Breaking News

શેઠ વર્ષોથી નોકરી કરતા સુપરવાઈઝરના ભરોસે ધંધો મૂકી બહારગામ ગયા, અને સુપરવાઈઝરે પાછળથી કરી એવી હરકતો કે… જાણો..!

મોટાભાગના ધંધા એકબીજા વ્યક્તિ પર મુકેલા વિશ્વાસને કારણે ચાલતા હોય છે. પરંતુ આજકાલના સમયમાં કોઈ વ્યક્તિને થોડી ઘણી લાલચ દેખાય કે તેઓ વર્ષો જુના વિશ્વાસને તોડી નાખી પૈસા મેળવવા માટે સંબંધી વ્યક્તિ સાથે પણ વિશ્વાસઘાત કરી નાખતા હોય છે. જે વ્યક્તિ વર્ષોથી કોઈ કંપનીમાં કે કોઈ ધંધામાં નોકરી કરતો હોય તેના પર માલિક કે શેઠને ખૂબ જ વિશ્વાસ હોય છે..

અને કેટલીક વખત તો વિશ્વાસના ભરોસે સમગ્ર ધંધો છોડી કોઈ જરૂરી કામ માટે માલિક ચાલ્યા જતા હોય છે. પરંતુ હવે મન મૂકીને વિશ્વાસ કરનાર લોકો માટે ખૂબ જ આવનારો મામલો સામે આવી ગયો છે. આ મામલો તાપી જિલ્લાના સોનગઢ માંથી સામે આવ્યો છે. જ્યાં વાંકવેલના એલ.કે. રોડ ઉપર સિમેન્ટમાંથી થાંભલા બનાવવા માટેની એક ફેક્ટરી આવેલી છે..

સોનગઢના જૂના ગામમાં આવેલા સુરજ કોમ્પલેક્ષની અંદર શંકરભાઈ અગ્રવાલ રહે છે. તેઓ આ ફેક્ટરીના માલિક છે. તેમની ફેક્ટરીમાં મનોજભાઈ ગામીત નામનો વ્યક્તિ છેલ્લા ઘણા વર્ષોથી સુપરવાઇઝર તરીકેની નોકરી કરે છે. આ વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે આ ફેક્ટરીના કમ્પાઉન્ડમાં જ રહે છે.

અને ફેક્ટરીનું ધ્યાન રાખે છે. ફેક્ટરીના ગોડાઉનની ચાવી પણ તેની જ પાસે રહેતી હતી. એક દિવસ શંકરભાઈ અગ્રવાલને કોઈ કામકાજ માટે સુરત આવવાનું થયું તેવો મોડી રાત્રે સુરતથી પરત આવવાના હતા એ વખતે મનોજભાઈ ગામિતે મોકો લઈ પોતાની ઓળખાણમાં નદીમ પઠાણ નામનો વ્યક્તિ હતો તેને પોતાનો ટેમ્પો લઈ આ ફેક્ટરી પર બોલાવ્યો હતો….

ત્યારબાદ ફેક્ટરીમાં રહેલી 40 ગુણ સિમેન્ટ આ ટેમ્પોની અંદર ભરાવીને એક વ્યક્તિ સાથે દિલ નક્કી કરી લીધી હતી. ફેક્ટરીના માલિકની જાણ બહાર 40 ગુણ સિમેન્ટ કુલ કિંમત 15,320 છે. તેની ચોરી કરાવી તેને બરોબર વેચી દેવાનો પ્લાન હતો. પરંતુ આ ટેમ્પો જ્યારે સોનગઢના પરોઠા હાઉસ સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો.

એવા પોલીસને શંકા ગઈ અને તેઓએ આ ટેમ્પોને અટકાવ્યો ત્યારબાદ તેની અંદર તપાસ કરતાં સિમેન્ટની ગુણો મળી આવી હતી. ડ્રાઇવરની પૂછતા જ કરતા આ તમામ ચોરીનું કૌભાંડ બહાર આવી ગયું હતું. પોલીસે મનોજ ગામીત અને નદીમ પઠાણ નામના વ્યક્તિને ધરપકડ કરી છે તેમની સામે ચોરીનો ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે..

જ્યારે ફેક્ટરીના માલિક શંકરભાઈ અગ્રવાલને જાણ થઈ કે તેમના જ વિશ્વાસુ સુપરવાઈઝર મનોજભાઈ ગમે તે તેમની ફેક્ટરીમાંથી 40 સિમેન્ટના બારોબાર વેચી પૈસા કમાવાનો કિમી અપનાવ્યો હતો. ત્યારે તેઓ ખૂબ જ ઉઠ્યા હતા અને માથું પકડી વિચારવા પર મજબૂર બન્યા કે આ વ્યક્તિએ આજે સિમેન્ટ વેચવાનો ઈરાદો બનાવ્યો હતો..

ભૂતકાળમાં તેણે મારી સાથે કેટલી બધી છેતરપિંડી કરી હશે..? આ તમામ બાબતો વિચારીને તેઓ ખૂબ જ દુઃખી થયા હતા. કારણ કે તેમણે જે વ્યક્તિ પર વિશ્વાસ મૂક્યો હતો તે વ્યક્તિ જ તેમની સાથે વિશ્વાસઘાત કરીને ન કરવાની હરકતો કરી નાખી હતી. માણસને પોતાના મૂળભૂત સિદ્ધાંતો ઉપર ચાલવું જોઈએ ભલે થોડા ઘણા પૈસા ઓછા મળે પરંતુ પોતાનો વિશ્વાસ અને ઈમાન ક્યારે વેચવું જોઈએ નહીં..

કારણ કે જે વિશ્વાસ વ્યક્તિ આપણા પર મૂકે છે, તે વિશ્વાસ પર ખરા ઉતરવા પર કદાચ આપણને વધારે રૂપિયા કે બક્ષિસ પણ મળે છે. પરંતુ ખોટા કામ કરવાથી કોઈક દિવસ પછતાવાનો વારો આવે છે. આ બનાવને લઈને ફેક્ટરીના માલિકને શીખ મળી છે અને સાથે સાથે અન્ય કેટલાય લોકોને શીખ મળી છે કે ક્યારેય કોઈના પર અઆંધળો વિશ્વાસ તો ન જ મુકવો જોઈએ…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

પડોશી મહિલાને કપડા સુકવતી જોઈને નરાધમ યુવકે યોગા કરવાના બહાને કપડા કાઢીને કરી એવી હરકતો કે જાણીને ભલભલાને પરસેવો છૂટી ગયો.. વાંચો..!

અત્યારે ખૂબ જ વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જે દરેક વ્યક્તિઓએ જાણી લેવો જોઈએ અને …

Leave a Reply

Your email address will not be published.