Breaking News

સસરા અને જમાઈને બજારમાં રખડતા લફંગાઓએ કહ્યું કે તમે ‘લાલનો બાદશાહ અને લુખ્ખી તીડી છો’ અને પછી તો જે થયું..!

અમુક લોકોને કઈ જગ્યા પર કેવા શબ્દો બોલવા જોઈએ અને કયા વ્યક્તિને કેવા શબ્દો ન કહેવા જોઈએ તેનું ભાન રહેતું નથી. અને મન ફાવે તેવી વર્તન કરતા હોય છે. જેને કારણે તેઓને ક્યારેક ભારે મુસીબતમાં મુકાઈ જવું પડતું હોય છે. આ પ્રકારનો જ એક બનાવ ચોટીલા તાલુકામાંથી સામે આવ્યો છે..

ચોટીલામાં બાજુભાઈ ઉકાભાઇ સાઢમીયા કે જેઓની 45 વર્ષની ઉંમર છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી ચોટીલામાં રહે છે. એક દિવસ બાજુભાઈ તેમના જમાઈ દિલીપ અને તેમની દીકરી હિરલ આ ત્રણેય લોકો હટાણું કરવા માટે જતા હતા. ત્યારે રસ્તામાં રાયધનભાઈ સારાભાઈ સાદમીયા તેમજ પ્રવીણભાઈ રણછોડભાઈ સાઢમીયા નામના બે યુવકો તેઓનો રસ્તો રોક્યો હતો..

અને જમાઈ દિલીપભાઈ અને સસરા બાજુભાઈ બંનેને લુખ્ખી તીડી અને લાલનો બાદશાહ જેવા શબ્દો વડે ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો. એક બાજુ હિરલબેન બેઠા બેઠા તમામ દ્રશ્યો જોઈ રહ્યા હતા. અને આ બંને યુવકો વારંવાર લુખી તીડી અને લાલનો બાદશાહ કહીને સસરા અને જમાઈને ચીડવી રહ્યા હતા..

બાજુ ભાઈએ પ્રેમથી આ બંને યુવકોને કહ્યું કે, તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરો. અને મહેરબાની કરીને અમારા રસ્તા પરથી દૂર જતા રહો અને અમને અમારું કામ કરવા દો. પરંતુ આ બંને યુવક આ બાબત માનવાને બદલે ઉશ્કેરાઈ ગયા હતા. અને જોર જોરથી ગાળો દેવા લાગ્યા હતા અને ત્યારબાદ ઝપાઝપી પણ કરવા લાગ્યા હતા..

જેમાં પ્રવીણભાઈ સાઢમીયા નામના યુવકે પોતાના હાથમાં એક કડું પહેર્યું હતું. આ કડાના ત્રણથી ચાર ઘા તેઓએ બાજુભાઈને માથામાં મારી દીધા હતા તેમજ મોઢા પર પણ ખૂબ જ ઊંડા ઘા મારતા જ બાજૂભાઈ ઘટના સ્થળે જ લોહી લુહાણ થઈ ગયા હતા. તેમની દીકરી અને તેમના જમાઈ તાત્કાલિક બાજુ ભાઈને સારવાર માટે ચોટીલાના સરકારી દવાખાનામાં દાખલ કર્યા હતા…

પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જણાવ્યું કે, બાજુભાઈની હાલત ખૂબ જ નાજુક છે. એટલા માટે તેઓને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ પરંતુ જમાઈ અને દીકરીએ તેઓને રાજકોટ ખસેડવાને બદલે પોતાના ઘરે લઈ આવ્યા હતા. અને વિચાર્યું કે ઘરેલુ ઉપચારથી તેઓને સારું થઈ જશે. તેઓ પોતાના ઘરે આવ્યા બાદ રાત્રીના સમયે સૂઈ ગયા હતા..

પરંતુ સવારે જાગ્યા જ નહીં એટલે કે તેમનું અડધી રાત્રે જ મૃત્યુ થયું હતું. ન જેવી બાબતને લઈને તેઓને રાયધનભાઈ અને પ્રવીણભાઈ નામના બે યુવકોએ ઢોરમાર માર્યો હતો. જેના કારણે બાજુભાઈનું મૃત્યુ થયું છે. આ બાબતને લઈને બાજુભાઈની દીકરી હિરલબેને ચોટીલા પોલીસ મથકમાં આ બંને યુવકો સામે ફરિયાદ નોંધાવી છે અને કાયદેસરની કાર્યવાહીએ તાત્કાલિક ધોરણે હાથ કરવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે.

બાજુભાઈ જ્યારે રાતના સમયે સૂઈ ગયા પછી તેઓ સવારે ઊઠ્યા જ નહીં અને ઊંઘની અંદર જ તેમનું મૃત્યુ થઈ ગયું હતું. જો તેમના પરિવારજનો તેમને ચોટીલાની તાલુકા હોસ્પિટલમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હોત તો આજે કદાચ તેમનો જીવ બચી ગયો હોત આ બાબતને લઈને ક્યાંકને ક્યાંક બાજુના જમાઈ અને તેની દીકરીને અફસોસ રહી ગયો છે..

અને તેઓ ખૂબ જ ઊંડા આઘાતમાં મુકાઈ ગયા છે. આ બનાવને લઈને ચોટીલાની હોસ્પિટલની પણ ઘોરબેદરકારી સામે આવી ગઈ છે. કારણ કે જ્યારે બાજુ ભાઈને પ્રાથમિક સારવાર આપવામાં આવતી હતી. ત્યારે તેઓને પોલીસ સ્ટેશનમાં કોઈ પણ પ્રકારની નોંધ આપવામાં આવી હતી નહીં જો કોઈ પણ ઈજાગ્રસ્ત વ્યક્તિ તેમ જ મારામારીના કેસમાં હોસ્પિટલ આવે તો તેને તાત્કાલિક ધોરણે પહેલા પોલીસ સ્ટેશનમાં જાણ કરવી પડતી હોય છે..

અને ત્યારબાદ જ તેની સારવાર શરૂ કરવામાં આવે છે. પોલીસમાં હિરલબેનને ફરિયાદ નોંધાવતાની સાથે જ પોલીસે કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીઓ રાયધનભાઈ અને પ્રવીણભાઈ નામના બંને યુવકોને પોલીસે પકડી પડ્યા છે અને તેમની કડક પૂછતાછ કરવામાં આવી રહી.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

રોજની માથાકૂટોથી કંટાળી ગયેલી 4 બાળકોની માતાએ ફિનાઈલના ટીકડા પીઈને આપઘાત કરી લેતા રોક્કળ મચી ગઈ, પરિવાર દોડતો થઈ ગયો..!

આજકાલ આપઘાતના બનાવવામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો પોતાના અંગત કારણો અને જીવનમા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *