Breaking News

શાળાએ થી ઘરે આવીને 15 વર્ષની નેહાએ રૂમ બંધ કરી દીધો, માતા-પિતાએ દરવાજો તોડતા જ જોઈ લીધું એવું કે માથું પકડીને રોવા લાગ્યા, કાળજું ચીરતો બનાવ..!

આજકાલ બાળકો શાળામાં ભણતર સિવાય ઘણી બધી એવી પ્રવૃત્તિઓ પણ કરવા લાગે છે કે, જેનાથી મા-બાપ બિલકુલ અજાણ હોય છે. અને જ્યારે એ પ્રવૃત્તિ વિશે જાણે ત્યારે તેઓ પણ હોશ ખોઈ બેસતા હોય છે. રોજ રોજ ખુબજ ચોંકાવનારા બનાવો સામે આવે છે. કોઈ વ્યક્તિ વિચાર્યું પણ નહીં હોય તેવી ઘટનાઓ હવે ઘટવા લાગી છે..

નોઈડાના ભાંગેલ ગામમાં વધુ એક આવો ચમકારી ફેલાવતો બનાવ સામે આવી ગયો છે. ભાંગલ ગામની અંદર અજય કુમાર નામનો વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. પરિવારમાં તેમની 15 વર્ષની દીકરા નેહા કુમારી તેમજ તેની પત્નીનો પણ સમાવેશ થાય છે. 15 વર્ષની દીકરી નેહા કુમારી શાળામાં અભ્યાસ કરે છે..

તે છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ચિંતિત રહેતી હતી. માતા-પિતાને થયું કે તેને કોઈ ભણતરનું ટેન્શન હશે. પરંતુ ભણતર માટે દીકરી ખૂબ જ હોશિયારી છતાં પણ તે સતત પરેશાન અને માનસિક તણાવ અનુભવતી હોય તેવું માતા પિતાને દેખાઈ આવ્યું હતું. એક દિવસથી શાળાએ થી પોતાના ઘરે પરત આવી અને ઘરે આવ્યા બાદ તે ખૂબ જ ટેન્શનમાં લાગતી હતી..

તે પોતાના રૂમમાં ગઈ અને ત્યારબાદ રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. માતા પિતાને થયું કે, તેની દીકરી શાળાએથી આવીને ખૂબ જ થાકી ગઈ હશે. એટલા માટે આરામ કરવા માટે રૂમમાં ગઈ છે. પરંતુ આશરે ચારથી પાંચ કલાક સુધી આ દરવાજો ખોલતા માતા-પિતાને કૈક ઉંધી જ શંકા પડવા લાગી હતી..

અને તેઓએ તાત્કાલિક દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પરંતુ દરવાજો અંદરથી બંધ હતો અને અંદરથી કોઈ પણ પ્રકારનો હંકારો ન મળતા તેઓએ દરવાજો તોડી નાખ્યો હતો. દરવાજો તોડતા જ તેઓએ જે દ્રશ્ય જોયું તે જોઈને તેઓ માથું પકડીને રડવા લાગ્યા હતા. કારણ કે તેમની વહાલસોઈ લાડકવાઈ 15 વર્ષની દીકરી નેહા ઘરની બારી સાથે ફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી..

આ દ્રશ્ય જોતા જ તેઓ ખૂબ જ હચમચી ગયા હતા અને ઘરમાં પણ રોકકળ મચી ગઈ હતી. આ દીકરીના પિતા અજય કુમારએ તાત્કાલિક આ બનાવને લઈને પોલીસને પણ જાણ કરી હતી. પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 15 વર્ષની દીકરી નેહાકુમારીના મૃતદેહને નીચે ઉતારી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે..

આ બાબતને લઈને પોલીસે તેના પરિવારજનો તેમજ આસપાસના પાડોશીઓ સાથે પણ પૂછપરછ શરૂ કરી છે. પરિવારજનોનું કેવું છે કે, શાળામાં તેની સાથે કોઈક એવી ઘટના બની છે કે, જેના કારણે તે હંમેશા હતાશા અને દુઃખમાં રહેતી હતી અને આ કારણને લીધે તેમની 15 વર્ષની દીકરી નેહા કુમારી આપઘાત કરી લીધો છે..

તેવી પ્રાથમિક માહિતીઓ તેઓએ પોલીસ સમક્ષ રજૂ કરી છે. પોલીસે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવવાની રાહ જોઈ છે. પરંતુ પોલીસને આ મામલે કોઈ પણ વધુ ફરિયાદ મળી નથી. જો આગળની ફરિયાદ કરવામાં આવશે તો કાર્યવાહી પણ ચલાવવામાં આવશે અને શાળાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેના મિત્રો તેમજ અન્ય સંચાલકોને પણ પૂછપરછ કરવામાં આવશે.

આજકાલના વિદ્યાર્થીઓ ખૂબ જ ચિંતામાં રહેતા હોય છે. દરેક માતા-પિતાએ તેમના બાળકો સાથે ખુલ્લા મને વાત કરવી જોઈએ અને તેમની સાથે રહેલા તમામ પ્રોબ્લેમને સોલ્વ કરવાની કોશિશ કરવી જોઈએ. જો બાળક સતતને સતત મૂંઝાયેલો રહેતો તેને કોઈને કોઈ ચિંતા સતાવતી હોય છે. આ ચિંતાને દૂર કરી બાળકોને ખુલ્લા મને જીવવા દેવા જોઈએ..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

નવી વહુને ઘરે લાવતી વખતે કાળમુખો અકસ્માત નડી જતા વર-વધુના જીવ ચિરાઈ ગયા, કુલ 3ના મોતથી ચીચયારીઓ ઉઠી..!

ક્યારે કોની સાથે કઈ ઘટના બને તેનું નક્કી હોતું નથી, કહેવાય છે કે જ્યારે કોઈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *