ગુજરાતના જુદા જુદા તાલુકાઓમાંથી કેટલાક લોકોની લંપટ લીલાના બનાવો અવારનવાર સામે આવે છે. .દુ.ષ્ક.ર્મ. શારીરિક અડપલા અને મહિલાઓ ઉપર અત્યાચાર થવાના બનાવો વારંવાર સામે આવતા લોકો પણ માથે હાથ મૂકીને વિચારવા પર મજબૂર બન્યા છે કે, આવા બનાવો હવે ક્યાં જઈને ઊભા રહેશે અને ક્યારે આપણા રાજ્યની બહેનો અને મહિલાઓ સુરક્ષિત થશે..
ગઈકાલે રાજ્યના પાટનગર ગાંધીનગરમાંથી ખૂબ જ હચમચાવી દે તેઓ એક બનાવ સામે આવ્યો છે. ગાંધીનગર શહેરના હદ વિસ્તારમાં એક શાળા આવેલી છે. આ શાળામાં શિક્ષિકા તરીકે એક બાવીસ વર્ષની યુવતી ફરજ બજાવે છે. એજ શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવનાર યુવક આ શિક્ષિકા ઉપર નજર બગાડીને બેઠો હતો.
આચાર્ય તરીકે ફરજ બજાવતો યુવક ભાજપ માંથી ઉમેદવારી પણ કરી ચૂક્યો છે અને હારનો સામનો કરીને હવે આચાર્ય તરીકે ફરજ બજાવવા લાગ્યો છે. તે પોતાની કાળી, મેલી અને ખરાબ નજર આ શિક્ષિકા ઉપર નાખીને બેઠો હતો. તે એક દિવસ શિક્ષિકાને પોતાના ઘરે ચા પાણી બનાવવા માટે બોલાવી હતી..
શિક્ષિકાએ વિચાર્યું કે, આચાર્ય સાથે સારા સંબંધોથી તેઓને શાળામાં બઢતી મળશે અને સારું માન સન્માન મળશે. તે અંતર્ગત તેઓ સારી મુલાકાતના હેતુથી તેમના ઘરે ગયા હતા. પરંતુ ત્યાં આચાર્ય તેના હાથ પકડીને તેના પર તૂટી પડ્યો હતો. અને વારંવાર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો.
શાળામાં પણ ફરજ દરમિયાન આચાર્ય આ શિક્ષિકાને અડકવાની કોશિશ કરતો હતો. અને નજર બગાડતો હતો. પરંતુ શાળામાં કોઈ બાબત શક્ય ન બનતા. તે પોતાના ઘરે બોલાવતો અને વારંવાર તેના પર .દુ.ષ્ક.ર્મ. આચરવા લાગ્યો હતો. આ બાબતની ફરિયાદ મહિલાએ જ્યારે અડાલજ પોલીસ સ્ટેશનમાં નોંધાવી ત્યારે પોલીસે જેવી તેવી કામગીરી હાથ ધરી હતી..
અને થોડા જ દિવસોની અંદર પોલીસ આ બનાવને છુપાવવાનો પણ પ્રયાસ કરી લીધો હતો. પોલીસ તંત્ર આરોપીના ખોળે બેસી ગયું હોય તેવી રીતે તમામ વિગતોને છુપાવવામાં આવી રહી હતી. આ મહિલા સર્ગાસણ વિસ્તારમાં રહે છે. અને હાલ તેણે અડાલજ પોલીસ સ્ટેશનમાં તેની સાથે થયેલા .દુ.ષ્ક.ર્મ.ની ફરિયાદ નોંધાવી છે. હકીકતમાં મહિલાઓ અને યુવતીઓ જે જગ્યા ઉપર નોકરી કરે છે. તે જગ્યાઓ પણ હવે સુરક્ષિત રહી ન હોય તેવું લાગી રહ્યું છે. રોજ રોજ ઘણા બધા બનાવો સામે આવી રહ્યા છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]