સવારે ચા બનાવવાં પત્નીએ ગેસ સળગાવતા જ આગ લાગી સુઈ રહેલા પરિવારના એકસાથે 6 લોકો બળીને ખાખ થયા, જોઇને સૌના ટાંટિયા ધ્રુજી ગયા..!!

ક્યારે કોની સાથે કઈ ઘટના બની જાય છે તે કહી શકાતું નથી. અવારનવાર દરેક વિસ્તારમાંથી એવા અજીબો ગરીબ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પરિવારના મોજ મસ્તી કરતા લોકો સાથે ક્યારે ગંભીર ઘટના બની જાય તે કહી શકાતું નથી. આવી જ એક ઘટના હાલમાં સામે આવી છે. આ ઘટના હરિયાણાના પાણીપતના તહેસિલ કેમ્પમાં આવેલી રાધા ફેક્ટરી પાસે રહેતા પરિવાર સાથે બન્યો હતો.

પરિવારમાં પતિ-પત્ની અને તેમના ચાર બાળકો રહેતા હતા. પરિવારમાં રહેતા યુવકનું નામ અબ્દુલ કરીમ હતું અને તેમની ઉંમર 50 વર્ષની હતી. તેમની પત્ની નીમા પરિવારમાં બાળકો સાથે રહેતી હતી. નીમાની ઉંમર 46 વર્ષની હતી. બંનેના લગ્ન ઘણા વર્ષો પહેલા થયા હતા. જેના કારણે તેમની મોટી દીકરી ઈશા તેમની ઉંમર 18 વર્ષની હતી.

અને તેનાથી નાની દીકરી રેશમા તેમની ઉંમર 16 વર્ષની હતી. ત્રીજો દીકરો શકું તેમની ઉંમર 10 વર્ષની હતી અને ચોથો બાળક અફાન તેમની ઉંમર 7 વર્ષની હતી. જ્યારે બાળકો પરિવારમાં હળીમળીને રહેતા હતા. પરિવારમાં રહેતા લોકો પશ્ચિમ બંગાળના ઉત્તર દીનાજપુરના રહેવાસી પરિવાર છે.

હાલમાં પરિવાર પશુરામ કોલોનીમાં કેસી ચોકી ગલી નંબર 4 માં રહેતો હતો. પરિવારના લોકો એક દિવસ સાંજના સમયે સૂઈ રહ્યા હતા. અને સવાર થતા નીમા વહેલા ઊઠી હતી તેમના બાળકોની શાળાએ જવાનું હોવાને કારણે તે વહેલા જાગીને નાઈ ધોઈને તૈયાર થઈ ગઈ હતી. ત્યારબાદ તેણે પોતાના બાળકો માટે ચા બનાવવા ગેસનું બટન ચાલુ કર્યું હતું.

અને ગેસ સળગાવવા માટે તેમણે બટન ચાલુ કરીને લાઇટર વડે ગેસ ચાલુ કરવાની કોશિશ કરી હતી અને અચાનક જ રૂમમાં ધડાકો થયો હતો. રૂમમાં ઝડપથી આગ લાગી ગઈ હતી. આગ લાગતા જ નિમા પર સીધી આગ આવી જતા તે ગેસ પાસે જ બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારબાદ ઘરમાં આગ લાગી જતા આખું ઘર આગમાં સળગી રહ્યું હતું.

ઘરમાં સૂઈ રહેલા પરિવારના લોકો આગમાં સંકળાયેલા હતા. ચારેય બાળકો બળી રહ્યા હતા અને તેમના પિતાએ તેમના બાળકોને બચાવવા માટે ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ ગેસને કારણે આખા ઘરમાં આગ લાગી ગઈ હતી. જેના કારણે પરિવારના લોકો બહાર નીકળી શક્યા નહીં અને આગમાં બળીને ખાખ થઈ ગયા હતા.

આગ લાગતા આસપાસના લોકો પરિવારના લોકોને બચાવવા માટે દોડ્યા હતા પરંતુ પરિવારના લોકોને બચાવે તે પહેલા જ પરિવારના લોકો બળીને ખાસ થયા હતા અને તરત જ આસપાસના લોકોએ પોલીસને અને ફાયર બ્રિગેડને આગ લાગ્યાની જાણ કરી હતી. જેના કારણે પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી.

અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા આખા ઘરમાં આગ ફેલાઈ ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને ત્યાં ઉભેલા લોકોને દૂર કર્યા હતા. એટલી જ વારમાં ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘરમાં લાગેલી આગને ઓલવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે ઘરમાં જઈને પરિવારના લોકોને શોધવાનું ચાલુ કર્યું હતું.

તે સમયે પોલીસને ઘરમાંથી પરિવારના છ વ્યક્તિઓના હાડપિંજર મળી આવ્યા હતા. આ જોતાની સાથે જ પોલીસ ચોકી ગઈ હતી. પરિવારના લોકોને આવા કરુણ મૃત્યુ થઈ જતા પરિવારના લોકો જીવતા બળીને કોલસા બની ગયા હતા. તે સમયે પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આગ સિલિન્ડર વિસ્ફોટ થયાને કારણે નથી લાગી.

પરંતુ સિલિન્ડરમાંથી ધીમે ધીમે ગેસ લીકેજ થઈ રહ્યો હતો અને આખી રાત આવી રીતે સિલિન્ડર માંથી ગેસ લીકેજ થતાં ઘરમાં ગેસ ફેલાઈ ગયો હતો. બારી અને દરવાજા બંધ હોવાને કારણે આ ગેસ ઘરમાં અને ઘરમાં જ રહ્યો હતો અને નિમાએ જ્યારે ગેસ ચાલુ કરવા માટે લાઇટરથી ગેસ ચાલુ કર્યો ત્યારે તાપ થતા ઘરમાં આગ લાગી ગઈ હતી.

ઘરમાં ગેસ ફેલાયો હોવાને કારણે તરત જ આગ ફેલાઈ ગઈ હતી. જેના કારણે પરિવારના લોકોએ થોડી જ વારમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો અને પરિવાર જીવતો બળી ગયો હતો અને ત્યારબાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. કોઈપણ વ્યક્તિઓને આ વિસ્તારમાં જવા કે આવવાની પરવાનગી નહોતી.

સમગ્ર અકસ્માતની તપાસ ચાલી રહી હતી અને આ અકસ્માત એટલો બધો જીવલેણ બની ગયો હતો કે આસપાસના લોકો ખૂબ જ રડી રહ્યા હતા. આસપાસના વિસ્તારમાં શોકનોમાં હોલ છવાઈ ગયો હતો. પરિવારના બાળકોએ ઊંઘમાં જ બળીને પોતાનો જીવ ગુમાવ્યો હતો. પરિવારનું એકસાથે આવું મોત તેમને ક્યારેય વિચાર્યું પણ નહિ હોય.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

Leave a Comment