જ્યારે પણ કોઇ મહિલાના લગ્ન કરવામાં આવે છે. ત્યારે તેના સાસરિયાઓ પાસે એવી આશા હોય છે કે તેમને ખૂબ લાડ પ્રેમથી રાખે અને પુત્રવધૂ પણ સાસુ સસરા તેમજ પતિ અને બાળકોને ખૂબ સારી રીતે ધ્યાન રાખે. પરંતુ રોજના એવા ઘણા બધા બનાવવા આપણે સાંભળીએ છીએ કે જેમાં સાસરિયાવાળા ના ત્રાસને કારણે અનેક મહિલાઓ ખૂબ પીડાઈ રહી છે..
ત્રાસ સહન ન થતાં તેઓ આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. હાલ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં મોટી હાંડી ગામ આવેલું છે. આ ગામમાં રહેતા સાગરભાઇ નીનામાના લગ્ન આજથી ચાર વર્ષ પહેલા ભાટીવાડા ના આશા બહેન સાથે થયા હતા. સાગરભાઇ પોતે એસઆરપી માં ફરજ બજાવે છે..
જ્યારે આશાબહેન પરિવારના દરેક સભ્ય ની સાર સંભાળ રાખે છે. અને ઘરકામ કરે છે. સાગરભાઇ જ્યારે પણ પોતાના નોકરી ઉપર જતા હતા ત્યારે આશા બહેનને તેની સાવકી સાસુ ખૂબ મ્હેણાં ટોણાં મારીને હેરાન ગતિ પહોંચાડતી હતી. પુત્રને લઈને પણ ઘણી વખત સાવકી સાસુ આશા બહેન સાથે ઝઘડો કરતી હતી..
અવાર નવારના મેણા ટોણા સહન ના થતા એક વખત આશાબેને સાગરભાઇ ને કહ્યું હતું કે આપણે બીજે રહેવા ચાલ્યા જઈએ. એટલા માટે સાગરભાઇ તેમની પત્ની આશાબેને બે વર્ષના દીકરા સારાં સાથે ભાડાના મકાનમાં દાહોદ ખાતે રહેવા ચાલ્યા ગયા હતા. સાગરભાઇ જ્યારે પોતાની નોકરી કરતા હતા ત્યારે તેમની પત્ની આશાબેને તેમનો દીકરો સારાંશ બંને ખૂબ જ એટલા પણ અનુભવતા હતા..
એટલા માટે ફરી એકવાર તેઓ પોતાના ગામ મોટી હાંડી રહેવા માટે આવી ગયા હતા. પરંતુ તેની સાવકી સાસુની હેરાન ગતિ હજી પણ ઓછી થઈ હતી નહીં. આ ત્રાસ ના કારણે આશાબેને તેમનું ઘર છોડી દીધું હતું. અને સાણંદ ખાતે એક ખાનગી કંપનીમાં નોકરી પણ ચાલુ કરી હતી. પરંતુ પિયરના લોકોએ આશાબેનને સમજાવીને ફરી એકવાર સાસરે રહેવા માટે જણાવ્યું હતું..
પરંતુ આશાબેન ની સાસુ સમીલાબેન કામને લઈને રોજ મેણા-ટોણા મારીને ત્રાસ આપતી હતી. આ તમામ પળોજણમાંથી મુક્તિ મેળવવા માટે આશાબેને એકવાર પોતાના બે વર્ષના દીકરા સાથે એવું પગલું ભરી લીધું છે જેના કારણે સમગ્ર સાસરિયાના લોકોના ફાટેલાં ને ફાટેલા જ રહી ગયા છે..
એક દિવસ આશાબેન અને તેના બે વર્ષના દીકરા સાથે અગ્નિસ્નાન કરી લીધું હતું. દીકરાની જોરજોરથી બૂમો સાંભળીને સૌ કોઈ લોકો હાજર થઇ ગયા હતા. પરંતુ આશાબેન ગંભીર રીતે દાઝી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. જ્યારે તેના દીકરા સારસને સારવાર માટે 108 બોલાવી ને લઈ જવામાં આવ્યો હતો..
આશાબેન જ્યારે ખૂબ દાઝેલી હાલતમાં હતા ત્યારે તેણે તેના ભાઇને ફોન કરીને જણાવી દીધું હતું કે આ પગલું તેણે તેની સાસુ ના ત્રાસના કારણે ભર્યું છે. આશાબેન નું મૃત્યુ થતાં જ આશા બહેન ના ભાઈ એ લીમડી પોલીસ મથકમાં તેની સાવકી સાસુ સમીલાબેન સામે ફરિયાદ નોંધાવી દીધી છે.
પરિવારના એક સભ્યને હેરાનગતિના કારણે આજે પરિવારના બે સભ્યોના જીવ જોખમમાં મુકાઇ ગયો હતો. જેમાંથી એક સભ્યનો જીવ જતો રહ્યો છે. જ્યારે બે વર્ષના દીકરા સારાંશનો જીવ જીવન અને મરણ વચ્ચે લડી રહ્યો છે. હકીકતમાં આ મામલો ખુબ જ ગંભીર હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]