શાળાએ થી ઘરે આવતી 5 વર્ષની દીકરીને બેકાબુ કારે ટક્કર મારીને હવામાં ફંગોળી નાખી, નીચે પટકાતા જ થયું કરુણ મોત..!

આજકાલ અકસ્માતના બનાવોએ માજા મૂકી છે, ક્યારેય ગમખ્વાર અકસ્માતમાં આખા ને આખા પરિવારો ખલાસ થઈ જતા હોઈ છે તો કેટલીક વાર પરિવારના કોઈ સભ્યનો કીમતી જીવ જતો હોઈ છે તેમજ ઈજાગ્રસ્ત પણ થતા હોઈ છે, અકસ્માત ભલભલા લોકોના કાળજા ચીરી નાખે તેવા હોઇ છે..

કેટલીક વખત માસુમ લોકો પણ આવા કાળમુખા અકસ્માતનો ભોગ બનતા હોઈ છે. બબલુ શર્મા પોતાના પરિવાર સાથે ગાઝિયાબાદની સામલ વિહાર કોલોનીમાં રહે છે. તે મૂળ અલીગઢનો રહેવાસી છે. બબલુ ઓટો ચલાવીને પરિવારનું ધ્યાન રાખે છે. તેણે જણાવ્યું કે બુધવારે તેની પુત્રી પરી, જે ડાયમંડ પબ્લિક સ્કૂલમાં ધોરણ 1 ની વિદ્યાર્થીની છે..

તે દરરોજ તેની માતા સાથે શાળાએ જતી અને આવતી હતી, પરંતુ બુધવારે શાળા વહેલી હતી, જેના કારણે તે શાળાએ ગઈ હતી. તે શાળાએથી એકલી ઘરે આવતી હતી એ વખતે રસ્તામાં એક ઝડપી કારે તેને કચડી નાખી હતી. હાલ માત્ર 5 વર્ષની ફૂલ જેવી દીકરી એક ગંભીર અકસ્માતનો ભોગ બની છે.

આ મામલો ગાઝિયાબાદના લાલકુઆન માંથી સામે આવ્યો છે. જ્યાં એક શાળાએથી પરત ફરી રહેલી 5 વર્ષની બાળકીને તેના ઘર નજીકથી પસાર થતી બેકાબુ અને ઝડપી કારે કચડી નાંખી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારને પણ આંખમાં આંસુ આવી ગયા હતા, કારે આ બાળકીને ટક્કર મારીને કાર દીવાલમાં ઘુસાડી દીધી હતી.

આ બનાવ બાદ દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આસપાસના લોકોએ કાર ચાલકને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.  કવિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવતીના પિતાએ જઈને ડ્રાઈવર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ આરોપીને સજા મળે તેવી માંગ કરી છે પરતું તેમની લાડકવાઈ દીકરી હવે પરત આવે તેમ નથી. તેમના પરિવારજનો માટે આ દુખને સહન કરવું ખુબ જ મુશ્કેલ છે. કવિનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અમિત કુમારે જણાવ્યું કે પરિવારની ફરિયાદ પર ડ્રાઈવર અશોક કુમાર ગુપ્તા વિરુદ્ધ રિપોર્ટ નોંધવામાં આવ્યો છે. કાર કબજે લેવામાં આવી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment