Breaking News

સરકારી શાળાના ભોજનમાં દાળ-ભાતમાંથી મરેલી ગરોળી નીકળતા જ કોળીયો ઉલટી થઈને બહાર આવી ગયા, હોશ ઉડાડતો કિસ્સો..!

જો સ્વાસ્થ્ય સારું હોય તો મગજ પણ ખૂબ જ સારું ચાલે છે, અને દરેક કામકાજની અંદર પુરતું ધ્યાન કેન્દ્રિત કરવામાં પણ ખૂબ જ વધારે ફાયદો થતો હોય છે, પરંતુ જો સ્વાસ્થ્ય સારું ન હોય તો ઘણી બધી મુશ્કેલીઓ આવી પડતી હોય છે. હાલ એક સરકારી શાળામાં ખૂબ જ મોટો હોબાળો મચી જવા પામ્યો હતો..

આ ઘટના નવસારી જિલ્લામાં આવેલા ચીખલી તાલુકાના પીપલ ગભાણ ગામમાં આવેલી એક સરકારી શાળાની છે, અહીં ગાંધી ફળિયાની અંદર આવેલી સરકારી શાળાની અંદર ઘણા બધા બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જે બાળકોના પરિવાર જરૂરિયાત મંદ છે, તેમના માટે શાળામાં બપોરનું ભોજન લેવા માટે સરકારે ખાનગી સંસ્થાઓને કોન્ટ્રાક્ટ આપીને ખાવા પીવાની વ્યવસ્થાઓ પણ કરાવે છે..

પરંતુ છેલ્લા કેટલાક વર્ષથી આપણે જુદા જુદા સમયે એવા સમાચારો સામે આવતા હોય છે કે, જેમાં આ પીરસવામાં આવતા ભોજનની અંદર બરાબર ગુણવત્તા જાળવવામાં આવતી નથી અને હાલ પણ આ પ્રાથમિક શાળાની અંદર ભોજન લેતા વિદ્યાર્થીઓને પીરસવામાં આવેલા ભોજનની અંદરથી એવી ચીજ વસ્તુ મળી આવી કે તે જોતાની સાથે જ મોઢામાંથી કોળિયો બહાર નીકળી ગયો હતો..

આ શાળાની અંદર જ્યારે સૌ કોઈ વ્યક્તિઓને નીચે બેસાડીને ભોજન પીરસવામાં આવતું હતું, ત્યારે એક વિદ્યાર્થીની થાળીની અંદર પીરસવામાં આવેલા દાળ ભાતની અંદર દાળમાંથી એક મરેલી ગરોળી મળી આવી હતી, આ ગરોળી જોતાની સાથે જ વિદ્યાર્થીઓ ખૂબ જ ડરી ગયા હતા અને તેઓએ તરત જ અન્ય શિક્ષકોને પણ ફરિયાદ નોંધાવી હતી..

જ્યારે તેઓએ સમય સૂચકતા વાપરીને તરત જ અન્ય વિદ્યાર્થીઓને ભોજન પીરસવાનું અટકાવી દીધું હતું, નવસારી જિલ્લાની અંદર નાયક ફાઉન્ડેશન નામની એક સંસ્થાને મધ્યાન ભોજન નો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો છે. જ્યારે આ ઘટનાના સમાચાર વાલીઓ સુધી પહોંચ્યા ત્યારે તેમનામાં પણ ખૂબ જ વધારે આક્રોશ જોવા મળી રહ્યો હતો..

કારણ કે, મરેલી ગરોળી જો ભોજનની અંદરથી નીકળતી હોય તો અહીં બાળકના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, તેવું માની શકાય છે. કદાચ આવા ઝેરીલા ખોરાક ખાવાને કારણે ઘણા બધા બાળકોના જીવ પણ જોખમમાં મુકાઈ જતા હોય છે. કોઈપણ વ્યક્તિને અન્ય વ્યક્તિઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનું કોઈ પણ અધિકાર રહેલો નથી..

આ સંસ્થા કુલ 700 કરતાં વધારે શાળામાં મધ્યાન ભોજન પહોંચાડી રહી છે, પરંતુ ગાંધી ફળિયાની અંદર આવેલી પ્રાથમિક શાળાની અંદર તેઓએ જ્યારે ભોજન પીરસવાનું શરૂ કર્યું ત્યારે અંદરથી ગરોળી નીકળતા જ હોબાળો મચી જવા પામ્યો હતો, આ શાળાની અંદર કુલ 34 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે..

જેમાંથી 29 જેટલા વિદ્યાર્થીઓ બપોરનું ભોજન લઈ રહ્યા હતા, આ તમામ ભોજનોમાંથી સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા છે, અને તેને પરખ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘટનાને જિલ્લાનું તંત્ર ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. આ ઘટનાને ભાગરૂપે જરૂરી પગલાં પણ લેવામાં આવશે તેવું જણાવવામાં આવી રહ્યો છે..

જિલ્લાના શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટનાની તપાસ પણ સોંપવામાં આવી છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જરૂરી પગલાઓ ભરવામાં આવશે. આ અગાઉ પણ ઘણી બધી શાળાઓમાં પીરસવામાં આવતા ભોજન ની અંદર ગુણવત્તાનું ધ્યાન રાખવામાં આવતી ન હોય તેવી ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે..

જેમાં અમુક વખતે ભોજનની અંદરથી જીવાંતો નીકળતી હોય છે, તો અમુક ભોજનની અંદરથી મરેલા જીવજંતુ પણ દેખાય આવે છે. આમાં ભોજન લેવા કરતા ભૂખ્યું રહેવું વધારે સારું સાબિત થાય તેવા પ્રકારની ગુણવત્તાનું ભોજન પીરસવાને કારણે હાલ દરેક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે..

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

કોલેજે જવાના બહાને ઘરેથી નીકળીને 22 વર્ષની યુવતી એવી જગ્યાએ જવા લાગી કે માં-બાપે તેની દીકરીને જીવતા જ મરેલી સમજી લીધી, માં-બાપ ખાસ વાંચે..!

અત્યારે સમાજના દરેક લોકોની સાથે સાથે દરેક માટે પણ ખૂબ જ આંખો ઉઘાડતો બનાવ સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *