Breaking News

સવારમાં ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ઘરકામ કરતી મહિલાઓ માટે સામે આવ્યો ડોળા ફાડતો બનાવ, ચેતજો નહીતો આવશે રોવાનો વારો..!

આજકાલ રોજિંદા જીવનમાં ખૂબ જ ધ્યાન લાગુ પડે છે, તમારું સહેજ પણ ધ્યાન ભંગ થાય કે તમારી ઉપર ધ્યાન રાખીને બેઠેલા લોકો સક્રિય બનીને તમને છેતરપિંડી કે ખૂબ મોટો ચૂનો લગાડવાના ધંધાઓ આચરી નાખે છે. વહેલી સવારમાં મોટાભાગના ઘરોમાં ઘરના દરવાજા ખુલ્લા મૂકીને ઘરના તમામ સભ્યો ઘરમાં આંટા ફેરા મારતા હોય છે..

આ ઉપરાંત કેટલા ઘરોમાં સવારના વહેલા સમયે પુરુષો નોકરી ધંધા માટે ચાલ્યા ગયા બાદ મહિલાઓ ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને ઘર કામ કરવા લાગતી હોય છે. ઘરનો દરવાજો ખુલ્લો મુકનાર વ્યક્તિઓ માટે ખુબ જ ચોંકાવનારો અને અને લાલબત્તી સમાન કિસ્સો સામે આવી ગયો છે.

આ બનાવ સાંભળ્યા બાદ તમે ક્યારેય પણ ઘરનો દરવાજો ખુલ્લો મૂકીને અન્ય કોઈ જગ્યાએ જવાનું વિચારશો પણ નહીં. આ મામલો વલસાડના પારડીમાંથી સામે આવ્યો છે. પારડી શહેરમાં બ્રિજેશ શ્રીનિવાસ રજાક નામનો વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે રહે છે. તે પોતે એલ એન્ડ ટી કંપનીમાં નોકરી કરે છે..

અને વિસ્તારમાં આવેલા કૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહે છે. એક દિવસ બ્રિજેશભાઈના ઘરે ન થવાનું કામ થઈ ગયું છે. બ્રિજેશભાઈ રોજ નાઈટ ડ્યુટી કરીને સવારમાં ઘરે આવતા હતા. તેઓ સવારમાં ઘરે આવ્યા અને ઘરનો દરવાજો ખોલીને ઘરની અંદર પ્રવેશ કરી લીધું ત્યારબાદ તેમના ભાઈ અજયભાઈ રજાક ઘરનો દરવાજો બંધ કરવાનો ભૂલી ગયા હતા..

અને દરવાજો ખુલ્લો મૂકીને નાહવા માટે ચાલ્યા ગયા હતા. અને એ જ સમયે એક મહિલા અને એક યુવક એ વિસ્તારમાંથી પ્રવેશ કરતા સીસીટીવી કેમેરામાં નજરે ચડ્યા છે. આ મહિલા અને યુવક બંને બ્રિજેશભાઈ રજાકના ઘરે ઘૂસી ગયા હતા. દરવાજો ખુલ્લો જોઈને તેઓએ મનોમન વિચારી લીધું હતું કે, તેઓ આ ઘરની અંદરથી હાથ સફાઈ કરી લેશે..

તેઓ તાત્કાલિક આ ઘરની ઘૂસી ગયા અને ઘરમાં પડેલો મોબાઈલ ફોન લઈને તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અજયભાઈ નાહીને બાથરૂમમાંથી બહાર આવ્યા અને પોતાનો મોબાઈલ ગાયબ થયેલો જોઈને તેઓએ ઘરમાં શોધખોળ હાથ ધરી હતી. પરંતુ ઘરમાં કોઈપણ જગ્યાએથી મોબાઇલ ફોન ન મળતા તેઓએ કોલ કરવાની કોશિશ કરી જેમાં મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો..

આ ઘટના બનતા તેઓ સમજી ગયા કે, તેમનો મોબાઇલ સવારમાં તેમના ઘરેથી કોઈ ચોરી ગયું છે. તેઓ તાત્કાલિક એપાર્ટમેન્ટની બહાર લાગેલા સીસીટીવી કેમેરાને ચેકિંગ કરવાની કામગીરી શરૂ કરી હતી. જેમાં એક મહિલા અને તેની સાથે આવેલો એક યુવક મોબાઈલનો ચોરી કરીને જતા હોય એવું નજરે ચડે છે..

તેઓએ તાત્કાલિક પોલીસને આ બાબતે લેખિતમાં અરજી આપી છે. આજે સવારે તેમના ઘરેથી મોબાઈલ ચોરાયો છે. જો અન્ય કોઈ વ્યક્તિ સવારમાં પોતાના ઘરનો દરવાજો ખુલ્લો રાખીને ઘરના અન્ય કોઈ કામમાં વ્યસ્ત હોય અને તેમનું ધ્યાન ન રહે તો જો લૂંટારાઓ ઘરમાં ઘૂસીને ન કરવાની પ્રવૃત્તિઓ પણ આચરવા લાગશે..

દિન પ્રતિદિન આવા ચેતવણીજનક કિસ્સાઓ ખૂબ જ વધવા લાગ્યા છે. જેને લઈને અમે અમારા ન્યુઝ પોર્ટલના માધ્યમથી સૌ કોઈને અપીલ કરી રહ્યા છીએ કે ડગલેને પગલે સાવચેતી રાખવી જોઈએ. આ ઉપરાંત ક્યારેય પણ સહેજ અમથી બેદરકારી રાખવી જોઈએ નહીં. સવાર સવારમાં કેટલીક મહિલાઓ પોતાના ઘરનો દરવાજો ખુલ્લો રાખીને ઘર કામ કરવામાં મજબૂત હોય છે..

આ તમામ મહિલાઓ માટે ડોળા પાડતો બનાવ સામે આવી ગયો છે. આ પહેલા પણ વહેલી સવારે લોકોના ઘરમાંથી હાથ ફેરો કરતી ચોર લૂંટાડવાની ટોળકી સક્રિય થઈ હતી. પરંતુ પોલીસની કડક કાર્યવાહીને પગલે આ ટોળકીના તમામ સભ્યોને પકડી પાડવામાં આવ્યા હતા. અને હવે નવી એક ટોળકી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

શ્રાવણમાં દાન ઉઘરાવવા આવેલા 2 સાધુને જોઈ મહિલાને શંકા ગઈ, પીછો કરીને હકીકત જાણતા જ દેખાયું એવું કે જાણીને દરેકે ચેતવું જોઈએ..!

શ્રાવણ મહિનો સૌથી પવિત્ર મહિનો કહેવાય છે, આ મહિનાની અંદર દરેક ભક્તો અને શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *