Breaking News

સૌરાષ્ટ્રના આ ગામમાં આભ ફાટ્યું, 2 કલાકમાં જ 6 ઇંચ વરસાદ ખાબકતા ડેમ થયો ઓવરફલો અને નદીઓમાં આવ્યા ઘોડાપુર..!

સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. કારણકે સમગ્ર સૌરાષ્ટ્રમાં અંદાજે આઠ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જે ગુજરાતના તમામ જિલ્લાઓ કરતા સૌથી વધારે વરસાદ છે. પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી. તેમજ કેટલાક ગામો સાવ કોરા ધાક છે..

જ્યાં ખેડૂતો મીઠી નજરે વરસાદની રાહ જોઈને બેઠા છે. આવા તાલુકાઓમાં ક્યારે વરસાદ વરસશે.? તેને લઈને ચર્ચા ચાલી રહી છે. જે તાલુકામાં વરસાદ વરસ્યો નથી. ત્યાં વાવણી પણ હજુ બાકી છે. જ્યારે શહેરના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. પરંતુ ગઈકાલે અષાઢ મહિનાની આગાહીની અસર પૂર્વે ભાવનગર શહેરની અંદર છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો..

જ્યારે મહુવા તાલુકાના તીર્થધામ બગદાણામાં ગાજવીજ સાથે કુલ છ ઇંચ વરસાદ ત્રાટકતા સમગ્ર બગદાણા પાણીથી તરબોળ થઈ ગયું હતું. જ્યારે બગદાણાના પાદરમાંથી નીકળતી બગડ નદીમાં પણ ધોધમાર વરસાદને પગલે ભારે ઘોડાપૂર આવી ગયું હતું. બગદાણામાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરા જાય મન મૂકીને વરસાદ વરસાવ્યો હતો..

આ અનરાધાર વરસાદને લીધે રસ્તાઓ પણ નદી બન્યા છે. જ્યારે ગામડાની શહેર અને રસ્તાઓમાં ત્રણ ફૂટ થી લઇ ચાર ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા છે. બગદાણાની આસપાસના વિસ્તારો જેવા કેમ માતલપર, મોણપર, નવાગામ, બેડા, કર્મદિયા, ધરાઈ, બોરલા, રાળગોન, ટીટોડીયા આ તમામ વિસ્તારોમાં ખૂબ જ સારો વરસાદ વરસી ગયો છે..

જેને કારણે આ તમામ ગામોની નદીઓ અને ભેગા મળીને બનાવેલા ચેકડેમ માં સો ટકા પાણી ભરાઈ ગયું છે. આ ડેમની અંદર હજુ પણ પાણીની ખૂબ વધારે પડતી આવક થવાને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે બગદાણા આસપાસના ગામોમાં આવેલો ચેકડેમ તૂટી જવાને કારણે ઠેર ઠેર પાણી ગામડાઓમાં ઘૂસી ગયા છે.

બગડ ડેમ ઓવરફ્લો થયો છે. જેના કારણે મહુવાના મોટી જાગદાર અને નાની જાગદાર સાથે લીલવણ અને ખારડી, પાદરા, બોરડી, દાઠા, અને વાલર ગામમાં પણ પાણીનો ખૂબ મોટો જથ્થો ઘુસી આવ્યો છે. ભાવનગરના બગદાણામાં અતિ ભારે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.

પરંતુ જે ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી કરી દીધી હતી તેને નુકસાન થવાની ભીતી રહેલી છે. જ્યારે ખેડૂતોને વાવણી કરવાની બાકી છે. તે ખેડૂતો ખૂબ જ ખુશખુશાલ થયા છે. આ વરસાદી માહોલને પગલે ભાવનગર તેમજ સૌરાષ્ટ્રના અન્ય જીલ્લાઓ અને તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ રહેલી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સાસુ-વહુ સવાર પડતા જ માં-બાપ સમાણી ગાળો આપીને લડાઈ ચાલુ કરી દેતા દીકરાએ કર્યું એવું કામ કે સાસુ-વહુ સીધા દોર થઈ ગયા, દરેક પરિવાર ખાસ વાંચે..!

25593664738737b0d26dca99c375656a પરિવારમાં સમજણ ભર્યું જીવન જીવવું દરેક વ્યક્તિ માટે ખૂબ જ જરૂરી છે, જો પરિવારમાં …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *