Breaking News

સૌરાષ્ટ્રના આ 2 ગામોમાં આભ ફાટતા 25 ઇંચ વરસાદ ખાબકયો, મેઘતાંડવથી નદીઓ થઈ ગાંડીતુર તો ચેકડેમો તૂટતા ગામો તણાયા..!

હવામાન વિભાગની અતિ ભારે આગાહીને પગલે સૌરાષ્ટ્રના ગામોમાં વરસાદ વરસવા લાગ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં તો આભ ફાટયુ હોય તેવા દ્રશ્યો સર્જાય છે. કારણ કે માત્ર બે ગામોનું ભેગા મળીને કુલ 25 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. 25 ઇંચ વરસાદ ખાબકતાની સાથે જ નદી નાણામાં પાણી ફાટ ફાટે વહેવા લાગ્યા છે..

જ્યારે ખેડૂતોના ખેતરના પણ ધોવાણ થઈ ચૂક્યા છે. કેટલા એ મકાનો અને દિવાલ ધારાશાયી થઈ છે. તેમજ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીના નજારા જોવા મળ્યા છે. ગઈકાલે રાત્રિના સમયથી જ ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા ધીમીધારે વરસાદ વરસાવાનો શરૂ કરી દીધું હતું. પરંતુ ત્યારબાદ ધીમે ધીમે વરસાદની ગતિ વધતી ગઈ તેમ તેમ સુત્રાપાડામાં માત્ર 9 કલાક ની અંદર 14 ઇંચ…

જ્યારે કોડીનારની અંદર માત્ર 9 કલાક ની અંદર 11 ઇંચ તેમજ વેરાવળ અને સોમનાથમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. એટલે કે કુલ મળીને કુલ 25 થી 30 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે સુત્રાપાડા અને કોડીનારમાં જળબંબાકારની સ્થિતિઓ સર્જાઈ ગઈ છે. આ ભારે વરસાદને બદલે સોમત નદીમાં ભારે પુર આવી ગયું છે. જેને કારણે વાહન વ્યવહાર પણ ઠપ થયો છે..

તો કેટલા ગામો અને ખેતરો પણ પાણીમાં ગરગાવ થયા નથી. ભારે હાલાકીનો ભોગ બનવું પડ્યું છે. ખેતરમાં ખૂબ જ ધોવાણ થઈ ગયા છે. તો ગામડાઓમાં નદીના પાણી ઘૂસી જવાને કારણે કેટલાય ગામડાઓ ડૂબી ગયા છે. જ્યારે અમુક વિસ્તારોમાં છાતી સમાણા પાણી પણ ભરાયા છે. આ સાંબેલાધાર વરસાદને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી ગઈ છે..

એક સાથે બંને તાલુકાઓમાં 25 ઇંચ વરસાદ વરસતા જનજીવન ખોવાઈ ગયું હતું. અને ગામોબેટમાં ફેરવાયા હતા. તેમજ રસ્તાઓ પણ નદી બની ગઈ હતી. મેઘરાજાની આ પધરામણીને પગલે વિનાશક પૂરની સ્થિતિ સર્જાય છે. આ ઉપરાંત ત્યાં રેસ્ક્યુ કામગીરી માટે એનડીએ પણ એસડીઆરએફની ટીમોને પણ ગોઠવી દેવામાં આવી છે.

સુત્રાપાડા પંથકમાં આભ ફાટતાની સાથે જ મટાણા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે. જ્યારે ઉંબરી સહિતના ગામોને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર ઠપ થયો છે. ગઈકાલે કડાકા ભડાકા સાથે તોફાની પવન અને અતિશય ભારે વરસાદ કુલ 154 તાલુકામાં વરસ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગ એ ગઈકાલે આગાહી આપતા રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા હતા..

ગીર સોમનાથ જિલ્લો રેડ એલર્ટમાં સામેલ છે. એટલે કે આ જિલ્લામાં આવનારા ત્રણ દિવસ સુધી હજુ પણ અતિ ભારે વરસાદ વરસવાની આગાહી આપવામાં આવી છે. મેઘરાજાએ મેઘ તાંડ વર્ષાવ્યો હતો. જેના પગલે તમામ નદીઓ ગાડી તુંર થઈ છે. તેમજ એક સાથે વધારે માત્રામાં પાણીનો જથ્થો ચેક ડેમોમાં ઘસાઈ આવવાને કારણે કેટલાય ચેક ડેમો તૂટી ગયા છે.

આ ચેક ડેમો તૂટવાની સાથે જ નજીકના ગામોમાં ચેક ડેમ અને નદીના પાણી ઘૂસી આવ્યા છે. આ ધસમસતા પૂરની અંદર કેટલાય લોકો તણાઈ ગયા છે. જ્યારે પશુપાલક અને વાહન વ્યવહારના સાધનો પણ તણાયા છે. જ્યારે રાહદારીઓ જોખમી રીતે રસ્તો પસાર કરવામાં મજબૂર બન્યા છે.

સુત્રાપાડાના વાવડી ગામમાં તો જાણે મેઘરાજા ખૂબ જ ગુસ્સે થયા હોય તેવું લાગી વળ્યું છે. કારણ કે આ ગામમાં આટલા બધા પાણી ભરાયા છે કે જેને કારણે ગામમાં પસાર થવું પણ મુશ્કેલ છે. ઇમર્જન્સી ને પગલે ગામમાંથી એમ્બ્યુલન્સ નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું હતું જ્યારે મહા મહેનતે દર્દીઓના જીવ બચાવવામાં આવ્યા છે. કોડીનારના સગડી ગામમાં અતી ભારે વરસાદ વરસવાને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ધંધામાં નુકસાની જતા હવે ‘હું સમાજને શું મોઢું દેખાડીશ’ એવા વિચારો કરીને યુવકે કર્યું એવું કે સમાજ જોતો રહી ગયો, હચમચાવતો કિસ્સો..!

પરિવારનો જીવન નિર્વાહ ચલાવવા માટે રોજબરોજ કમાણી કરવી ખૂબ જ જરૂરી છે, પરિવારની દરેક જીવન …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *