Breaking News

સાંજે જમીને દરવાજા પાસે ઉભેલી બે સગી બહેનોનું 2 જ સેકન્ડમાં મોત આંબી ગયું, સામો કાળ આવતા જોઈને ભાગવા લાગી પણ અંતે તો જીવ…

કહેવાય છે કે મોત કહીને આવતું નથી. માત્ર બે સેકન્ડમાં જ ભલભલા લોકોને કાળ ભરખી જતો હોય છે. એવા ઘણા બધા કિસ્સાઓ વારંવાર કરતા હોય છે. તેમજ સામાન્ય લોકોની નજર સામે પણ આવતા હોય છે. અત્યારે મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી સારા સારા લોકોના કાળજા કંપાવી દે તેવો એક બનાવ સામે આવ્યો છે..

બીડ જિલ્લાના જવલકા ગામમાં રોહિણી ગાડેકર તેમજ તેની બહેન મોહિની ગાડેકર બંને બહેનો સાથે રહે છે. તેઓ સાંજના આઠ વાગ્યા આસપાસ પોતાના ઘરના દરવાજા પાસે જમીને હવા ખાવા માટે ઊભા રહ્યા હતા. રોહિણીની ઉંમર 22 વર્ષની છે. જ્યારે મોહિનીની ઉંમર 26 વર્ષનું હોવાનું સામે આવ્યું છે..

તેઓ દરવાજા પાસે ઉભા હતા. એવામાં તેમના ઘર પાસેથી પૂર ઝડપે પસાર થતી એક કારને જોઈને તેમને સામે કાળદેખાવા લાગ્યો હતો. અને બે જ સેકન્ડમાં તેમની પાસે મોત આવી ગયું હતું. આ કાર એટલી બધી ઝડપથી ત્યાંથી આવતી હતી કે, તેણે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાની સાથે જ કાર પલટી મારીને રોહિણી અને મોહિની બંને જે દરવાજા પાસે ઊભા હતા..

ત્યાં ભટકાડી દીધી હતી. પરિણામે બંને બહેનોનો ઘટના સ્થળે છૂંદો બોલી ગયો હતો. અને તેઓ ઘસડાઈને દૂર ગેટ પાસે પડ્યા હતા. બંનેની હાલત ખૂબ જ લોહી લુહાણ થઈ ગઈ હતી. અને તેઓની આ હાલત જોઈને આસપાસના સૌ કોઈ લોકો તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

પરંતુ ત્યાં ડોક્ટરોએ તેની ટૂંકી સારવાર બાદ તેમને મૃત જાહેર કરી દીધા હતા. જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ કરી તેના પરિવારજનોને આપવામાં આવે ત્યારે માતા-પિતા તેમની બંને દીકરીઓને મૃત હાલતમાં જોઈ રડી પડ્યા હતા. તો સમગ્ર ગામના લોકો આ કાર ચાલક સામે ભારે રોષ દાખલ હતા કારણ કે ગામડાની અંદર નાની નાની શેરીઓમાં પૂર ઝડપે ગાડી ચલાવવી એ કેટલીક વખત લોકોના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે..

અને આ વખતે તો બે સગી બહેનોના જીવ ગયા હોવાથી સૌ કોઈ લોકો આ કાર ચાલકને પકડી પાડી તેની સામે કાયદેસરના પગલા ભરવાની વાતચીતો કરતા હતા. રોહિણી નર્સિંગનો અભ્યાસ કરતી હતી. જ્યારે મોહિની એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવવામાં ખૂબ જ મદદરૂપ બનતું હતું.

જ્યારે કાર ચાલકે આ બંને બહેનોને કચડી રાખી હતી. ત્યારે કાર કચડતા કચડતા આગળના ભાગે ચાલી ગઈ હતી. જ્યાં એક બાઈક સવાર પણ ઉભો હતો. તેને પણ કચડી નાખતા તેને માતા અને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. આ યુવક તેના ચાર મિત્રો સાથે ત્યાં જન્મદિવસની ઉજવણી કરવા માટે રોડ કિનારે ઉભો હતો..

અને તેવામાં આ કાર તેને ટક્કર મારી દેતા તે પણ હવે આ અકસ્માતનો ભોગ બની ગયા હતા. માત્ર બે જ સેકન્ડમાં તેઓ પોતાના જીવને બચાવવા માટે ભાગે પહેલા તો આ મોત તેમને આંબી ગયું હતું અને પરિણામે આ બંને બહેનોના મૃત્યુ થયા છે. આ બનાવને લઈને ચક ચાર મચી જવા પામ્યો છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

ઘર પાછળના વાડામાં કામ કરતી દીકરાની વહુને જોઈને નરાધમ સસરાએ દાનત બગાડી કરી નાખ્યું એવું કે પરિવાર બદનામ થઈ ગયો, જાણો..!

દરેક વ્યક્તિમાં સારી સમજણ હોય તો ક્યારે પણ કોઈ વ્યક્તિ મોટી મુશ્કેલીઓનો ભોગ બનતો નથી, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *