હવામાન ખાતાની નવી આગાહી મુજબ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓને ખૂબ મોટી ચેતવણી આપવામાં આવી છે. કારણ કે મેઘરાજા મહાઆફત બનીને આ બંને વિસ્તારો ઉપર ત્રાટકવા જઈ રહ્યા છે. અરબ સાગરની અંદર હળવું લો પ્રેશર સર્જાયું છે. જેને લઈને ચક્રવાતી પવનો ફૂંકાવાની અને તોફાની પવન સાથે ભારે વરસાદ વરસવાની આગાહી આપી દેવામાં આવી છે..
આગામી ચાર દિવસની અંદર અંદર એટલો વરસાદ વરસશે કે જેની તબાહી સહન કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે. આ મોટી આગાહીને પગલે હવામાન વિભાગના અધિકારીઓએ એનડીઆરએફની ટીમોને પણ સૂચના આપી દીધી છે. અને જુદા જુદા તાલુકામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
આ સાથે જ બચાવ કામગીરીના તમામ સાધનો સાથે તંત્ર એકદમ સજજ થઈ ગયું છે. જ્યારે એલર્ટ વાળા તમામ વિસ્તારોને નદી અને દરિયાકિનારે ન જવા માટે સૂચના આપી છે. અત્યંત ભારે આગાહી મુજબ ગીર સોમનાથ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે વલસાડ, નવસારી, ડાંગ, જુનાગઢ, સુરત, ભાવનગર, અમરેલી, અને સુરેન્દ્રનગરમાં ભારે થી અતિભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીની સાથે સાથે ગઈકાલે રાજ્યના હવામાન નિષ્ણાતો એ પણ લઈને ખૂબ મોટી આગાહી આપી હતી અને જુદા જુદા વિસ્તારોમાં પાંચથી લઇ 11 ઇંચ સુધીના વરસાદ વરસવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ અમુક જિલ્લાને રેડ એલર્ટ આપવામાં આવ્યા છે..
જ્યારે અમુલ જિલ્લાને ઓરેન્જ આપવામાં આવ્યા છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓને યેલો એલર્ટ પણ આપી દેવામાં આવ્યા છે. 11 તારીખના રોજ રેડ એલર્ટ જિલ્લાઓમા 11 ઇંચ કરતા વધારે વરસાદ વરસશે એટલે કે જુનાગઢ, નવસારી, વલસાડ અને ડાંગ સાથે સાથે સુરત અને ગીર સોમનાથમાં 11 ઇંચ કરતાં વધારે વરસાદ વરસવા જઈ રહ્યો છે..
તેમજ 12 તારીખના રોજ ઓરેન્જ એલર્ટ વાળા જિલ્લાઓ જેવા કે પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, તાપી અને ડાંગમાં 4 થી લઈ 8 ઇંચ સુધીનો વરસાદ વરસશે. જ્યારે 13 તારીખના રોજ યલ્લો એલર્ટ વાળા તમામ જિલ્લાઓ જેવા કે સુરેન્દ્રનગર, આણંદ, ખેડા ,નડિયાદ, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર અને મહીસાગરમાં અઢી ઇંચ થી લઇ 4 ઇંચ સુધીનો વરસાદ વરસવા જઈ રહ્યો છે.
આ મોટી આગાહીને પગલે હવામાન વિભાગે તમામ તૈયારીઓ કરી છે. અને આ મહાફતના એંધાણને કારણે તમામ લોકોને જાહેરનામું બહાર પાડીને સૂચના આપી દેવામાં આવી છે. હકીકતમાં આવનારા દિવસોમાં ભારેથી અતિભારે વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થયા છે. પરતું જે લોકો નીચાણ વાળા અને કાચા મકાનમાં રહે છે તેવા લોકોને માથે મોટું સંકટ આવી પડ્યું છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]