવવી જોઈએ. ચેતીને વસ્તુ ખરીદવી જોઈએ ઘણીવાર હલકી ગુણવત્તાની વસ્તુઓ દુકાનદારો પકડાવી દે છે. જેને કારણે અનેક બીમારીઓ થઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment