નાના બાળકોને સાચવવા ખુબ જ મુશ્કેલી ભર્યું કામ છે. કારણ કે રોજ બરોજ તેમની સાથે ખુબ જ ચોંકાવનારા બનાવો બનવા લાગ્યા છે. બાળકોને શાળાએ મોકલતી વેળાએ પણ માં-બાપનો જીવ તેમના બાળકોમાં જ હોઈ છે કે શું તેનો બાળક સુરક્ષિત તો હશે ને? કારણ કે જ્યારે જ્યારે બાળક તેના માતા-પિતાથી વિખૂટું પડે એટલે કોકને કોક બનાવ સામે આવવા લાગે છે.
જેનો પછતાવો માં-બાપને આખી જિંદગી રહે છે. કેટલીક વાર માં-બાપની ઘોર બેદરકારી અને ટોટકાની બાબતોના વિશ્વાસને કારણે કેટલાય બાળકોના જીવ જોખમમાં મુકાતા હોઈ છે તો કેટલાય બાળકોના જીવ જતા હોઈ છે. હાલ છત્તીસગઢના બેમેટારા જિલ્લાની એક સરકારી શાળામાંથી ખુબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે..
અહી બંધી ગામની એક સરકારી પ્રાથમિક શાળામાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા કારણ કે આ શાળામાં ધોરણ 2માં ભણતી બાળકી સાથે એવો બનાવ બન્યો છે કે તેનો જીવ પણ જતો રહ્યો છે. શાળામાં રીસેસના સમયે તે શાળાના મેદાનમાં રમી રહી હતી. આગળના દિવસે વરસાદ આવેલો હોવાથી વાતાવરણ એક દમ ઠંડુ હતું.
આવા વાતાવરણમાં સાપ એન વીંછી જેવા ઝેરી જીવજંતુઓ દરમાંથી બહાર નીકળી આવતા હોઈ છે. આ શાળાના મેદાનમાં ક્યાકથી ઝેરીલો વીંછી આવી પહોચ્યો હતો. અને જોત જોતામાં તો આ બાળકીને કરડી ગયો હતો. આ બાળકીનું નામ દિવ્યા માંડવી હતું. તેને પહેલા નજીકના દધી ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બાદમાં બેમેટારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પરંતુ ત્યાંના ડોક્ટરોએ તેની ગંભીર હાલતને જોતા તેના માતા-પિતાને રાજધાની રાયપુર શિફ્ટ કરવાની સલાહ આપી. રાયપુર જતા રસ્તામાં સિમગા નજીક તેનું મોત થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું. એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમની સૂચના પર, બેમેટરા જિલ્લા શિક્ષણાધિકારીએ છોકરીના પિતાને આર્થિક સહાય તરીકે એક લાખ રૂપિયાનો ચેક આપ્યો અને તેમને ચાર લાખ રૂપિયાની વધારાની સહાય આપવામાં આવશે.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]