જુદા જુદા પ્રેમ પ્રકરણના કિસ્સા ખૂબ જ જાહેર છે. પરંતુ છેલ્લા અમુક વર્ષોથી આપણે એવા ઘણા બધા બનાવ જોયા છે કે, જેમાં એવા પ્રેમ સંબંધો સામે આવ્યા છે કે, જેને વ્યવહારુ જીવનમાં સ્વીકારવા મુશ્કેલ જ નહીં પરંતુ નામુમકીન હોય છે. દિયર અને ભાભીનો પ્રેમ સંબંધ તેમજ મિત્ર અને બહેનનો પ્રેમ સંબંધ આ સાથે સાથે જમાઈ અને સાસુના પ્રેમ સંબંધ પણ અવારનવાર સામે આવતા લાગ્યા છે..
હાલ રાજસ્થાનના બાડમેર જિલ્લામાંથી ફરી એક વખત આવો જ એક પ્રેમ પ્રકરણનો કિસ્સો સામે આવ્યો છે. બાડમેર જિલ્લાની અંદર દિન પ્રતિદિન આત્મહત્યા અને સામુહિક આત્મહત્યાના કેસો પણ ખૂબ જ વધી રહ્યા છે. આ બાબતને લઈને તેનું પ્રશાસન પણ ખૂબ જ ચિંતાતુર બન્યું છે. પરંતુ બાડમેર જિલ્લા ની અંદર મોટાભાગના કિસ્સાઓ પ્રેમ પ્રકરણના કારણે થવા લાગ્યા છે..
જેમાં સંબંધોને શરમમાં મુકે તેવા પ્રેમ થાય છે અને ત્યારબાદ આ પ્રેમ વ્યવહારુ જીવનમાં શક્ય ન થવાને કારણે તેઓ આપઘાતનું પગલું ભરી લેતા હોય છે. બાડમેર જિલ્લામાં લંગેરા ફરટા વિસ્તારની અંદર એક સાસુ અને જમાઈએ ગળાફાંસો ખાઈને સામુહિક આત્મહત્યા કરી લેવાનો મામલો સામે આવ્યો છે..
સાસુની ઉંમર 40 વર્ષની છે. અને તેને તેના 25 વર્ષના જમાઈ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હતો. જે વ્યવહારુ જીવનમાં શક્ય હતું નહીં એટલા માટે બંનેએ પોતાનો જીવ ટૂંકાવી દીધો છે. આ બાબતને લઈને ત્યાંની સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે, સાસુ અને જમાઈ બને વચ્ચે એક વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલતું હતું.
સાસુની દીકરીઓના લગ્ન એક વર્ષ પહેલા થયા હતા. લગ્ન થતાં જ જમાઈની સાથે સાસુના મન મળવા લાગ્યા હતા. અને ધીમે ધીમે સાસુ અને જમાઈ વચ્ચે આંખ મળી જતા બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. આ બાબતની જાણ તેની દીકરીને પણ થઈ ગઈ હતી. પરંતુ આ બંને એટલા ગાઢ પ્રેમમાં જોડાયા હતા કે તેઓ એકબીજાથી દૂર જવાનું નામ લઈ રહ્યા હતા નહીં.
બાડમેરના વિસ્તાર માંથી પસાર થતા એક ડ્રાઇવરે ખીજડાના ઉપર બે મુક્તકો અને લટકતા જોયા હતા. આ બાબતની જાણ તેણે સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ નજીકના ગ્રામજનોને પણ આ બાબતની જાણ કરી હતી અને ત્યાં જઈને જોયું તો એ ગામની અંદર રહેતા જ એક મહિલા અને તેના જમાઈએ સામૂહિક આપઘાત કરી લીધો હતો…
આ મામલો સામે આવતા જ ગામમાં રહેતા તમામ લોકો ભારે અરેરાટી મચી ગઇ હતી. તેમજ ગ્રામજનોને ભારે માત્રામાં ભીડ એકઠી થઈ ગઈ હતી. હજુ સુધી મહિલાની દીકરીને આ બાબતની જાણ નથી જ્યારે આ દીકરીને જાણ થશે કે તેના નવા પતિ તેમજ તેની માતા બંને એકબીજાના પ્રેમ પ્રકરણમાં જોડાયેલા હતા..
અને બંને એક જ સાથે આપઘાત કરી લીધો છે. ત્યારે તેના પર આફતોના વાદળો ફાટી નીકળશે. કારણ કે તેણે ક્યારે વિચાર્યું પણ નહીં હોય કે તેની સાથે આવું બનાવો બનવા જઈ રહ્યો છે કે જેમાં તેની માતા અને તેનો પતિ બંને એક જ સાથે મૃત્યુ પામશે. આ બાબતે ભલભલા લોકોને હચમચાવી દીધા છે. જ્યારે પોલીસને પણ કામે લગાડી દીધી છે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]