Breaking News

શિક્ષક પોતાના પરિવાર સાથે સાસરીયામાં ગયા હતા, જ્યારે ઘરે આવીને બેડરૂમમાં જોયુ તો ઉડી ગયા હોશ..! વાંચો..!

રાજકોટ શહેરમાં એક આંખો પહોળી કરી નાખે તેવો કિસ્સો બન્યો છે. રાજકોટના જૂના જાગનાથ વિસ્તારમાં ડો. સેજુલભાઈ અંટાળા રહે છે. તેઓ મેડીકલ કોલેજના લેકચરર તબીબની ફરજ બજાવતા હતા. તેઓના માતા પિતા લંડનમાં રહેતા હતા. તેઓ થોડા દિવસ પહેલા જ રાજકોટ તેમના ઘરે આવ્યા હતા.

તેમજ તેનો ભાઈ પણ પંદર દિવસ પહેલા જ બેંગ્લોરથી આવ્યો હતો તેથી ભાઈ અને માતા પિતા ત્રણેય ડો. સેજુલભાઈ અંટાળાના ઉપરના ફ્લેટમાં રહેતા હતા. એક દિવસ ભાઈ અને માતા પિતા તેઓના જુના મકાન ખાતે ધોરાજી ગયા હતા. અને ડો. સેજુલભાઈ અંટાળા પોતાના પરિવાર સાથે સાસરીમાં અમરેલી ખાતે ગયા હતા.

પરંતુ તેઓ જયારે પોતાના સાસરીયેથી ઘરે પરત ફર્યા અને બેડરૂમનો દરવાજો ખોલીને જોયુ તો સૌ કોઈ લોકોઅ હોશ ઉડી ગયા હતા. એ દ્રશ્ય જોઈને ડો. સેજુલભાઈ અંટાળા ખુબ ગભરાઈ ગયા હતા. હકીકતમાં તેઓ જયારે બહાર જવાના હતા તે આગાઉ જ બેંકના લોકરમાંથી સોના અને ડાયમંડના દાગીના ઘરે લઇ આવ્યો હતા.

તેઓ સાસરિયામાં ખુબ મોજ મસ્તી કરી રહ્યા હતા ત્યારે તેઓના પાડોશી ભાવેશનો બપોરે કોલ આવ્યો કે તમારા ફ્લેટના દરવાજા શા માટે ખુલ્લા છે. તમે લોકો તો ઘરથી દુર ગયા છો તો આ દરવાજા કોણે ખોલ્યા છે? આ સાંભળતા જ ડોક્ટર સાહેબને ઉંધી ફાળ પડતા તેઓ તરત જ ઘરે આવવા માટે રવાના થયા હતા.

પાડોશીએ વધુ તપાસ કરી તો જાણ મળી કે ઘરે કામ કરવા આવતા અંજુબેને કહ્યું કે, હું બપોરે કામ કરવા આવી ત્યારે ફ્લેટ ખુલ્લા હતા. તેથી તપાસ કરતા જોયુ તો બેડરૂમના સેટીના ડ્રોઅર, શોકેસના દરવાજા ખુલ્લા હતા. ટેરેસમાં જવાનો એક દરવાજો અને કાચની બારી પણ ખુલ્લા હતા.

બેડરૂમનો સામાન વેરવિખેર હતો. ચોર લુંટારાઓદોઢ લાખ રોકડા, સોનાનો પેન્ડલ સેટ, એક જોડી સોનાની બુટી, સહિતના દાગીના મળી 12.56 લાખની મતા તેમજ યુ.કે.થી લાવેલા 4800 પાઉન્ડ અને માં-બાપના બ્રિટિશ પાસપોર્ટ ઓ.સી.આઈ. કાર્ડ પણ ચોરી ગયા હોય તસ્કરો ટેરેસના દરવાજામાંથી ઘુસ્યા હોય પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શખસ કેમેરામાં કેદ થઇ ગયો હોય જે આધારે તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *