Breaking News

સાસુ-સસરા અને પતિથી કંટાળી જઈને પરણિત મહિલાએ જીવ ગુમાવ્યો, મેં ઘણું સહન કર્યું પણ હવે મારાથી નહી થાય કહીને…..

આધુનિક સમયમાં દરેક લોકો સુધરી રહ્યા છે, લોકો શિક્ષિત હોવાને કારણે જૂની માન્યતાઓમાં ઓછું માની રહ્યા છે પરંતુ હજુ પણ ઘણા બધા પરિવારોમાં એવું જોવા મળી રહ્યું છે કે, જેમાં ઘરની વહુ અને દીકરીઓ સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને તેઓને અવારનવાર ત્રાસ આપીને તેમના પર અત્યાચાર કરવામાં આવે છે.

ઘણા પરિવાર હજુ પણ નીચી વિચારસરણીમાં જીવતા જોવા મળી રહ્યા છે. આ ઘટના દેવાસમાં બની હતી. દેવાસમાં એક પરિવાર રહેતું હતું. પરિવારમાં પતિ-પત્ની અને તેમના સાસુ-સસરા રહેતા હતા. પરિવાર દેવાસમાં આવેલી તુલજા વિહાર કોલોનીમાં રહેતું હતું. પરિવારમાં રહેતા સસરાનું નામ મનોહરસિંહ રઘુવંશી હતું.

અને તેમની પત્નીનું નામ આશા રઘુવંશી હતું. મહિલાના પતિનું નામ આશિષ રઘુવંશી હતું. તેઓ ગ્રેટ એન્જલ સ્કૂલના સંચાલક હતા અને તેમની પત્નીનું નામ નિશા રઘુવંશી હતું. નિશાની ઉંમર 35 વર્ષની હતી. નિશા પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતી હતી. તેમના પતિ અને સાસુ-સસરા સાથે તે ખૂબ જ સારો વ્યવહાર કરીને રહેતી હતી.

તેમના પતિ સ્કૂલના સંચાલક હોવાને કારણે તેઓ દરરોજ શાળાએ જતા હતા. ઘરે નિશા ઘરનું કામ કરીને પોતાના પરિવારની કાળજી કરી રહી હતી પરંતુ નિશાને અવારનવાર તેમના સસરા-સાસુ અને પતિ દ્વારા ત્રાસ આપવામાં આવતો હતો અને તેને હેરાન કરવામાં આવતી હતી, જેના કારણે નિશા ખૂબ જ કંટાળી ગઈ હતી.

તેના આસપાસના પાડોશીના લોકોને પણ આ ઘટનાની જાણ હોવાને કારણે તેઓ નિશાની વારંવાર સમજાવતા હતા પરંતુ એક દિવસ શાળાએ ગઈ હતી અને તે સમયે તેના પતિ સાથે તેને ઝઘડો થયો હતો જેના કારણે નિશાએ શાળાથી ઘરે જવાને બદલે શાળાના એક રુમમાં જઈને રૂમ બંધ કરી દીધી હતી અને તેણે રૂમમાં લટકીને આપઘાત કરી લીધો હતો.

ત્યારબાદ શાળાના બીજા શિક્ષકોને આ ઘટનાની જાણ થતા તેઓએ શાળાના રૂમમાં બારીમાંથી જોયું તો સંચાલકની પત્ની નિશા લટકી રહી હતી, જેના કારણે દરેક શાળાના શિક્ષકો ભેગા થયા અને સંચાલકને ઘટનાની જાણ કરી હતી. તરત જ શાળાના શિક્ષકોએ પોલીસને પણ આ ઘટનાની જાણ કરી દીધી હતી.

જેના કારણે BNP પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ તપાસને હાથ ધરી હતી. તપાસ કરતા તેમને નિશાના પતિ અને સાસરા દ્વારા નિશાને હેરાન કરવાનું જાણવા મળ્યું હતું જેના કારણે પોલીસે નિશાના પતિ આશિષ, સસરા મનોહરસિંહ રઘુવંશી અને સાસુ આશા રઘુવંશી સામે ફરિયાદ નોંધ હતી.

હજુ આગળની તપાસ કરી રહી હતી. આજકાલ આવી ઘટનાઓ ખૂબ જ બની રહી છે. પરિવારની મહિલાઓ સાથે નાની-નાની વાતને લઈને અત્યાચારો થતા મહિલાઓ પોતાના જીવન ટૂંકાવી રહી છે. એક શિક્ષક પરિવારમાં આવી ઘટના બનતા જોવા મળી રહ્યું છે કે આવનારી પેઢી ખુબ જ ખરાબ રસ્તે દોરાઈ રહી છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

સવારે નાહવા જતી વખતે વિધવા મહિલાએ બાથરૂમનો દરવાજો ખોલતા જ જોઈ લીધું એવું કે ઉભે ઉભા ટાંટીયા ધ્રુજવા લાગ્યા, મચી ગયો હડકંપ..!

સવારે પથારીમાંથી બેઠા થાતાની સાથે જ કેટલીક વખત વિચાર આવે છે કે, આગળની જિંદગી કેવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *