Breaking News

સાતમ આઠમ પહેલા આવી રહી છે મોટી તબાહી, આ તારીખે મોટી આફતના એંધાણ સર્જાવાની મોટી આશંકાઓ..!

ગુજરાતમાં હાલ હવામાન વિભાગની આપેલી આગાહીઓ મુજબ મોટાભાગના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અત્યારે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો ઓપરેશન સિસ્ટમ સર્જાઇ છે. જે આગળ વધતા મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં પહોંચી ચૂકી છે. અને આવનારા બે થી ત્રણ દિવસની અંદર જ ગુજરાત ઉપર ત્રાટકવા જઈ રહી છે..

જેના કારણે લોકોને ભારે વરસાદ સાથે તોફાની પવનનો પણ સામનો કરવાની ફરજ આવી પડશે બીજી બાજુ વાત કરીએ તો સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર પૂર્વના અરબી સમુદ્રની અંદર નવી એકલો પ્રેશરની સિસ્ટમ સર્જાઈ રહી છે. એટલે કે એક સાથે બંને સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 24 કલાકમાં ગુજરાત ઉપર ખૂબ મોટી આફત ત્રાટકવા જઈ રહી છે.

સાતમ આઠમના તહેવારો નજીક આવે એ પહેલા જ મોટી તબાહીના ભણકારા વાગી જતા નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ભારે ભયનો માહોલ સર્જાઈ ગયો છે. તો દરિયામાં પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે ઘણાખરા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે..

13 તારીખ ના રોજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, અરવલ્લી, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, નડિયાદ, આણંદ, વડોદરા સહિતના જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે જામનગર, રાજકોટ ,પોરબંદર, અમરેલી, જુનાગઢ અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારતીય અતીભારે વરસાદની આગાહી આપવામાં આવી છે..

તેમજ આ વિસ્તારોમાં વધારે પવન ફૂંકાવાની પણ શક્યતા રહેલી છે જ્યારે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, વલસાડ, સુરત, નવસારી, ભરૂચ અને નર્મદામાં અતિશય ભારે થી વિનાશ સર્જે તેવા વરસાદની આગાહી આપવામાં આવી છે. સાતમ આઠમના તહેવાર પહેલા વરસાદનો આ રાઉન્ડ પૂર્ણ થઈ જાય તેવી સૌ કોઈ લોકો આશા રાખી રહ્યા છે..

પરંતુ વરસાદ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે. તેમતેમ ખૂબ જ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. મોટાભાગના નદી નાળા અને જળાશયમાં પાણીની સ્થિતિ ખૂબ જ સપાટીએ પહોંચી ગઈ છે. ઉકાઈ ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. જેના કારણે તાપી નદીની અંદર કુલ 1 લાખ 81 હજાર ક્યુસેક પાણી માત્ર એક દિવસની અંદર છોડવામાં આવ્યું છે..

જેના કારણે સુરત શહેરમાંથી પસાર થતી તાપી નદી સપાટીએ પહોંચી ગઈ છે. આ ઉપરાંત જૂનાગઢના માંગરોળના બંદર ઉપર પણ ભારે કરંટ જોવા મળ્યો હતો. જેના કારણે ત્રણ નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. અને માછીમારોને પોતાની બોટ દરિયાકાંઠે લંગર કરી દેવાની સૂચનાઓ પણ આપી દીધી છે..

10 ફૂટ જેટલા ઊંચા અને તોફાની મોજા પણ ઉછાળવા લાગ્યા છે. ત્યારે કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. ખેતી માટે આ વરસાદ કાચા સોનારૂપી સાબિત થવા જઈ રહ્યો છે. જેના કારણે ખેડૂતોમાં ખૂબ જ ખુશીનો માહોલ દેખાઈ આવે છે. પરંતુ જો વરસાદની સાથે સાથે પવન પણ ફાટી નીકળશે તો તેના કારણે ખેતીમાં ભારે નુકસાની જવાની પણ ભીતી સતાવી રહી છે…

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *