મિત્રો જેમ જેમ દુનિયા ઝડપથી આગળ વધી રહી છે તેવી જ રીતે લોકોને ઠગનારઓ અને પળે પળે અન્ય લોકોને નુકસાન કરનાર લોકોની પણ મોટી ફોજ અને માણસો આપણી જ વચ્ચે રહી ખૂબ નબળી કક્ષાના કામો પણ કરતી જ હોય છે એમાં પણ ખાસ જો હાલના સમયની વાત કરવામાં આવે તો તમે અનેક વખત છાપાઓમાં સમાચારોમાં ટીવી સ્ક્રીન ના માધ્યમથી તમે પણ સાંભળ્યું કે જોયું હશે કે કોઈપણ વ્યક્તિ હોય જેને મોબાઇલમાં પૂરતું સમજણ કે જ્ઞાન ન હોય આવા લોકો ને જાળ માં,
ફસાવવાની ખુબ મોટી રણનીતિ ઓ ઘડવામાં આવતી હોય છે તેની ભોળી પ્રકૃતિને જાણીને અમુક ગઠિયાઓ તેનો પૂરેપૂરો લાભ લેતા હોય છે અને પોતાની ભોળી ભોળી વાતોમાં પરોવીને પોતાનું કામ પાર પાડી લેતા હોય છે તેમાં પણ જેમ જેમ ડિજિટલ યુગ અને સમય બદલાયો છે ત્યારથી આ મોબાઈલ ને કારણે અને સાથે સાથે ઇન્ટરનેટની પણ ઉપયોગીતા અને સરળતાથી મળતી સગવડોને કારણે અનેક વખત લોકોનો ભોગ પણ લેવાતો હોય છે,
જેમાં મોબાઈલ દ્વારા થતું ઇન્ટરનેટનું બેન્કિંગ ઓનલાઇન થતી નાણાંની લેવડદેવડ આ બધી વસ્તુઓમાં ખૂબ મોટું જોખમ અનેક વાર ઉભું થવા પામતું હોય છે અને આ બધી જ વસ્તુ ખૂબ કાળજી અને ચોકસાઈ પૂર્વક કરવામાં આવતી હોય છે પરંતુ અમુક નબળી માનસિકતા ધરાવતા લોકો કે જેમને કોઈ પણ પ્રકારનો ધંધો હાથમાં હોતો નથી કોઈ કાર્ય સાથે જોડાયેલા પણ હોતા નથી આવા લોકો અને ક્યારેક ક્યારેક તો પૂરી ગેંગ પણ સમાવિષ્ટ હોય છે,
આવા પ્રકારના કાર્યો માં કે જેના થકી જે લોકો પોતાના મહેનતથી કામ ધંધા કરીને પરસેવાનો રૂપિયા કમાતા હોય એની પાસેથી પણ ચાલાકીથી રૂપિયા પડાવી લેતા હોય છે હવે આવા લોકોને તો આપણે રોકી શકીશું નહીં પોલીસ તંત્ર અને બીજા સાયબર સિક્યોરિટીના માણસો તો સતત પ્રયત્નશીલ રહેતા જ હોય છે કે કેમ કરીને આવા ફ્રોડ ને રોકી શકીએ પણ સમય જેમ જેમ બદલાતો જાય એમ ડિજિટલ ક્રાંતિ ની સાથે આ એક ખૂબ મોટું નુકસાન કારક પરિબળો પણ આપણી સામે જ રહેલું હોય છે,
હાલમાં જ એક આવા પ્રકારની ઘટના આપણી સામે આવી છે જે દરેક એ જાણવા લાયક છે કારણકે આજે આ ઘટના કોઈ અન્ય સાથે બની છે બની શકે કે કાલે આપણી સાથે પણ આવી જ એક ઘટના બને એટલે આ સમગ્ર ઘટનાને ખૂબ ધ્યાનપૂર્વક જાણવી ખૂબ જરૂરી છે હાલમાં બનેલી ઘટનાની જ વિસ્તારમાં વાત કરવામાં આવે તો સોશીયલ મીડીયા ની એપ્લિકેશન માં વિવિધ પ્રકારની જાહેરાતો ચાલુ જ રહેતી હોય છે મળતી માહિતી અનુસાર તમિલનાડુના કિરણકુમાર કોડાવાલાસા.
તેઓ પોતે તામિલનાડુમાં જ પત્ની ભારતી અને બાળકો સાથે રહે છે તેઓ એકવાર મોબાઈલના યુટયુબ ઉપર એક વીડિયો જોયો હતો. જેમાં ખાસ ગોલ્ડબાર ડિસ્કાઉન્ટ પ્રાઇઝમાં ખરીદવા અંગેનો દિવાળી ઑફરનો વીડિયો હતો. હવે આ વીડિયોમાં સિદ્ધાર્થ મહેતા નામના વ્યક્તિનો કોન્ટેક નંબર પણ લખ્યો હતો. તેના લીધે ભારતી પટનાયકે સિદ્ધાર્થને મેસેજ કરતાં માર્કેટ કરતાં સોનામાં 10 ટકા ડિસ્કાઉન્ટ આપવાનુ કહ્યુ હતુ. આ ઉપરાંત વધારે પ્રમાણમાં સોનુ ખરીદો તો,
વધુ 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની પણ તૈયારી બતાવી હતી. આથી ભારતીબહેને તેમના પતિ કિરણકુમારને જાણ કરતાં પહેલા 10 તોલા સોનુ ખરીદવા માટે કહ્યુ હતુ. જેથી સિદ્ધાર્થે તેના બોસ રાજેશ મહેતા હોવાનુ જણાવ્યુ હતુ. તેનો નંબર ભારતીબહેનને આપ્યો હતો. જેથી રાજેશ મહેતાએ ગુજરાતમાં જ ડિલિવરી આપવાનું કહ્યુ હતુ. તેમણે રિફાઇનરીમાંથી પાછળના દરવાજેથી સોનું કાઢતાં હોવાનું ખોટું કહેતાં પહેલા 10 તોલા સોનુ CAનો પરિવાર ઓગણજ સર્કલથી લપકામણ જવાના રસ્તા એક,
મંદિર પાસે બોલાવીને 4.70 લાખમાં તાત્કાલિક સોનાનું બિસ્કીટ વેચ્યુ હતુ. જે બાદ કિરણકુમારનો પરિવાર ખુબ જ લાલચમાં આવી ગયો હતો અને એક કીલો સોનુ લેવા માટે 43.34 લાખ રૂપિયા 3 ઠગોને આપી દીધા હતા. જેથી ઓગણજ સર્કલ પાસે જ બોલાવીને રાજેશ મહેતા નામના ઠગ ક્રેટા કાર લઇને તેમજ અસ્લમ નામનો ઠગ એકટીવા લઇને પાછળ આવવાનું કહીને ઘટના સ્થાને થી તાત્કાલિક ધોરણે રફુચકકર થઇ ગયા હતા. આમાં નવાઈ ની વાત તો હવે આવશે કારણકે,
આ સસ્તુ સોનુ ખરીદવા માટે કિરણકુમારે બજાજ ફાઇનાન્સમાંથી 18 લાખની પર્સનલ લોન, અમેરિકન એરસઓપ્રેસ ક્રેડિટ કાર્ડમાંથી 18.50 લાખની લોન ,એચડીએફસી બેન્કના ક્રેડિટકાર્ડમાંથી 3.70 લાખની લોન તેમજ 4 લાખના શેર વેચીને અને તેમની બચત કરેલી મૂડીમાંથી 42 લાખ રૂપિયા આ બધા જ સાધનો થકી મેહનત થી રૂપિયા ભેગા કરીને સસ્તુ સોનું લેવું મોંઘુ પડયુ હતુ. આ તમામ પ્રવૃત્તિમાં ખૂબ જાગૃતતાથી જો કાર્ય કરવામાં આવે તો કંઈક ને કંઈક રીતે આપણે પણ આવા ડિજિટલ ફ્રોડ થી બચી શકીએ છીએ.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]