ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષથી સરકારી નોકરીનો ક્રેઝ એટલો બધો વધારે જોવા મળી રહ્યો છે કે માત્ર 200 જેટલી સરકારી નોકરીની જગ્યાઓ પર પાંચ લાખથી લઈને સાત લાખ સુધીના ફોર્મ ભરાઈ જતા હોય છે. ગુજરાતના યુવાનો કે જેવો કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને સારી નોકરી કે ધંધો ન મળવાને કારણે તેઓ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય છે..
તેમજ ઘણા યુવકો નું સપનું નાનપણથી જ હોય છે કે તેઓ મોટા થઈને ખૂબ મોટી સરકારી નોકરી મેળવે પરંતુ વધતાં જતાં ક્રેઝને લઈને અમુક લોકો વિવિધ લાલચ આપીને સરકારી પરીક્ષાની તૈયારી કરતા લોકોને ટાર્ગેટ બનાવે છે. હકીકતમાં સરકારી નોકરી મેળવવા માટે વિદ્યાર્થીઓ દિવસ રાત મહેનત કરે છે. તેઓની મહેનત વિષે વિચારતાની સાથે જ સૌ કોઈ બોલી ઉઠે કે આવી મહેનત આપડાથી ન થાય…
પરતું સરકરી નોકરીના બહાને લુંટ બોલાવતા ઠગીયાઓને પોલીસે પકડી પાડયા છે. અમદાવાદના કારજ વિસ્તારમાં રવીન્દ્ર સિંહ સોલંકી નામનો એક યુવક પોતાને ક્રાઇમ બ્રાંચનો ખૂબ મોટો અધિકારી છે. તેમ જણાવીને સૌ કોઈ લોકો સાથે છેતરપિંડી કરતો હતો. જે લોકો સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય પરંતુ વારંવાર પરીક્ષા આપ્યા બાદ પણ ન થતા હોય તેવા લોકોને તે પોતાની જાળમાં ફસાવી લેતો હતો..
તેઓનો કોન્ટેક્ટ કરીને તે જણાવતો હતો કે હું ક્રાઈમ બ્રાન્ચમાં ખૂબ મોટો અધિકારી છું. મારી પાસે હાલ હોમગાર્ડની નોકરીઓ આવી છે. જો તમારે અથવા તમારા કોઈ મિત્રને લેવી હોય તો કેજો. તૈયારી કરનાર વિદ્યાર્થીઓ આ વ્યક્તિ સાથે કોન્ટેક્ટ માં આવતા જ તે પોતાની સારી સારી વાતોમાં ફસાવીને એડવાન્સ રૂપિયા પડાવી લેતો હતો..
રવિન્દ્રસિંહ મોહમ્મદ કાસીમ નામના યુવકના કોન્ટેક્ટમાં આવ્યો હતો. હોમગાર્ડની નોકરી લેવાની મોહમ્મદ કાસીમએ ના પાડી હતી એટલા માટે રવિન્દ્રસિંહ જણાવ્યું હતું કે મારી પાસે કોર્ટની અંદર પટાવાળાની પણ બે નોકરીઓ આવી છે. જો તમારે કોઈને લેવી હોય તો તમામ ડોક્યુમેન્ટ અને પૈસા મોકલાવી દેજો..
રવિન્દ્રસિંહ ના આ યુવકે જુદા જુદા લોકો પાસેથી કુલ ૫૦ હજાર રૂપિયા પડાવી લીધા હતા. જ્યારે પણ વિદ્યાર્થીઓને ખબર પડે કે તેમની સાથે ખરેખરમાં છેતરપિંડી થઇ છે. ત્યારે તેઓએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી રવિન્દ્રસિંહ શરૂઆતમાં પોલીસની પીસીઆર વાનમાં ડ્રાઈવર તરીકેની પણ જગ્યા ખાલી પડી હોવાની વાત કરી હતી.
આ સાથે સાથે થી પોલીસના યુનિફોર્મ બુટ મોજા અને ટોપીના કુલ 25 રૂપિયા પડાવી લેતો હતો.. આમ છૂટક છૂટક કરીને તે રોજના ઘણા બધા યુવકોને પોતાની જાળમાં ફસાવીને પૈસા બનાવતો હતો પરંતુ પોલીસે આરોપીને પકડી પાડયો હતો. પૈસા પડાવનાર આરોપી રવિન્દ્રસિંહ અમદાવાદના ધોળકા નો રહેવાસી છે.
તે ગ્રામ્ય પોલીસમાં જી.આર.ડી.ના જવાન તરીકે નોકરી કરતો હતો. પરંતુ કોઇ કારણસર તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ તે એક ખાનગી કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. જી.આર.ડી માં નોકરી કરેલી હોવાથી તેની પાસે પોલીસ નો યુનિફોર્મ હતો એટલા માટે તે યુનિફોર્મ પહેરીને રોફ જમાવતો હતો અને સરકારી નોકરીના નામે ઘણા બધા યુવકોને ફસાવતો હતો.
લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]