Breaking News

અમદાવાદમાં શાકમાં મીઠું વધુ હોવાથી પતિએ પત્નીને ઢોર માર મારીને બહાર કાઢી મૂકી, અને અંતે અસ્ત્રો લઈને પત્નીનો ટકો કરી નાખ્યો, વાંચો વિચિત્ર કિસ્સો..!

પતિ અને પત્નીના પવિત્ર સબંધમાં બંને હળી મળીને રહે તો ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી. પરતું બંનેમાંથી કોઈ એક જ અણસમજુ હોઈ તો વારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોઈ છે. હાલ રોજબરોજ એવા ઘણા બધા કિસ્સાઓ ઝગડા અને મારામારીના આવતા હોઈ છે.

અમુકવાર તો એવા અત્યાચારના બનાવ સામે આવે છે કે સાંભળતાની સાથે જ ભલભલા લોકોના પરસેવા છૂટી જાય. હાલ એક ખુબ જ ચોંકાવનારો મામલો અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાંથી સામે આવ્યો છે. આ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય યુવતી તેના પરિવારજનો સાથે રહે છે અને ઘરકામ કરે છે.

મહિલાનો પતિ છૂટક મજૂરી કામ કરે છે. એક દિવસ બપોરે આ મહિલા તેના બાળકો સાથે ઘરે હાજર હતી. ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો. બપોરના સમયે પતિને ખુબ ભૂખ લાગી હતી એટલે યુવતીએ તેના પતિને જમવાનું પણ આપ્યું હતું. પરતું સબ્જીમાં મીઠું થોડું વધારે પડી ગયું હોવાથી તેનો પતિ ખુબ જ ગુસ્સો કરવા લાગ્યો હતો.

અને કહેવા લાગ્યો હતો કે તે શા માટે શાકમાં નમક વધારે નાખ્યું છે? નાની અમથી વાતને લઇને પત્ની સાથે ઉગ્ર બોલાચાલીઓ કરવા લાગ્યો હતો. ઘણી બધી વાર પત્નીઓથી રસોઈમાં ભૂલ થઈ જતી હોઈ છે. આખરે એ પણ એક મનુષ્ય જ છે અને મનુષ્યથી ભૂલો થાય જ છે. પરતું આવેશમાં આવીને મારામારી કરવી એ યોગ્ય બાબત કહેવાઈ નહી..

તે પત્ની સાથે ઝઘડો કરીને તેને ઢોર માર મારવા લાગ્યો હતો. આટલું જ નહી પરતું માર મારીને થાક્યા બાદ પણ તેનો ગુસ્સો શાંત ન પડતા તેણે વધુ ઉગ્ર બનીને તેની પત્નીને ઘરમાંથી બહાર કાઢીને પણ મારી હતી અને છેલ્લે તો ખુબ જ ચોંકાવનારી હરકતો કરી હતી. તેણે અસ્ત્રાની મદદથી પત્નીના માથાના વાળ કાપી નાખ્યા હતા.

આવી હરકત સહન કર્યા બાદ તે ખુબ જ ડરી ગઈ હતી, તેણીએ પોલીસ પાસે જતા પણ ડર લાગવા લાગ્યો હતો. પરંતુ ફરી એક વખત ઝઘડો થતાં યુવતીએ આ અંગે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ઝગડા દરમિયાન પતિએ પત્નીને ખુબ ગંદી ગંદી ગાળો પણ બોલી હતી.

યુવતીએ તેના પતિને ગાળો બોલવાની ના પાડી હતી અને તેનો પતી વધારે ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને ઘર બહાર કાઢીને માર મારવા લાગ્યો હતો. બાદમાં પત્નીને લાકડાના દંડાના બે ફટકા પણ માર્યા હતા. બાદમાં ધમકી આપી હતી કે, “જો તું મારી સામે બોલીશ તો તને ફરી આવો જ માર મારીશ.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *