Breaking News

સંપતી મેળવવાની લાલચમાં પેટે પાટા બાંધીને ઉછેરેલા ત્રણેય દીકરાઓએ ઘરડા માં-બાપને ઘરમાંથી બહાર કાઢી મુક્યા, બિચારા દાદા-દાદીના હાલ જોઈને રડી પડશો..!

જે માતા-પિતા પોતાના બાળકોને મોટા કરવામાં પોતાની આખી જિંદગી ખરચી નાખે છે. તે જ બાળકો આધુનિક સમયમાં પોતાના માતા-પિતાને દૂર કરી રહ્યા છે. આજની યુવાન પેઢી તેમના માતા પિતાએ આપેલા સંસ્કારો અને માતા-પિતા સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે ભૂલી ગયા છે, જેને કારણે માતા-પિતા સાથે દીકરાઓ નિર્દય બનીને કરી રહેલા ગેરવ્યવહારના કિસ્સાઓ ખૂબ જ સામે આવી રહ્યા છે.

જેમાં એક વધુ કિસ્સો હાલમાં સામે આવ્યો હતો. આ જોઈને દરેક લોકો રડવા લાગ્યા હતા. માતા-પિતા સાથે તેમના દીકરાએ ખૂબ જ કરુણ ઘટના કરી નાખી હતી. આ ઘટના જયપુરમાં બની હતી. આગ્રા રોડના જવાહર નગરમાં આવેલા ઘાટની ગુની શાંતિ કોલોનીમાં એક પરિવાર રહેતું હતું.

પરિવારના વૃદ્ધ માતા-પિતા અને તેમના બંને દીકરા અને તેમની દીકરાની વહુ તેમજ તેમના બાળકો રહેતા હતા. માતા-પિતા તેમના દીકરાની ખૂબ જ લાડ પ્યારથી મોટા કર્યા હતા. વૃદ્ધ પિતાનું નામ અબ્દુલ સલામ અને માતાનું નામ નજમુન નિશા હતું. વૃદ્ધ દંપત્તિને ત્રણ દીકરા હતા. જેમાં એકનું નામ સરફરાઝ, સિરાજુદ્દીન અને શહજાદ હતું.

માતા-પિતા 17 વર્ષ પહેલાં પોતાનો પરસેવો અને ખૂબ જ જાત મહેનતથી ઘર બનાવ્યું હતું. એક એક પૈસો ભેગો કરીને તેમને પોતાની કમાણીથી ઘર બનાવ્યું હતું અને તેમના દીકરાના ખર્ચાઓ ઉપાડ્યા હતા. માતા પિતાએ પોતે ખાવાનું ભૂલીને તેમના દીકરાને સારું એવું ભોજન આપીને મોટા કર્યા હતા પરંતુ તેમના વૃદ્ધ થયા બાદ દીકરાઓ તેમના માતા-પિતાને ભૂલી ગયા હતા.

દીકરાઓ ઇચ્છતા હતા કે આ ઘર વેચીને જે પણ પૈસા મળે તે પૈસા તેમને આપવામાં આવે પરંતુ વૃદ્ધ દંપતીનું કહેવું હતું કે જ્યાં સુધી તેઓ જીવી રહ્યા છે ત્યાં સુધી આ ઘર વેચવું ન હતું અને ધૂંધળી આંખ થઈ ગયેલા માતા પિતા સાથે મિલકતને કારણે તેમના દીકરાઓ ખૂબ જ ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા.

તેમના એક દીકરા સરફરાઝની પત્ની ઝહીરા અને સિરાજુદ્દીન અને તેની પત્ની નસીમે અને તેમના દીકરાઓએ આ વૃદ્ધ દંપતીને ઘરમાં રૂમમાં બંધ કરી દીધા હતા અને થોડો દિવસો સુધી જ ખાવાનું પણ સરખું આપ્યું ન હતું, ત્યારબાદ તેમને માર પણ મારવામાં આવ્યો હતો. જેના કારણે વૃદ્ધ દંપતીને હાથના ભાગમાં ઈજા પણ થઈ હતી.

દંપતિએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા તેમના દીકરા અને દીકરાની વહુએ ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. ત્યારબાદ તેઓ પોલીસ પાસે મદદ માટે પણ ગયા હતા પરંતુ પોલીસે રિપોર્ટ નોંધવાને બદલે તેમને વૃદ્ધાશ્રમમાં અથવા તો અનાથ આશ્રમમાં જવાની સલાહ આપી દીધી હતી. ત્યારબાદ માતા પિતા એ જ રોડ પર રખડી રહ્યા હતા.

બીજા પાસેથી ખાવાનું માંગીને પોતાનું પેટ ભરતા હતા, ત્યારબાદ તેમના નાના દીકરા આ શહજાદને આ ઘટનાની જાણ થતા તે પોતાના માતા પિતાને પોતાની સાથે લઈ ગયો હતો. માતા પિતા થાકીને ટ્રાન્સપોર્ટ નગરની બહાર આવેલી ફૂટપાટ પર બેસીને ભીખ માંગી રહ્યા હતા ત્યાંથી તેમનો નાનો દીકરો તેમને લઈ આવ્યો હતો.

માતા પિતા સાથે આવી ઘટના બનતા તેમને ખૂબ જ દુઃખ થયું હતું. માતા-પિતા પોતાના બાળકોની લાડ પ્યારથી અને પોતે પેટે પાટા બાંધીને મોટા કરી રહ્યા હોય છે, તે દીકરાઓ તેમના વૃદ્ધાવસ્થામાં આવી રીતે હેરાન પરેશાન કરે ત્યારે માતા પિતા અને ખૂબ જ આઘાત લાગી જાય છે.

લેખન સંપાદન : Gujarat posts Team ( ગુજરાતનું અગ્રેસર ન્યુઝ અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ Gujaratposts.com ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતિ તમને વિવિધ માધ્યમો  એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]

About Gujarat Posts Team

Check Also

મહિલાને ઓપરેશન વખતે ઉંધી જગ્યાએ કાતર અડી જતા ડોકટરે ભૂલ છુપાવવા ગમે તેમ સારવાર કરી, અને પછી મહિલા સાથે થયું એવું જે જાણીને દરેકના હોશ ઉડી ગયા…!

ડોક્ટરને આપણે ભગવાન સમાન ગણીએ છીએ કારણ કે, ગમે તેવી મોટી બીમારી હોય છતાં પણ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *