ગુજરાતમાં ચોમાસું બેસી ગયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં ધોધમાર વરસાદ ખાબકી ગયો છે. જૂનાગઢના માંગરોળમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સમગ્ર વિસ્તારમાં વરસાદી માહોલ દેખાયો છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી થયું છે. એક સાથે એટલો બધો વરસાદ ખાબકી ગયો છે.
તે જેના કારણે લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે. તો કેટલાક ગામોમાં વીજળી પણ જતી રહી છે. ગીર સોમનાથના વેરાવળમાં પણ મેઘરાજાએ મનમુકીને વરસાદ વરસાવ્યો છે. શહેરના સમુદ્ર વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ ઠેર ઠેર પાણી ભરાતા નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ પણ ખૂલી પડી ગઈ છે..
ભાવનગર શહેરના ઉમરાળામાં પણ એક સાથે ત્રણ ઇંચ વરસાદ ખાબકી જતા જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. ખેતરોમાં ઢીંચણસમા પાણી ભરાઈ જતાં હવે ખેડૂતો ખુશખુશાલ થયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં વાવણીલાયક વરસાદ વરસી ગયો છે. અને આગામી સમયમાં પણ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
અમરેલીના સાવરકુંડલામાં પણ દોઢ ઇંચ, ધારી અને ખાંભામાં બે બે ઇંચ જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોએ હોંશે હોંશે વાવણીના કરવાની તૈયારી ચાલુ કરી દીધી છે. જુદા જુદા પંથકમાં છુટોછવાયો વરસાદ વરસ્યો છે. વાવણી લાયક વરસાદ પડતા ગામડાઓમાં વાવણી શરૂ કરી દેવામાં આવી છે. સાવરકુંડલામાં સવારના સમયથી જ વરસાદી વાદળો છવાઈ ગયા હતા.
અને ત્યારબાદ હળવાથી ભારે ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસવા લાગ્યો અને બપોરના સમયે વરસાદ તૂટી પડયો હતો. એક કલાકની અંદર બે ઇંચ જેટલો વરસાદ પડી જતા નદી-નાળામાં પાણી વહેવા લાગ્યા હતા તો કેટલાક નદીમાં ઘોડાપૂર પણ આવી ગયા હતા. અમરેલી જૂનાગઢ, રાજકોટ અને ભાવનગરમાં થઈને એક કલાકમાં અંદાજે પાંચ લાખ કરતાં પણ વધારે વરસાદ વરસી જતા ઠેરઠેર જળબંબાકારની સ્થિતી દેખાઈ આવી છે..
તો બીજી બાજુ જાફરાબાદ પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અને દરિયામાં પણ કરંટ જોવા મળતાં પીપાવાવ નજીકના દરિયાકિનારે 8 થી 10 સુધીના મોજા ઉછળ્યા છે. સાથે સાથે અનેક વિસ્તારોમાં વરસાદ નહીં તો મોટી આગાહી આપી દેવામાં આવી છે. મધ્ય ગુજરાતના ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ અને અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસ્યો છે..
આ તમામ જિલ્લાઓમાં વરસાદ વરસતા ચારેબાજુ ચોમાસુ જામી ગયું હોય તેવું દેખાઈ આવ્યું છે. ભાવનગરના મહુવા, તળાજા, ગારીયાધાર, વલભીપુર અને જેસરમાં ભારે વરસાદ વરસતા ખેડૂત પુત્રોમાં આનંદની લાગણી દેખાઈ આવી છે. આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને પગલે અમરેલી દુકાનો તેમજ ઘરોમાં વરસાદી પાણી ઓસરી ગયા હતા..
તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા ભેંસો પણ તણાવા લાગી હતી. જૂનાગઢના માણાવદરમાં એક સાથે બે ઇંચ વરસાદ ખાબકી જતા જનજીવન ખોરવાયું હતું. તેમજ તમામ રસ્તાઓ પણ નદીમાં પરિવર્તન પામ્યા હતા. હવામાન વિભાગ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઇ ગઇ છે..
જેના કારણે આગામી બે દિવસમાં ૧૪ જિલ્લાની અંદર ભારે વરસાદ થવા જઈ રહ્યો છે. તેમાં મોટાભાગના જિલ્લા સૌરાષ્ટ્ર વિસ્તારના છે. તમામ જિલ્લાઓમાં દરિયાઈ પવન ફૂંકાશે તેમજ ગાજવીજ સાથે વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્રની સાથે સાથે ઉતર ગુજરાત અને દક્ષીણ ગુજરાતમાં પણ મેઘ મહેર જોવા મળી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]