મોંઘવારીએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે. રોજ રોજ થતા ભાવ વધારાને કારણે લોકોને ભારે મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી ખાદ્યતેલના ભાવમાં ખાસ વધારો નોંધાયો હતો નહીં. તેમજ પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ મહિનાથી બે મહિના સુધી સ્થિર રહ્યા હતા.
કારણ કે ભારતના અમુક રાજ્યોમાં ચૂંટણી ચાલી રહી હતી. જો સરકાર ભાવ વધારો કરે તો તેની સીધી અસર ચૂંટણી પર થાય છે.. એટલા માટે સરકારે ભાવ વધારો કર્યો હતો નહીં. પરંતુ ચૂંટણી જતાની સાથે જ સરકારે એક સામટો ભાવ વધારો ઝીંકી દીધો છે. જેમાં પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ ૮૦ થી ૯૦ પૈસા સુધી વધવા લાગ્યા છે.
જ્યારે ખાદ્યતેલના ભાવમાં એક સામટો 50 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. એટલા માટે પેટ્રોલ અને ડીઝલ ઉપરાંત સીએનજી અને એલપીજી ગેસ બાદ ખાદ્ય તેલના ભાવ પણ આસમાનની ઉંચાઈઓ અડકી રહ્યા છે. કપાસિયા અને સિંગતેલમાં આશરે 10 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ અગાઉ પણ એક સાથે 50 અને 40 એમ એકસામટા ભાવ વધારવામાં આવ્યા હતા. અને હવે ફરી એકવાર 10 રૂપિયાનો વધારો કરતા ખાદ્યતેલના ભાવ છેલ્લા 6 દિવસની અંદર અંદર 125 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે. નવા ભાવની સાથે સિંગતેલનો ડબ્બો 2700ને પાર પહોચી ગયો છે..
જયારે કપાસિયા તેલનો ડબ્બો 2650 એ પહોચી ગયો છે. માત્ર 6 દિવસ પહેલા આ ડબ્બાનો ભાવ 2500 આસપાસ હતો. રોજના ભાવ વધારાથી હવે લોકો પણ ત્રાહીમામ પોકારી ગયા છે. પરતું દરેક લોકોને આ ભાવ વધારો સહન કાર્ય સિવાઈ કોઈ વિકલ્પ નથી. તો બીજી બાજુ ગૃહિણીઓના પણ બજેટ ખોરવાઈ ગયા છે..
મગફળીની સંગ્રહખોરી કરવામાં આવી રહી છે તેમજ ખાદ્યતેલને પણ સાચવવામાં આવી રહ્યું છે જેના પગલે બજારમાં માંગ વધારે છે અને આવક ઓછી બની જતા ભાવમાં ભડકા થયા છે. આ વર્ષ દરમિયાન ભાવમાં ઘટાડો નહિ આવે તેમ લાગી રહ્યું છે. સીંગતેલ અને કપાસિયા તેલ બંનેની વચ્ચે માત્ર પચાસ રૂપિયાનો ફર્ક છે.
બંને તેલ એક સામટા વધવાથી લોકો સીંગતેલ અને કપાસિયા તેલ પડતું મૂકીને મકાઈ નું તેલ તેમજ સુર્યમુખીનું તેલ ખાવા માટે મજબૂર બન્યા છે. અનુભવી વેપારીઓનું કહેવું છે કે, આ વર્ષે મગફળીનું ઉત્પાદન ખૂબ ઓછું થયું છે.. ઉપરાંત સિંગતેલના મોટા મોટા વેપારીઓ મોટાભાગનો જથ્થો સંગ્રહ કરીને બેઠા છે.
એટલા માટે માર્કેટમાં તેની માંગ વધી રહી છે. અને ઉત્પાદન ઓછું હોવાને કારણે હજુ પણ સિંગતેલના ભાવમાં વધારો નોંધાશે. સીંગતેલ અને કપાસિયા તેલ ના નવા ભાવો જાણીને સૌ કોઈ લોકોની આંખો પહોળી થઈ ગઈ છે.. અને વિચારવા પર મજબૂર બન્યા છે કે આખરે આ ભાવ વધારો ક્યાં જઈને ઉભો રહેશે..? જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓના ભાવો વધવાને કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]